તાજેતરમાં જ કરવામાં આવેલા એક ચોકાવનારા અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે જે મહિલાઓ વિટ્રો ફર્ટીલાઇઝેશન કરાવી ચુકી છે. તે મહિલાઓમાં મોડેથી અંડાશયના કેંસરનો ખતરો બે ગુણો થઇ જાય છે. ૧૫ વર્ષ સુધી કરવામાં આવેલા અભ્યાસ બાદ તેના તારણો જારી કરવામાં આવ્યા છે. અભ્યાસના પરિણામ જરનલ હ્યુમન રિપ્રોડક્શનમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ અભ્યાસના તારણો ૧૯૧૪૬ બાળકો નહીં ધરાવતી મહિલાઓને આવરી લઇને જારી કરવામાં આવ્યા છે. આ મહિલાઓ આઇવીએફ પહેલા ઓવરી અથવા તો અંડાશયની સારવાર કરાવી ચુકી છે.
જ્યારે આઇવીએફ નહીં ધરાવતી મહિલાઓને પણ આમા આવરી લેવામાં આવી હતી. અભ્યાસમાં જાણવા મળ્યુ કે વિટ્રો ફર્ટીલાઇઝેશન મારફતે પસાર થઇ ચુકેલી મહિલાઓમાં અંડાશયના ટ્યુમરનો ખતરો રહે છે. આ ઘણી વખત જીવલેણ બની શકે છે. આના કારણે સર્જરીની જરૂર પડે છે. આઇવીએફ ગ્રુપમાં ૬૧ મહિલાઓને ઓવરીના ટ્યુમરની અસર દેખાઇ રહી હતી. બ્રિટીશ જરનલ ઓફ કેંસરમાં અન્ય એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ૧૦ વર્ષ સુધી દવા લેનાર મહિલા ઓવરીના કેંસરના જાખમને ૫૦ ટકા સુધી ઘટાડી શકે છે.