“શક્તિ”
હું એક શક્તિ.
સ્ત્રી શું છે?
સ્ત્રી એક એવું સર્જન છે; જેને ઈશ્વરે ઘડ્યું છે.
ઈશ્વરે પોતાનાં ગુણો ઉમેરીને સ્ત્રીનું સર્જન કર્યુ છે.
સ્ત્રી એક દિકરી, વહુ અને માતાની આકૃતિ છે.
પહેલા મને ધુત્કારવામાં આવતી હતી.
પહેલા મને જન્મ આપવામાં જ નહોતો આવતો, અને બાળવિવાહનો ભોગ બનનારી હું ‘સ્ત્રી’; સતી થનારી હું ‘સ્ત્રી’.
આજે મારો વિકાસ થયો છે.
કયું એવું ક્ષેત્ર છે જેમાં મેં પ્રગતિ નથી કરી!
ભણતર હોય કે બિઝનેસ;
ઘરકામ હોય કે બહારનું કામ.
હું દરેક કામને પહોંચી વળું છું.
આજની વાત કરુ તો હું દરરોજ જોઉં છું મારી મમ્મી કિટ્ટીપાર્ટીમાં વ્યસ્ત હોય છે અને પપ્પા કામમાં વ્યસ્ત હોય છે. મને કંઇ કહેવું હોય તો હું કોને કહું? મને સમજાવનાર પાત્ર તો ગેરહાજર જ હોય છે.
હું નાની હતી ત્યારે ઘરમાં એકલી હતી.
ભણી-ગણીને આગળ વધી.જે કાંઇ હાંસલ કરવું હતું તે હાંસલ કર્યું. દુનિયા સાથે કદમથી કદમ ચાલવા સક્ષમ બની.
પણ દુનિયાની નજરમાં હું શું છું? પ્રગતિ મેં કરી; પગભર હું બની પણ દુનિયામાં રહેનાર બીજુ પાત્ર-પુરૂષ. મને કેમ આવી નજરે જૂએ છે? કેમ પુરૂષની નજરમાં હું એજ સ્ત્રી છું જેને ક્યારે સમાન ગણવામાં નહોતી આવી.
ભૃણહત્યા અને સતીપ્રથાનો ભોગ બનનારી એજ સ્ત્રી.આજે પ્રગતિનાં પંથે ઉભેલી છતાં પણ ક્યાંકને ક્યાંક અસમાન.
કેમ આજે પણ પુરૂષ મને વાસનાની નજરે જૂએ છે કાં તો અસમાનતા ની નજરે.
આ પ્રગતિ અને વિકાસ કેમ સ્ત્રીનો જ? પુરૂષનો માનસિક વિકાસ તો ત્યાંનો ત્યાં જ અટકેલો છે.
કેમ એવું ન બને કે પુરૂષ મને ખરાબ નજરે જૂએ તો તેની આત્માને ડંખ લાગે; તેની રુહ કાંપી ઉઠે.
એવું ન બની શકે કે પુરૂષની નજરમાં મારી એકસમાન જીવની આકૃતિ હોય નહિં કે વાસનાન નો શિકાર અને અસમાનતાની નજર.
મહાભારતમાં ભિષ્મએ કરેલી ભુલ મને આજે પણ યાદ છે. ભિષ્મએ અંબાને તિરસ્કૃત કરી હતી. એજ અંબા ભિષ્મનાં મૃત્યુ નું કારણ બનીને શિખંડીની તરીકે સામે આવી હતી.
આજે પણ હું ‘સ્ત્રી’ એજ “શક્તિ” ધરાવું છું. પણ એ શક્તિનો ઉપયોગ કરી કોઇનો નાશ કરવો એના કરતાં એવું ન થાય કે પુરૂષનું કર્મ જ એવું હોય કે સ્ત્રીને કોઇપણ રીતે સહન ન કરવું પડે અને સદાય રક્ષણ મળે.ત્યારેજ આ વાક્ય ખરાંઅર્થે સાચું બનશે કે,
” यत्र नार्यस्तु पूजयन्ते, रमन्ते तत्र देवता।”
Guest Author
‘હેત્વી’ સોલંકી