લખનૌ : લોકસભા ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશમાં મોટી જવાબદારી પ્રિયંકા ગાંધી વાઢેરાએ સંભાળી લીધી છે પરંતુ તેમના માટે અનેક પડકારો છે. કોંગ્રેસની હાલત ઉત્તરપ્રદેશમાં નહીવત સમાન બનેલી છે. આવી સ્થિતિમાં તેમની સામે મજબૂત સ્થિતિ મજબૂત પાર્ટીઓ સામે ટક્કર લેવાની બાબત મુશ્કેલરુપ રહેશે. કમજાર સંગઠન, નબળા નેતાઓ, પૂર્વાંચલમાં હાલત કફોડી, વોટબેંકની રાજનીતિ અને જીતી શકાય તેવા ઉમેદવારો પાર્ટીમાં નહીં હોવાથી કોંગ્રેસની હાલત કફોડી બનેલી છે.
૧૯૮૯માં ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસના હાથમાંથી સરકાર નિકળી ગયા બાદ ક્ષેત્રિય પાર્ટીઓ આગળ વધી ગઈ છે. સપા અને બસપાની સ્થિતિ મજબૂત બની ગઈ છે ત્યારે કોંગ્રેસ પાર્ટી ખુબ પાછળ ફેંકાઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી મોદી લહેર વચ્ચે ૨૦૧૪માં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. લોકસભાની સાથે સાથે વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપે જારદાર સપાટો બોલાવ્યો હતો અને બસપા અને સપા સહિત કોંગ્રેસનો સફાયો થયો હતો. આ તમામ પડકારો વચ્ચે તેમની સામે અનેક પડકારો છે. પ્રિયંકા સામે સૌથી મુશ્કેલ મોદી અને યોગીની જોડીને રોકવાનો છે. પૂર્વાંચલની ૪૩ લોકસભા સીટો પર મુલ્યાંકન માટે પ્રિયંકા પાસે વધારે સમય નથી. અમેઠી અને રાયબરેલી સુધી મર્યાદિત રહેલા પ્રિયંકાને મોટા ક્ષેત્રિય ચિત્રને સમજવાની બાબત ખુબ મોટી સમસ્યા તરીકે સાબિત થઇ શકે છે. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી બંને પાર્ટીઓ મજબૂતી તરફ આગળ વધી રહી છે. પ્રિયંકાની મદદમાં વરિષ્ઠ નેતાઓ પણ જાડાયા છે.