દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં લોકપ્રિય પ્રતિભા ટાવરને તોડી પાડવામાં આવ્યા બાદ કેટલીક વિગત સપાટી પર આવી રહી છે. આ વિગત તમામને હેરાન કરી દેનાર છે. પ્રતિભા ટાવરને ૩૫ વર્ષના લાંબા ગાળા બાદ તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.એમ કહેવામાં આવે છે કે આ ટાવરના નિર્માણ વેળા મોટા પાયે ગેરરિતી થઇ હતી. આને દેશના પ્રથમ ફ્લોર સ્પેસ કોંભાડ તરીકે ગણવામાં આવ્યા બાદ તેની ચર્ચા તમામ સંબંધિતોમાં રહી હતી.
આ કોંભાડનો પર્દાફાશ વર્ષ ૧૯૮૪માં કરવામાં આવ્યો હતો. એ વખતે તત્કાલીન કલેક્ટર અરૂણ ભાટિયા દ્વારા ઇમારતનુ નિરીક્ષણ કરવામાં આવ્યા બાદ તે અંગે તમામ માહિતી એકત્રિત કરી હતી. તપાસમાં એવી વિગત ખુલી હતી કે બિલ્ડરની પાસે ૭૧૯૭ વર્ગ મીટર જમીન હતી. પરંતુ બિલ્ડરે ખોટુ નિવેદન કરીને આને ૯૨૮૨ વર્ગ મીટર તરીકે ગણાવીને તેના પર કામગીરી હાથ ધરી હતી. જેના પર ૨૮ના બદલે ૩૭ ફ્લોર ઉભા કરવામાં આવ્યા હતા. આના પર ૨૭૦૦૦ વર્ગ ફુટ જેટુલ વધારે નિર્માણ કરી લેવામાં આવ્યુ હતુ. હદ તો એ વખતે થઇ હતી જ્યારે કોંભાંડનો પર્દાફાશ થયાબાદ તરત જ કલેક્ટરની બદલી કરી દેવામાં આવી હતી. વર્ષ ૧૯૮૯થી લઇને ૧૯૯૫ વચ્ચેના ગાળામાં કોર્ટના આદેશ બાદ ૩૬ ફ્લોર ધરાવતી આ ઇમારતના આઠ ફ્લોર તોડી પાડવામાં આવ્યા હતા. દરેક માળ પર બે બે ફ્લેટ હતા. જેના મુળ ખરીદાર ખુબ મોટી મોટી હસ્તી હતી.
ઇમારતની ૩૫ સભ્યોની હાઉસિંગ સોસાયટીને હાલમાં બાકીની માળને તોડી પાડવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો. આ કોંભાડનો મામલો સપાટી પર આવ્યા બાદ જ આદર્શ સોસાયટી કોંભાડનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ભારતમાં રિયાલ્ટી સેક્ટરમાં જોરદાર તેજી આવ્યા બાદ ભ્રષ્ટાચારની એક નવી ગંગા શરૂ થઇ હતી. જેમાં સમાજના પ્રતિષ્ઠિત વર્ગના લોકો ડુબકી લગાવી લેવા માટે તૈયાર થઇ ગયા હતા. આ ક્ષેત્રે બિલ્ડરો, અધિકારીઓ, દલાલો અને નેતાઓ વચ્ચે સાંઠગાંઠ મજબુત કરવામાં ભૂમિકા અદા કરી હતી. જા કે આ ગઠબંધન બનાવવા માટેની આડમાં નિયમોની ધજ્જિયા ઉડાવી દેવામા આવી હતી. આ તમામ વર્ગના લોકો રાતોરાત અમીર બની ગયા હતા. આ વાર્તા માત્ર મુંબઇ સુધી મર્યાિદત નથી બલ્કે દેશની છે. જેમ જેમ શહેરોમાં વસ્તીનો બોજ વધતો ગયો તેમ તેમ બહુમાળી ઇમારતોની જરૂરિયાતો વધવા લાગી હતી. જો કે જરૂરિયાત પૂર્ણ કરવા માટે ટાઉન પ્લાનિંગની હાલત કફોડી બની ગઇ હતી. અધિકારીઓની સાથે મળીને બિલ્ડરો પોતાની ઇચ્છાશક્તિ મુજબ નક્શા તેયાર કરાવી રહ્યા હતા. હાલના સમયમાં પણ આવી સ્થિતી પ્રવર્તી રહી છે. દિલ્હી અને એનસીઆરમાં તો અધિકારીઓએ આંખ બંધ કરીને જાહેર ઉપયોગ માટેની જમીન પર ફાળવી દીધી છે. જેના કેટલાક દાખલા બની ચુક્યા છે. જેના કારણે નાગરિકોને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. એવુ પણ જાણવા મળી રહ્યુ છે કે જે જગ્યાએ કચરાના ઢગ હતા ત્યા આજે બહુમાળી ઇમારતો જોઇ શકાય છે. નગરપાલિકા સામે પણ હવે જટિલ સ્થિતી ઉભી થઇ રહી છે. ભ્રષ્ટાચારના આ તરીકાને રોકવાની જરૂર છે.