તાજેતરમાં જ કરવામાં આવેલા નવા રસપ્રદ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે એક્ટિંવ સેક્સ લાઈફ યુવા અને સ્લીમ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સેક્સથી એકબાજુ વિટામીન ડીના સ્કીન પ્રોડક્શને પ્રોત્સાહન મળે છે. જ્યારે બીજા નિષ્ણાંતોનું કહેવું છે કે એક્ટિંવ સેક્સ લાઈફથી વધુ યુવા દેખાવામાં પણ મદદ મળે છે. અભ્યાસના ભાગરૂપે જેનીફર ડક્કરલી નામના નિષ્ણાંતે ૧૦ જેટલા પ્રશ્નો તમામને પૂછ્યા હતા જેના ભાગરૂપે એક્ટિંવ સેક્સ લાઈફથી શું ફાયદો થશે તે પ્રશ્નનો પણ સમાવેશ થાય છે. આ પ્રશ્નના જવાબમાં મોટાભાગના લોકોએ કહ્યું હતું કે એક્ટીવ સેક્સ લાઈફથી ખુશખુશાલ રહેવામાં પણ મદદ મળે છે. ૩૦-૪૦ અને ૫૦ વર્ષની વયમાં નિયમિતપણે સેક્સ માણનાર પુરુષોમાં હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે તેવા કોઈપણ પુરાવા મળ્યા નથી જેથી આ અંગેની માન્યતા પણ બિલકુલ ખોટી છે.
બીજી બાજુ ફિનિશ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે એક સપ્તાહમાં બે વખત સેક્સ માણી રહેલા પુરુષોમાં લાઈફના મોડાના તબક્કામાં નપુસંકતાનો ખતરો પણ રહેતો નથી. બ્રિટનના જાણીતા અખબાર ડેલી સ્ટારે અભ્યાસના તારણોને તાકીને જણાવ્યું છે કે આનાથી સ્ટ્રેસ અથવા તો ટેન્શન પણ દૂર થાય છે. સેક્સ કુદરતી ટેન્શન દૂર કરનાર પરિબળ સમાન છે. આ ઉપરાંત નિયમિત સેક્સના અન્ય ફાયદાઓ પણ જણાવવામાં આવ્યા છે.
૫૦ વયની મહિલાઓને આવરી લઈને કરવામાં આવેલા અન્ય એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે સેક્સથી નકારાત્મકતા દૂર થાય છે. સેક્સ બાદ હકારાત્મક મૂડ રહે છે. સેક્સના કારણે એન્ડોરફિન્સ નામના તત્વો રિલીઝ થાય છે જેનાથી કોઈપણ વ્યક્તિ વધુ સારો અનુભવ કરે છે. લાઈફમાં ફિટ અને સ્લીમ રહેવા માટે સેક્સ ઉપયોગી હોવાનો મત વ્યક્ત કરવામાં આવ્યો છે. સેક્સમાં ઘણી બધી મશલ એક્ટીવીટી સંકળાયેલી છે જે શરીરને એક્ટીંવ રાખવામાં મદદરૂપ બને છે.