અમદાવાદ: ઓનલાઈન કોમર્સ ભારતના રીટેલ ક્ષેત્રમાં 2% જેટલો હિસ્સો ધરાવે છે અને વર્ષ 2025 સુધીમાં તે વધીને 10% સુધી પહોંચી જશે. આમ, ભારતમાં ઓનલાઈન બજારનું મૂલ્ય આગામી 7 વર્ષમાં 200 અબજ યુએસ ડોલર થઈ જશે. ભારતનો વપરાશ 800 અબજ યુએસ ડોલર છે, જે સતત વધી રહ્યો છે અને વર્ષ 2025 સુધીમાં તે 2 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે. ભારતની અગ્રણી વેલ્યુકેન્દ્રીત ઈ-કોમર્સ પ્લેટફોર્મ સ્નેપડીલ ભારતના બજારોને ઓનલાઈન પર લઈ આવવાના તેના મિશનમાં ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે.
ભારતમાં રીટેલ ક્ષેત્રમાં 10% હિસ્સો સંગઠિત ક્ષેત્રનો છે જ્યારે 90% અસંગઠિત ક્ષેત્રનો છે. આ અસંગઠિત ક્ષેત્રમાં દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાં ચાલતા વિવિધ બજારોનો સમાવેશ થાય છે. ભૂતકાળમાં રીટેલમાં સંગઠિત ક્ષેત્રનું પ્રભુત્વ વધતાં અસગંઠિત ક્ષેત્ર પર તેની વિપરિત અસર પડી હતી અને તેમનો સામનો કરવા માટે તેમની પાસે કોઈ સંશાધનો નહોતા. સ્નેપડીલે એક એવું બજારસ્થળ ઊભું કર્યું, જ્યાં આ વિક્રેતાઓને ઓનલાઈન પર જવાની અને તેમનો વિકાસ કરવાની તક મળી.
સ્નેપડીલ જેવા વિશ્વસનીય બજાર સ્થળોના વિકાસે નાના વિક્રેતાઓને ઓનલાઈન કામગીરીના વિસ્તરણ મારફત તેમના કારોબારના વિકાસની મજબૂત અને ભાવી માટે તૈયાર થવાની તક પૂરી પાડી છે. સમગ્ર દેશમાં 5,00,000થી વધુ વિક્રેતાઓએ સ્નેપડીલ મારફત ઓનલાઈન બજારમાં પ્રવેશવાની તક ઝડપી લીધી છે.
ભારતમાં ઈ-કોમર્સ બજાર માત્ર કદની રીતે જ નહીં પરંતુ વૈવિધ્યતાની રીતે પણ વિકસી રહ્યું છે. વર્ષ 2018માં ભારતના ઈ-કોમર્સ બજારમાં દ્વિતીય અને તૃતિય સ્તરના શહેરોના ખરીદદારોની પણ ઝડપી વૃદ્ધિ જોવા મળી હતી. કેટલાક સ્પષ્ટ અને કેટલાક ઊભરતાં કારણોસર ભારતના નોન-મેટ્રો શહેરોમાં પણ ઇ-કૉમર્સનો વિકાસ 2019માં અને આગામી કેટલાક વર્ષોમાં વેગ પામશે.
ગુજરાત સ્થિત વેપારીઓ સ્નેપડીલ પર ફેશનના સૌથી વધુ વિક્રેતા છે અને સમગ્ર દેશમાં ખરીદદારોને સેવા આપે છે. ગુજરાત સ્થિત વિક્રેતાઓ દ્વારા ઓનલાઈન પર વેચવામાં આવતી કેટલીક લોકપ્રિય ફેશન વસ્તુઓમાં જ્યોર્જેટ સાડીઓ, બનારસી સાડીઓ, અનારકલી સ્યુટ અને લહેગાંનો સમાવેશ થાય છે.
ગુજરાત સ્થિત અનેક વિક્રેતાઓએ આગામી પેઢી માટે નવો કારોબાર સર્જવાની ઓનલાઈન તકનો ઉપયોગ કર્યો છે. તે ગુજરાતના વ્યાપિરક પરિવારોને ઝડપથી આગળ વધવાની દૂરદર્શી ઉદ્યોગસાહસિક્તાની લાક્ષણિક્તા છે. ગુજરાતી વેપારીઓ હંમેશા નવી તકોને શોધવામાં અને તેનો ઉપયોગ કરવામાં આગળ હોય છે.
ગુજરાતમાં સ્નેપડીલના ગ્રાહકોમાં વેલ્યુ-પ્રાઈઝ્ડ બજેટ ફોન્સ, ઈલેક્ટ્રોનિક એસેસરીઝ, સેલર બ્રાન્ડેડ ફેશન અને દૈનિક ઘરગથ્થુ ઉપયોગી વસ્તુઓ ખૂબ જ લોકપ્રિય છે. અમદાવાદમાં ગ્રાહકોના પસંદગીના કેટલાક ઉત્પાદનોમાં બાઈક ફેસ માસ્ક, સ્માર્ટ ફિટનેસ બેન્ડ્સ, રસોડાની વસ્તુઓ, હેર સ્ટ્રેઈટનર્સ વગેરેનો સમાવેશ થાય છે. ભારતના બજારોમાંથી ખરીદદારોને વિવિધ પ્રકારની વસ્તુઓમાંથી ખરીદવામાં મદદ કરવા માટે, સ્નેપડીલ પાસે બહુવિધ પ્રાઇસ પોઇન્ટ, પ્રામાણિક ખરીદદાર સમીક્ષાઓ અને ઉત્પાદનના ખરીદદારોની રેટિંગ્સ અને એપ્લિકેશન અને વેબસાઇટ નેવિગેટ કરવાનું સરળ બનાવ્યું છે.
ભારતમાં અંદાજે 90 ટકા રીટેલ પર અસંગઠિત ક્ષેત્રનું પ્રભુત્વ છે અને તે ભારતના બજારોમાં માલ વેચે છે, જે ઓનલાઈન બજારના વિસ્તરણ માટે અસાધારણ તકો પૂરી પાડે છે. ઈ-કોમર્સ ખરીદદારોના આ નવા ગ્રાહકો પરંપરાગત ખરીદીના બદલે બ્રાઉઝિંગ અને ઓનલાઈન શોધ પાછળ વધુ સમય ખર્ચશે. આમ, ઉચ્ચ સ્તરની ખરીદી માટે માત્ર કાર્યક્ષમતાના બદલે શોધવાની સરળ અને મૈત્રિપૂર્ણ રીતોનું વિસ્તરણ જરૂરી બનશે. ખરીદદારો તેમનો ઓનલાઈન ખરીદીનો અનુભવ મનોરંજક બની રહે તેમ ઈચ્છશે. ભારતીય ગ્રાહકો ખરીદી કરવા નિકળે એટલે તેઓ મસ્તી કરવા ઈચ્છતા હોય છે અને વિઝ્યુઅલ, રંગબેરગી અને સંગીતવાદ્યોનું મિશ્રણ તેમને ગમે છે. સ્નેપડીલ ભારતના બજારોને ઓનલાઈન પર લઈ આવવામાં અને વિક્રેતાઓ માટે ખરીદીનો અનુભવ વધુ ઉત્પાદક અને અસરકારક બનાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં અગ્રેસર છે.
સ્નેપડીલ એક એવું વિશ્વસનીય બજાર સ્થળ છે, જ્યાં તે કોઈ જ ઈન્વેન્ટરી ધરાવતી નથી અથવા ‘પસંદગીના વિક્રેતા’ પર ભાર નથી આપતી કે તે પોતાના ખાનગી લેબલ્સ પણ લગાવતી નથી. સ્નેપડીલ પર બધા જ વિક્રેતાઓ તેમની પસંદગી અને કિંમતના સમાન આધાર પર સ્પર્ધા કરે છે. ટેક્નોલોજી ટૂલ્સનો ઉપયોગ કરીને સ્નેપડીલ વિક્રેતાઓને તેમના જીએસટી નંબર્સ દ્વારા તુરંત સાઈન અપ કરવા સક્ષમ બનાવે છે. તે વિક્રેતાઓને વિવિધ ઈન્વેન્ટરી પ્લાનિંગ ટૂલ્સ, કેટલોગ વધારવા માટે માર્ગદર્શન, ગોદામોના સંચાલનની સિસ્ટમ અને એકાઉન્ટિંગ ટૂલ્સ પણ પૂરા પાડે છે, જે સરળ હોવાની સાથે અસરકારક પણ છે.
સ્નેપડીલ જેવા વિશ્વસનીય બજાર સ્થળ માટે વિવિધ પ્રદેશોના વિક્રેતાઓની સંખ્યામાં વધારો થવાથી બધા જ નૉન-મેટ્રોઝના ખરીદદારો માટે સૌથી સુસંગત વેપારી વિસ્તરણ કરવામાં પણ મદદ મળે છે.
આ પ્રારંભિક ગ્રાહકો બજારની વૃદ્ધિને ચાલુ રાખશે ત્યારે આગામી 10 કરોડ ઈ-કોમર્સ ખરીદદારો હવે ઓનલાઈન બજારમાં પ્રવેશી રહ્યા છે અને આ વર્ગ ખૂબ જ વૈવિધ્યસભર છે. તેમાંથી મોટાભાગના ભારતના મોટા શહેરોમાંથી બહાર રહે છે અને તેમના માટે ઓનલાઈન ખરીદી મહત્વાકાંક્ષી શરૂઆત છે અને તેમનામાં બ્રાન્ડ અંગે જાગૃતિ વધી રહી છે. જોકે, તેમની ફાજલ આવક મર્યાદિત હોવાના કારણે પ્રીમિયમ બ્રાન્ડ્સની વસ્તુઓની ખરીદીની ક્ષમતા મર્યાદિત છે. જોકે, તેમની વિપુલ સંખ્યાના પગલે ઓનલાઈન બજારો તેમની જરૂરિયાતોને ઝડપથી અપનાવી રહ્યા છે.
ઈન્ટરનેટ બેન્ડવિડ્થના વિસ્તરણના પગલે ઓનલાઈન ખરીદીનો અનુભવ વધુ સુલભ બની રહ્યો છે. કેટલાક વર્ષ પછી ગ્રાહકો જ્યારે ભૂતકાળ તરફ નજર કરશે ત્યારે ઓનલાઈન ઉત્પાદનો ખરીદવા માટે તેમણે પસાર કરેલા સમયને જોઈને તેઓ હસશે. ઓનલાઈન વીડિયો ક્રાંતિનો લાભ એવા અજાણ્યા વિક્રેતાઓની બ્રાન્ડ્સને મળશે, જેઓ ક્યારેય ટેલિવિઝન પર તેમના ઉત્પાદનોની જાહેરાતો કરવા સક્ષમ બની શકે તેમ નથી. તેઓ સ્માર્ટફોન કેમેરા અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ટ્રાફિકના વ્યાપક પ્રવાહના પગલે લગભગ નહિવત ખર્ચમાં તેમના ઉત્પાદનોની જાહેરાતો કરવા સમર્થ બની શકશે. આજના ઓનલાઈન વિક્રેતાઓ રાષ્ટ્રીય સ્તરે પ્રસારની તક મેળવી શકશે અને સંભવત: તેઓ આવતીકાલની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ પણ બની શકે છે.
ડિજિટલ ક્રાંતિની શરૂઆત મેટ્રોમાં થઈ હતી ત્યારે નાના શહેરોના ગ્રાહકો હવે ‘તેમનો સમય આવ્યો’ હોવાનું અનુભવી રહ્યા છે. ભારતીય ઈ-કોમર્સ હજી 1.0ની આવૃત્તિમાં છે અને આ ક્ષેત્ર અત્યાર સુધી જે હતું તેના કરતાં હવે એકદમ અલગ દેખાશે, તેનું મુખ્ય કારણ એ છે કે ઓનલાઈન પર આવી રહેલા નવા ગ્રાહકો હવે એકદમ અલગ માગ અને વ્યવહાર દર્શાવે છે. ઈ-કોમર્સ હવે વિકસિત વિશ્વની મહત્વાકાંક્ષાઓ અને વિકાસશીલ વિશ્વની વાસ્તવિક્તાઓ વચ્ચેનું અંતર ઘટાડવા માટે ઓનલાઈન ગ્રાહકોને મદદરૂપ થવામાં મહત્વની ભૂમિકા ભજવશે.