- રન ટુ એડ લાઈફ – એક અનોખી દોડનું આયોજન ૧૮ ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ રવિવારે અમદાવાદ અને વડોદરા ખાતે
- મેડિકલ સમુદાયના લોકો, પ્રોફેશનલ્સ, સ્ટુડન્ટ્સ અને સમાજના દરેક ક્ષેત્રના લોકો તેમાં સામેલ થશે
એડલાઈફ ફાઉન્ડેશન ખાતે અમે કેન્સરપીડિતોને હિંમત, આશા અને સાહસ આપીએ છીએ કે જેથી તેઓ તેમના જીવનના નવા અધ્યાયો આલેખી શકે, તેમના આત્મવિશ્વાસને પુનઃસ્થાપિત કરી શકે અને તેઓ તેના પર વિજય મેળવવા માટેનું પ્રથમ કદમ આરોગ્ય અને ખુશી તરફનું ભરી શકે એ માટેની ઈચ્છાશક્તિ આપીએ છીએ. પિયુષ દેસાઈ (ચેરમેન તથા મેનેજિંગ ડિરેક્ટર, વાઘબકરી ચા ગ્રુપ), ડો. દેવેન્દ્ર પટેલ, અર્પિત પટેલ (સ્ટર્લિંગ હોસ્પિટલ), નિમિષા ગાંધી (એડલાઇફ ફાઉન્ડેશન) અને હિતેન શાહ (અપહીલ ઇએમજી) વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતાં. કેન્સર વિનર્સ સુધા યાદવ અને સુનિલ ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આવી જ ભાવના સાથે અમે રન ટુ એડ લાઈફ – એક અનોખી દોડનું આયોજન ૧૮ ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ રવિવારે અમદાવાદ અને વડોદરા ખાતે કેન્સર ફાઈટર્સ, વિનર્સ, કેરગિવર્સ અને જીવનના તમામ તબક્કાના લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની પ્રેરણા આપી રહ્યા છીએ, જે એવી વાત છે કે તેનાથી કેન્સરને દૂર કરી શકાય છે અને તેનાથી સ્વજનોને પણ તેનાથી થતી અસરોથી દૂર રાખી શકાય છે એવું સિદ્ધ થયું છે. આ રેસમાં કેન્સરના દર્દીઓ પણ દોડશે. રેસની ફીનો ઉપયોગ કેન્સર ચેરિટી માટે થશે.
એડલાઈફના નિમિષા ગાંધીએ જણાવ્યું કે, “કેન્સર દુનિયાભરમાં થતા મોતનું બીજું સૌથી મોટું કારણ છે. આ માત્ર શારીરિક રોગ નથી પણ તે સામાજિક અને સંવેદનાત્મક હાનિ પહોંચાડતો રોગ છે જે માત્ર દર્દીઓને જ નહીં પણ તેમના પરિવારોને પણ અસર કરે છે. કેન્સરનું નિદાન થયું હોય એવા લોકોમા અત્યંત તીવ્ર ઈમોશનલ રિસ્પોન્સ સર્જાય છે. લોકોને આઘાત લાગે છે, ગુસ્સો આવે છે અથવા આ વાત માનવા તૈયાર નથી. કેટલાકને અત્યંત દુઃખ થાય છે, ભય પામે છે. જ્યારે કેન્સર હોસ્પિટલ્સ અને ડોકટરો શારીરિક સ્થિતિ માટે સારવાર કરતા હોય છે પણ દર્દીઓને તેમની સાયકોલોજીકલ, સામાજિક અને આર્થિક સ્થિતિ અંગે કોઈ સહયોગ આપનાર હોતું નથી. કેન્સરના દર્દીઓને, વિનર્સ અને કેરગિવર્સને તેમની આ રોગ સામેની લડાઈમાં સાથ આપવો એ રન ટુ એડલાઈફનો મુખ્ય હેતુ, મિશન અને વિચાર છે.”
રન ટુ એડલાઈફ એ ભારતમાં આ બંને શહેરોમાં એકસાથે યોજાનારી એવી પ્રથમ દોડ છે જેમાં ૬૦૦૦થી વધુ લોકો એક જ દિવસે એક જ સમયે બંને શહેરોમાં દોડશે. મેડિકલ સમુદાયના લોકો, પ્રોફેશનલ્સ, સ્ટુડન્ટ્સ અને સમાજના દરેક ક્ષેત્રના લોકો તેમાં સામેલ થશે. આમ ગુજરાતના સૌથી વધુ સંપન્ન શહેરોના લોકો એકસાથે દોડશે કે જેથી તેઓ દુનિયાને જણાવી શકે કે કેન્સર સામેની લડતમાં કોઈ એકલું નથી.