અમે કોઇ પણ પ્રકારના કામમાં વ્યસ્ત હોઇએ તો પણ જ્યારે કોઇ વ્યક્તિ અમારી પાસે સેલ્ફી લેવા માટે આવી પહોંચે છે ત્યારે અમેખુશ થઇ જઇએ છીએ. આવી જ રીતે કેટલાક લોકો તો ફોટો માટે એક નિર્ધારિત પોઝમાં આવી જાય છે. કેમેરાને જોતાની સાથે જ પોતાની રીતે જ તમે પાઉટ બની જઇએ છીએ. ખાવા પીવાના મામલે પણ આવુ જ હોય છે. ફ્રિજ ખોલતાની સાથે જ કેટલાક લોકોને ચોકલેટ યાદ આવી જાય છે. એક રિસર્ચમાં કેટલીક બાબતો સપાટી પર આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે અમારી ટેવ કોઇ ખાસ પરિસ્થિતીમાં પ્રભાવિત થાય છે.
રિસર્ચમાં કહેવામાં આવ્યુ છે કે મુવી જાતી વેળા કેટલાક લોકોને પોપકોર્ન ખાવાની ટેવ હોય છે. જ્યારે કેટલાકને મિટિંગ વેળા કોફી પિવાની ઇચ્છા હોય છે. જા તમે સ્મોકર છો તો કામથી બ્રેક મળતાની સાથે જ સિગારેટ પિવાની ઇચ્છા થાય છે. કોઇ સ્થિતીમાં ટેવ એટલી અસર કેમ કરે છે તે અંગે પુછવામાં આવે તો જાણી શકાય છે કે દિમાગને પહેલાથી જ માહિતી હોય છે કે ખાસ પરિસ્થિતીમાં રિએક્ટ કઇ રીતે કરી શકાય છે.
ટાઇમમાં પ્રકાશિત કરવામાં આવેલા એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અમને કોઇ ચીજની ટેવ એટલા માટે પડી જાય છે કે અમારા દિમાગ કોઇ પણ મહેનત કર્યા વગર કામ કરવાનુ શિખે છે. કોઇ પણ પ્રકારની ટેવને છોડાવવા માટે સતત પ્રયાસ અને મજબુત ઇચ્છાશક્તિ જરૂરી હોય છે. સામાન્ય રીતે નિષ્ણાંત કહે છે કે જો ફ્રિજ ખોલતાની સાથે જ ચોકલેટ ખાવાની ટેવ છે તો ફ્રીજમાં ચોકલેટ મુકવાનું બંધ કરી દેવાની જરૂર છે. બ્રેકમાં સિગારેટ પિવાની ટેવ છે તો તેન જગ્યાએ ચોકલેટ રાખી શકાય છે. ટાઇમમાં પ્રકાશિત થયેલા રિપોર્ટમા દાવો કરવામાં આવ્યો છે કે કોઇ પણ ટેવને છોડવા માટે ૬૬ દિવસનો સમય લાગે છે.