સ્ટ્રોકના દર્દીઓને યોગાથી ફાયદો થાય છે. તાજેતરમાં જ કરવામાં આવેલા નવા સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે સ્ટ્રોક બાદ સારવાર હેઠળ રહેલા ઇન પેશન્ટ અથવા આઉટ પેશન્ટ માટે યોગા મહત્વપૂર્ણ છે. યોગાથી સ્ટ્રોકના દર્દીઓને રિકવર થવાથી ફાયદો થાય છે. અમેરિકામાં ઇન્ડિયાના યુનિવર્સિટી અને અન્ય યુનિવર્સિટીના નિષ્ણાંતો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે સ્ટ્રોકના કારણે હતાશ રહેલા લોકોને યોગાથી સીધો ફાયદો થાય છે. અભ્યાસના ભાગરૂપે સ્ટ્રોકનો શિકાર થઈ ચૂકેલા લોકોની જીવન શૈલીના પાસાંઓમાં ધ્યાન આપવામાં આવ્યું હતું.
અભ્યાસમાં ભાગ લીધેલા દર્દીઓમાં યોગાને સામેલ કરવામાં આવ્યા બાદ આઠ સપ્તાહના ગાળામાં જ સુધારો થયો હતો. સ્ટ્રોકના હુમલા બાદ જુદી જુદી થેરાપીમાંથી પસાર થઈ રહેલાં અથવા તો સારવાર લઈ રહેલા પુરુષો અને મહિલાઓમાં યોગાથી રિકવરીમાં મદદ મળે છે. રોડબસ વીએ મેડીકલ સેન્ટરમાં રિચર્સ વૈજ્ઞાનિકનું કહેવું છે કે સ્ટ્રોકના હુમલા બાદ સામાન્ય તાકાતમાં ઘટાડો થાય છે. આ ઉપરાંત ફ્લેક્સીબીલીટી ઘટી જાય છે. સ્ટ્રોક લાંબાગાળે વિકલાંગતા લાવી શકે છે. અભ્યાસના ભાગરૂપે મોટી સંખ્યામાં લોકોને આવરી લેવામાં આવ્યા હતા. યોગાના પ્રોગ્રામમાં ભાગ લીધા બાદ તેની અસર કઈ રીતે થઈ રહી છે તેના આંકડા એકત્રિત કરવામાં આવ્યા હતા.