વેલેન્ટાઇન-ડેની ઘડીઓ ગણાઇ રહી છે અને મોટાભાગના કપલ છેલ્લી ક્ષણોમાં તેની તૈયારીમાં વ્યસ્ત થઇ ગયા છે. પરંતુ જો તમે હજી સુધી કોઇ યોજના બનાવી નથી તમારે પરેશાન થવાની જરૂર નથી. અહીંયા તમારી માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ છે, જેની મદદથી તમે તમારા કિચનમાં જ રેસ્ટોરેન્ટ જેવી સ્વાદિષ્ટ વાનગી બનાવી શકો છો અને તેનાથી વધારે સારું બીજું શું હોઇ શકે છે? તમે ભારતના માસ્ટર શેફ્સથી સીધું કેટલીક સરળ પરંતુ સ્વાદિષ્ટ રેસિપિઝ શીખી શકો છે અને તે પણ ઘરે બેસીને.
સેફ શિપ્રા ખન્ના દર્શકોને પોતાની સરળતાથી બની જતી રેસિપિઝની માહિતી આપશે. વેલેન્ટાઇન-ડે વિશે વાતચિત કરતા સેફ શિપ્રા ખન્નાએ કહ્યું કે, ‘‘તમે જ્યારે વેલેન્ટાઇન- ડેની વાત કરી રહ્યા છો તો, મગજમાં સૌથી પહેલો વિચાર ચોકલેટનો આવે છે. ચોકલેટ્સની વગર તેની ઉજવણી અધૂરી છે અને જો તમે મારી જેમ મિઠાઇના શોખિન છો, તો આ પણ એક સેલિબ્રેશન કરવાનો પ્રસંગ છે, જેની સાથે આપણને પ્રેમ છે. મારી ફેવરિટ ચોકલેટ ટ્રફલ્સ છે- બેલ્જિયમ ડાર્ક ચોકલેટ કેક, ક્લાસિક મિલે ફ્યૂલે અને ચોકલેટ એન્ડ સોલ્ટેડ કૈરામેલ એક્લેયર્સ.’’
વેલેન્ટાઇન એક-બીજાની પ્રત્યે પ્રેમ અને લાગણી પ્રગટ કરવાનો એક અવસર છે અને આની માટે સેફ શિપ્રા ખન્નાએ કોકોનેટ આઇસક્રીમ અને થ્રી બેરી ટ્રિટની ઇઝી ટુ કુક રેસિપિઝની માહિતી આપી છે. કોકોનેટ આઇસક્રીમ બનાવવી બહુ જ સરળ છે અને તેની માટે તમારે માત્ર થોડીક જ સામગ્રિઓ ખરીદવાની અને ફ્રિજમાં તેને ઠંડી કરવાની જરૂર છે. તો થ્રી બેરી ટ્રિટમાં સામગ્રિઓને ઉકાળવાની અને ત્યારબાદ તેને ઠંડી કરવાની જરૂર પડશે. એકાદમ બરાબર જ કહેવાય છે કે, ભોજન એવી વસ્તુ છે જે લોકોને એકસાથે લઇને આવી છે, તો આ વખતે વેલેન્ટાઇન-ડે નિમિત્તે સેફ શિપ્રા ખન્નાની રેસિપિઝથી પોતાનો પ્રેમ અને લાગણીઓ પ્રગટ કરો.
અને વધારે રેસિપિઝની વિશે માહિતી મેળવવા માટે તમારા ચેનલ નંબર ૧૨૭ ઉપર ટાટા સ્કાઇ કુકિંગ જોઇ શકો છો. સાથે જ ટાટા સ્કાઇ મોબાઇલ એપ જુઓ અથવા તો લોંગ ઇન કરો. www.watch.tatasky.com