લોસએન્જલસ : હોલિવુડના સૌથી મોટા એવોર્ડ શો ઓસ્કારનુ આયોજન આવતીકાલે ૨૪મી ફેબ્રુઆરી ૨૦૧૯ના દિવસે કરવામા આવનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આ ૯૧માં કાર્યક્રમ રહેશે. ભવ્ય, રંગારંગ અને દિલધડક કાર્યક્રમ કેલિફોર્નિયાના ડોલ્બી થિયેટરમાં યોજાનાર છે. આ પ્રસંગે દુનિયાભરના ફિલ્મ જગતના લોકો હાજર રહેનાર છે. આ ઉપરાંત ૨૨૫ દેશોમાં તેનુ પ્રસારણ કરવામાં આવનાર છે.
ઓસ્કાર એવોર્ડ કાર્યક્રમને લઇને છેલ્લા કેટલાક દિવસથી તૈયારી ચાલી રહી હતી. હોલિવુડ અને દુનિયાની તમામ હસ્તીઓ અહીં પહોંચનાર છે. આ વખતે ઓસ્કારમાં કોણ બાજી મારી જશે તેની ચર્ચા જાવા મળી રહી છે. ગયા વર્ષે ઓસ્કારમાં ધ શેપ ઓફ વોટરે બાજી મારી હતી. આ ફિલ્મે ઓસ્કાર માટે ૧૩ જુદા જુદા વર્ગમાં એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. જે પૈકી ચાર એવોર્ડ આ ફિલ્મે જીતી લીધા હતા. ઓસ્કાર પુરસ્કારના ઇતિહાસમાં આ પ્રથમ એવી ફિલ્મ છે જેને હજુ સુધી સૌથી વધારે નોમિનેશન મળ્યા હતા. તે પહેલા ઓ એબાઉટ , ટાઇટેમિનક અને લા લા લેન્ડને સૌથી વધારે નોમિનેશન મળ્યા હતા. ગયા વર્ષે ગિયેરમો દેલ તોરોને ધ શેપ ઓફ વોટર માટે શ્રેષ્ઠ નિર્દેશક માટેનો એવોર્ડ જીતી લીધો હતો.
આ વખતે પણ ઓસ્કારને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. પ્રિયંકા ચોપડા અને નિક પણ કાર્યક્રમમાં પહોંચી રહ્યા છે. પાવર કપલ નિક જાનસ અને પ્રિયંકા ચોપડા ઓસ્કર્સને લઇને ભારે ઉત્સુક દેખાઇ રહ્યા છે. નિકે એવોર્ડ સન્માનમાં એક વિડિયો પોસ્ટ કર્યા છે. આ વિડિયોમાં નિક ફિલ્મ એ સ્ટાર અઢ બર્નના ઓસ્કારમાં નોમિનેટેડ ગીત પર પરફોર્મ કરતા નજરે પડે છે. નિકે કેપ્શનમાં લખ્ય છે કે ઓસ્કાર સન્માનને લઇને તેઓ આશાવાદી બનેલા છે. ઓસ્કારમાં કોણ બાજી મારશે તેને લઇને ઉત્સુકતા દેખાઇ રહી છે. નિક જાનસે હાલમાં પ્રિયંકા ચોપડા સાથે લગ્ન કર્યા હતા. તેમના હાઇ પ્રોફાઇલ લગ્નમાં તમામ બોલિવુડ હસ્તીઓ પહોંચી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા.