હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે રોજ સવારે દૂધ પીતી વખતે જો તેમાં એક ચમચી વરીયાળી નાખીને પીવામાં આવે તો તેનાથી ઘણા ફાયદા થઈ શકે છે.
વરીયાળી વાળુ દૂધ બનાવવા માટે એક ગ્લાસ દૂધમાં એક ચમચી વરીયાળી ઉમેરીને તેને બરાબર ઉકાળી લો. ત્યારબાદ તેને ગાળી લો. આ દૂધ હૂંફાળું પીવું આરોગ્ય માટે ખૂબ જ લાભકારક છે.
- દૂધ અને વરીયાળી બંનેમાં કેલ્શિયમ હોય છે, જે હાડકાને મજબૂત બનાવે છે.
- વરીયાળી વાળા દૂધમાં એ તત્વો છે જેના લીધે વજન નિયંત્રિત કરી શકાય છે.
- આ મિશ્રણમાં એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ હોય છે જે ચહેરા પર ચમક વધારે છે.
- વરીયાળીમાં એન્ટિસેપ્ટિક એસિડ હોય છે. તેનાથી કબજિયાત તથા એસીડીટી જેવી તકલીફ દૂર થાય છે.
- દૂધમાં વરીયાળી મિક્સ કરીને પીવાથી આંખોનો અંધાપો પણ દૂર રહે છે.
- ખાંસીમાં વરીયાળીવાળા દૂધમાં મધ મિક્સ કરીને પીવડાવવાથી રાહત રહે છે.