અમદાવાદ: ગુજરાત સ્વાઈન ફ્લુના સકંજામાં આવી ગયું છે. આજે વધુ ચાર લોકોના સ્વાઈન ફ્લુના કારણે મોત થયા હતા. આની સાથે જ મોતનો આંકડો વધીને ૪૭ ઉપર પહોંચી ગયો હતો. જ્યારે આજે ૨૪ કલાકમાં જ ૫૭ નવા કેસો સપાટી ઉપર આવતા કેસોની સંખ્યા વધીને ૯૫૫ ઉપર પહોંચી ગયો છે. હજુ પણ ૩૫૫ લોકો સારવાર હેઠળ હોવાના અહેવાલ મળી રહ્યા છે જે પૈકી અનેક હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જાન્યુઆરી મહિનામાં જ કેસોની સંખ્યા રેકોર્ડ સ્તર પહોંચી હતી. ફેબ્રુઆરી મહિનામાં પણ કેસો સતત વધી રહ્યા છે. સ્વાઈન ફ્લુનો આતંક યથાવતરીતે જારી રહ્યો છે.
આજે પણ વધુ ચાર લોકોના મોત થતાં મોતનો આંકડો વધીને ૪૭ ઉપર પહોંચી ગયો હતો. આજે જે ચાર લોકોના મોત થયા હતા તે પૈકી ભાવનગર, ભરુચ, જામનગર અને કચ્છમાં એક-એક વ્યક્તિનું મોત થયું હતું. નવા વર્ષમાં મોતનો આંકડો રોકેટગતિએ વધતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. આજે એક જ દિવસમાં ૫૭ નવા કેસો સપાટી ઉપર આવ્યા હતા. સિઝનલ ફ્લુથી મોતના બનાવો વધતા તંત્રમાં ભાગદોડ મચી ગઈ છે. પ્રદેશમાં સ્વાઈન ફ્લુનો આતંક કાબૂ બહાર થયેલો છે. પહેલી જાન્યુઆરીથી લઇને આજે મંગળવાર સુધી ૩૬ દિવસના ગાળામાં દર્દીઓની સંખ્યા ૯૫૫થી પણ ઉપર પહોંચી ગઈ છે. સોમવારના દિવસે પણ નવા ૬૫ કેસ નોંધાયા બાદ આજે મંગળવારના દિવસે વધુ ૫૭ કેસ સપાટી ઉપર આવ્યા હતા.
અમદાવાદમાં સૌથી વધારે સ્વાઈન ફ્લુના કેસ સપાટી ઉપર આવી રહ્યા છે. ઉપરાંત સુરત, વડોદરા, જુનાગઢ મનપામાં પણ કેસ સપાટી ઉપર આવ્યા છે. આ વર્ષે રાજ્યમાં સ્વાઈન ફ્લુના દર્દીઓની સંખ્યા ૯૫૫થી પણ ઉપર પહોંચી ચુકી છે. બિનસત્તાવારરીતે આંકડો ૯૦૦થી ઉપર છે. ૪૪૪થી વધુ દર્દીઓ પુરતી સારવાર લીધા બાદ સ્વસ્થ થઇને ઘરે જતાં રહ્યા છે જ્યારે આશરે ૩૫૫ દર્દીઓ સારવાર હેઠળ છે. સારવારના ગાળા દરમિયાન જ ૪૭ દર્દીઓના મોત થઇ ચુક્યા છે. સ્વાઈન ફ્લુને રોકવા માટે તંત્ર તરફથી તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. સિઝનલ ફ્લુના કારણે અનેક દર્દીઓ સરકારીની સાથે સાથે ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. વડોદરા અને અમદાવાદમાં સ્વાઈનફ્લૂનો આતંક વધારે દેખાઈ રહ્યો છે. સ્વાઈન ફ્લૂથી બચવા માટે તંત્ર દ્વારા અલગ વ્યવસ્થા અમદાવાદ સહિતના મહાનગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી હોસ્પિટલમાં કરવામાં આવી છે. ગયા વર્ષે સ્વાઈન ફ્લૂના મોટી સંખ્યામાં કેસો નોંધાયા હતા. તંત્ર દ્વારા આંકડા પણ જારી કરવામાં આવ્યા હતા. દેશના સ્વાઈન ફ્લૂ ગ્રસ્ત સૌથી વધારે આંકડા ધરાવતા રાજ્યોમાં ગુજરાત પણ સામેલ રહ્યું હતું. રાજસ્થાન સહિતના રાજ્યોમાં સ્વાઈન ફ્લૂના કેસો સપાટી પર આવી ચુક્યા છે. અમદાવાદ સહિત રાજ્યમાં સ્વાઈન ફ્લુના કારણે ખળભળાટ મચી ગયો છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લુના મોત ૨૦૧૯માં દેશમાં ત્રીજા સૌથી વધુ થયા છે.