અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડી વધવાના ફરીવાર સંકેત દેખાઈ રહ્યા છે. બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આવતીકાલે મંગળવારના દિવસે વરસાદી ઝાપટા પડી શકે છે. સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગો, ઉત્તર ગુજરાતના જુદા જુદા ભાગો, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૨.૨ અને લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રી રહ્યું હતું. પાટનગર ગાંધીનગરમાં પારો ૧૩.૮ અને ડિસામાં પારો ૧૩.૧ ડિગ્રી રહ્યો હતો. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં નહીવત ફેરફાર થશે. પૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં મો‹નગના અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિના લીધે હળવા વરસાદી ઝાપટા આગામી બે દિવસ દરમિયાન પડી શકે છે.
લઘુત્તમ તાપમાન પણ ગગડી શકે છે. હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા પણ દેખાઈ રહી છે. ગુજરાતના જુદા જુદા વિસ્તાર અને સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર, કચ્છ ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદી ઝાપટા પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ હળવો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે આવતીકાલે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૭ ડિગ્રી રહી શકે છે. આજે અમદાવાદમાં પારો ૧૬ ડિગ્રી રહ્યો હતો. હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં નવેસરથી હિમવર્ષા થયા બાદ આ રાજ્યોમાં ચારેબાજુ બરફની ચાદરની સાથે સાથે તેની અસર અન્યત્ર દેશમાં થઈ છે. આની અસર ગુજરાતમાં પણ જાવા મળી છે.
તંત્રનું કહેવું છે કે આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં પરંતુ ઠંડીનો ચમકારો ફરી એકવાર શિવરાત્રીની આસપાસ અનુભવાય તેમ માનવામાં આવે છે. સિઝનલ ફ્લુ એટલે કે સ્વાઈન ફ્લુનો આતંક મચેલો છે ત્યારે તાપમાનમાં પણ જારદાર ફેરફારની સ્થિતિ જાવા મળી રહી છે. હિમાચલ પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં હિમવર્ષા વચ્ચે દેશના મેદાની ભાગોમાં પણ ફરી એકવાર ઠંડીનો તબક્કો આવી શકે છે. ખાસ કરીને શિવરાત્રિની આસપાસ ફરી એકવાર ઠંડીનો ચમકારો જાવા મળી શકે છે. જા વરસાદ પડશે તો ખેડૂતોને નુકસાન થવાની સંભાવના પણ રહેલી છે. તંત્રની આગાહીથી ખેડૂત સમુદાય ચિંતાતુર છે.