વેલેંટાઇન વીકનો આજે છઠ્ઠો દિવસ છે એટલે કે ‘કિસ ડે’. એવો દિવસ કે જેના વિશે સાંભળીને પ્રેમીઓના ધબકારા વધી જાય છે. ‘કિસ’ પણ એ એક રીતે લવ એકસપ્રેશન છે. ‘કિસ’ એ પોતાના પ્રિય પાત્ર પ્રતિ પોતાના વ્યવહાર અને ભાવનાઓને વ્યકત કરવા માટેનું પ્રતિક હોય છે, એટલા માટે પહેલી કિસ જેટલી સૌમ્ય હોય એટલી જ સંબંધોમાં વધારે નિખાલસતા જોવા મળશે.
કિસ ડે વેલેન્ટાઇન ડેના વિશિષ્ટ દિવસોમાંથી એક છે જે દરેક વર્ષે યુવાનો અને પ્રેમ કરનારા કપલ્સ દ્વારા ઉજવવામાં આવે છે. આ દિવસે, તમારા પ્રેમ અને લાગણીઓને વ્યક્ત કરવા માટે પ્રેમ કરનારી જોડી અને યુવાઓ પુરા જનુનથી એકબીજાને કિસ (ચુંબન) કરે છે. આ વેલેન્ટાઇન ડે ઉત્સવ સંબંધો માટે નવું જોડાણ અને તાજીગી લાવે છે. પ્રેમ સંબંધને ગાઢ બનાવવાની સાથે સાથે બંને વ્યક્તિ માટે તે એક આનંદદાયક અનુભવ હોય છે અને ઘણી બધી ખુશીઓ સાથે લાવે છે.
એક કિસ એ એક-બીજાના માટે પ્રેમ, જુનુન અને આદરની ભાવના પ્રદર્શિત કરે છે. પૂર્વમાં આ એક પશ્ચિમી સંસ્કૃતિનો ઉત્સવ હતો જે હવે બધા લોકો દ્વારા અને બધી જગ્યાએ ઉજવાય છે. એવું માનવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનના પહેલા ચુંબનને (કિસ) ક્યારેય ભૂલી નથી શકતી કારણ કે તે તેના જીવનનું પ્રથમ અને વિશેષ અનુભવ હોય છે. એક કિસથી આરોગ્ય લાભ પણ થાય છે.
જોકે કિસ કરવા માટે કોઇ ડે ની જરૂર નથી, પરંતુ આ ‘ડે પ્રથા’ના જમાનામાં જયારે એક અહેસાસ અને દરેક સંબંધને નામે એક દિવસ આપવામાં આવ્યો છે તો પછી ‘કિસ’ને કેમ એક્સેપ્શન બનાવવામાં આવે.
દરેક પ્રેમી અને પ્રેમિકા પોતાના સાથીને ‘કિસ’ કરવાની ઇચ્છા ધરાવે છે પણ લગભગ દરેક વખતે તેમને પોતાના સાથીને કિસ કરવા માટે થોડો ઘણો ખચકાટનો સામનો કરવો પડે છે. જો કે પ્રેમી-પ્રેમિકા પ્રથમ વાર એકબીજાને કિસ કરી રહ્યા હોય તો બન્નેનું ખચકાટ અનુભવવું સ્વાભાવિક છે. પ્રથમ વખત તમારા સાથીને કિસ કરવી ખરેખર પડકારરૂપ છે, કારણ કે પ્રથમ વાર કિસ કરતી વખતે તમારા સાથીની પ્રતિક્રિયા કેવી હશે તેના વિશે કંઈ ખબર નથી હોતી.
પહેલી કિસ દરમિયાન ડ્રાય કિસ કરવામાં આવે તો વધારે સારુ રહેશે, એના સિવાય બંધ મોંથી વગર જીભ અડાડી કિસ કરવાથી એ સાબિત થાય છે કે તમે તમારા સાથીની કે પ્રિય પાત્રની વધારે ચિંતા કરો છો.