ભારતની સ્વતંત્રતા બાદથી ખેડુતોના જીવનધોરણને સુધારી દેવા શ્રેણીબદ્ધ યોજના આજ સુધી જાહેર કરવામાં આવી ચુકી છે. મોટા મોટા દાવા પણ થતા રહ્યાછે પરંતુ આજે પણ ખેડુતોની હાલત ચિંતાજનક છે. ખુબ ઓછા એવા ખેડુતો છે જે સારી સ્થિતીમાં છે. મોટી મોટી વાતો તમામ સરકારો દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ તેમની સ્થિતીમાં આંશિક સુઘારો થઇ રહ્યો છે. હાલમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડુતોની લોન માફી સહિતના મુદ્દા પર હોબાળો કરવામાં આવી રહ્યો છે. જો કે તમામ લોકો સારી રીતે જાણે છે કે સ્વતંત્ર ભારતમાં કોંગ્રેસનુ શાસન સૌથી વધારે રહ્યુ છે. આવી સ્થિતીમાં ખેડુતોની સ્થિતી સુધરી શકી નથી. લોન માફીની બાબતથી પણ કોઇ સમસ્યાનો ઉકેલ આવશે નહીં તેમ તમામ લોકો કહે છે. ભારતની ૫૮ ટકા વસ્તી આજે પણ ખેતી પર આધારિત છે, પરંતુ ચૂંટણી રાજનીતિ સિવાય ખેડુતો સામાન્ય રીતે હજુ પણ પ્રાથમિકતાની યાદીમાં આવતા નથી.
લોકનીતિ અને લોક વ્યવસ્થામાં ખેડુત ક્યાં અને કઇ હાલતમાં છે સ્થિતી પોતે આની સાબિતી આપે છે. આ સ્થિતી વચ્ચે કર્ણાટક સરકારે ખેડુતોની લોનમાફીની જાહેરાત કરી દીધી છે. આ પહેલા રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ સહિતની કેટલીક સરકારો પણ લોન માફીની જાહેરાતો કરી ચુકી છે. એનસીઆરબીના આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૦૧થી વર્ષ ૨૦૧૫ સુધી ૧૫ વર્ષના ગાળામાં ૨૩૪૬૪૨ ખેડુતો જુદા જુદા કારણોસર આત્મહત્યા કરી ચુક્યા છે. આજે ખેડુત જે અનિશ્ચિતાની સ્થિતીમાં જીવે છે આવી સ્થિતીમાં આ પ્રકારના લોનમાફીના પગલા ચોક્કસપણે રાહત આપનાર છે.
પરંતુ તેના બીજા પાસાઓને પણ ધ્યાનમાં લેવાની જરૂર છે. શુ ખેડુતોની લોન માફી કરવાથી જ સમસ્યાનો ઉકેલ આવી જશે. લોનમાફીનો વિદર્ભના ખેડુતોની પણ કરવામાં આવી હતી. પરંતુ શુ લોનના કારણે થનાર આત્મહત્યાઓને રોકી શકાઇ છે ખરી. થોડાક દિવસ પહેલાની જ વાત છે કે જ્યારે ટામેટા અને ડુંગળીનુ મોટા પાયે ઉત્પાદન કરવામાં આવ્યા બાદ પણ ઘટી રહેલી કિંમતોના કારણે ખેડુતો ભારે પરેશાન દેખાયા હતા. ખેડુતો માર્ગો અને મંડીમાં પોતાની પેદાશોને છોડીને નારાજગીમાં જઇ રહ્યા હતા. ખેતી અને અન્ય સંબંધિત બાબતોમાં ખર્ચ વધી રહ્યો છે. ખુન પસીનાની મહેનત બાદ પણ તેના ઉત્પાદન કરતા ચોથા હિસ્સાની રકમ નહી મળવાની બાબત પણ હેરાન કરનાર અને દેશના સંબંધિત લોકો માટે શરમજનક બાબત છે. આ પ્રકારની સ્થિતી ખેડુતોની લગાતાર બની ગઇ છે.
યોગ્ય સમય બાદ ખાતર, ગુણવત્તાવાળા બીયા અને જન્તુનાશકની પણ જરૂર ખેડુતોને રહે છે. આ તમામ પડકારો ખેડુતોની સામે પહેલાથી જ રહે છે. આવી સ્થિતીમાં યોગ્ય પેદાશના ભાવ તેમને મળતા નથી. મંડીઓમાં વેપારીઓ અને દલાલોની સાંઠગાંઠના કારણે ખેડુત નિસહાય અનુભવ કરે છે. દેશમાં લઘુતમ મુલ્યના લાભ લેનાર લોકોની સંખ્યા દેશમાં ૧૦ ટકા કરતા ઓછી છે. આવી સ્થિતીમાં ૯૦ ટકા ખેડુતો વચેટિયાના હાથે તેમની પેદાશને વેચવા માટે મજબુર રહે છે. આ ખેડુતોની પાસે તેમનો જે ખર્ચ થાય છે તે રકમ પણ મળી શકતી નથી. પશુપાલન અને ડેરી માટે પણ માળખાકીય સુવિધાની સ્થિતી આવી જ રહેલી છે.
આંકડા કહે છે કે દેશમાં હજુ પણ ૫૦ ટકાથી વધારે દુધ તો પ્રોસેસિંગ પ્લાન્ટ સુધી પહોંચી શકતુ નથી. જાખમ કવરની હાલત એ છે કે કૃષિ વીમા યોજના ખેડુતો માટે ઓચી અને કંપનીઓ માટે હવે વધારે ફાયદો કરાવી રહી છે. આ યોજના હેઠળ ૨૦૧૬-૧૭માં ૨૨૧૮૯ કરોડ રૂપિયા પ્રિમિયમ તરીકે જમા થયા હતા. પરં જ્યારે હોનારત આવી ત્યારે ખેડુતોને વીમાની ચુકવણી માત્ર ૧૨૯૪૮ કરોડ રૂપિયા કરવામાં આવી છે. એટલે કે અડધી રકમ કંપનીઓના તિજારીમાં જતી રહી છે. વીમા ચુકવણીના નામે બે રૂપિયા, પાંચ રૂપિયાના ચેક પણ અપાતા રહે છે. સરકારને આ તમામ ખેડુતોની સમસ્યાને ઉકેલવા માટે પ્રયાસો કરવા પડશે.