વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્તમાન અવધિના અંતિમ વચગાળાના બજેટમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના અથવા તો પીએમ કિસાનની જાહેરાત કરવામાં આવી છે. જો કે આ યોજનાની સફળતા રાજ્યો પર આધારિત રહેલી છે. રાજ્યો દ્વારા જા ઇચ્છાશક્તિ દર્શાવવામાં આવશે તો જ કેન્દ્રની આ અસરકારક યોજનાનો લાભ લોકોને મળી શકશે. બજેટ ભાષણમાં વચન આપવામાં આવ્યુ છે કે પીએમ કિસાન યોજના હેઠળ પ્રથમ ઇન્સ્ટોલમેન્ટ ૩૧મી માર્ચ ૨૦૧૯ પહેલા તમામના ખાતામાં જમા કરવામાં આવનાર છે. સુધારવામાં આવેલા અંદાજ મુજબ આના માટે ૨૦ હજાર કરોડ રૂપિયાની જોગવાઇ પણ કરવામાં આવી છે. આનો અર્થ છે કે હવે ખેડુતોને પ્રથમ ઇન્સ્ટોલમેન્ટની રકમ ચુકવી દેવા માટે બે મહિનાનો સમય રહ્યો છે. જો કે આ યોજનાને અમલી કરવાની બાબત એટલી સરળ દેખાઇ રહી નથી. કારણ કે દેશના કેટલાક રાજ્યોએ વર્ષ ૧૯૩૦ બાદ જમીન રેકોર્ડ અપડેટ કર્યા નથી. પીએમ કિસાન યોજનામાં અપડેટ વગર જમીન રેકોર્ડના લાબાર્થીઓના ડેટા બેઝ તૈયાર કરવા અને તેને ખાતા સાથે જોડી દેવાની બાબત સરળ દેખાતી નથી. માત્ર બે મહિનાના ગાળામાં આ બાબત શક્ય બનશે કે કેમ તેને લઇને પ્રશ્ન થઇ રહ્યા છે. બજેટ ભાષણમાં કહેવામાં આવ્યુ છે કે યોજના હેઠળ દર વર્ષે નાના અને સિમાંત ખેડુતોના વર્ગના દરેક ખેડુતને છ હજાર રૂપિયા વર્ષે જમા કરવામાં આવનાર છે. ખેડુત આ રકમથી ખાતર, બિયા અને અન્ય જરૂરી ચીજાની ખરીદી કરી શકશે.
બે હજાર રૂપિયાના એક સમાન ત્રણ ઇન્સ્ટોલમેન્ટ ખેડુતના ખાતામાં જમા કરવામાં આવનાર છે. સરકારે ડિસેમ્બર ૨૦૧૮થી આને અમલી કરવાની જાહેરાત કરી દીધી છે. આ તો યોજનાની વાત થઇ. હવે આ બાબત પણ ધ્યાન આપવાની જરૂર છે કે આનો લાભ ખેડુતોને કઇ રીતે મળશે. વર્ષ ૨૦૧૫-૧૬ના કૃષિ વસ્તીના આંકડાને જાવામાં આવે તો દેશમાં ૧૪.૨ કરોડ ખેડુત રહેલા છે. જે પૈકી ૧૨.૬ કરોડ ખેડુતો નાના અને સિમાંત છે. જેમની પાસે બે હેક્ટર કરતા ઓછી જમીન છે. યોજનાના છ હજાર રૂપિયા આ ખેડુતને આપવાની વાત કરવામાં આવી છે. આને સમજી લેવા માટે સૌથી પહેલા નાબાર્ડના ઓલ ઇન્ડિયા ફાયનાન્સિયલ સર્વેમાં આપવામાં આવેલા ખેડુતોની આવકના આંકડા પર ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે.
સર્વેના કહેવા મુજબ નાના અને સિમાંત ખેડુતોશ્રેણીન આવક વર્ષ ૨૦૧૫-૧૬માં ૭૯ હજાર રૂપિયાથી લઇને એક લાખ ૧૯ હજાર ૮૭૯ રૂપિયા હતી. એટલે કે પીએમ કિસાનની રકમ પ્રતિ વર્ષે તેમની વર્તમાન આવકના માત્ર પાંચથી આઠ ટકા છે. તેલંગણા અને ઓરિસ્સામાંમાં જારી યોજનાની દ્રષ્ટિએ જાવામાં આવે તો આ રકમ ખુબ ઓછી છે. મે ૨૦૧૮માં તેલંગણા સરકારે રાયતુ બંધુ યોજના શરૂ કરી હતી. જેમાં પોતાના ખેત ધરાવનાર દરેક ખેડુતના ખાતમાં કોઇ પણ શરત વગર બે વખત પ્રતિ એકર ચાર ચાર હજાર રૂપિયા જમા કરવામાં આવે છે. ખરીફ ૨૦૧૯ માટે આ રકમ પાંચ હજાર રૂપિયા કરવામાં આવી છે. સમગ્ર પ્રદેશમાં જમીન રેકોર્ડ વ્યવસ્થિત કરીને તેને લાભાર્થીઓના ખાતામાં રકમ જમા કરવામા આવી છે.
અલબત્ત આ યોજનામાં પણ શરૂઆતમાં કેટલીક મોટી સમસ્યા સપાટી પર આવી હત. મતલબ સાફ છે કે પીએમ કિસાનની પ્રતિ વર્ષ તેમની હાજરીની રકમ વર્તમાન આવક કરતા પાંંચથી આઠ ટકા છે. આવી જ રીતે ઓરિસ્સામાં પણ ડિસેમ્બર ૨૦૧૮માં ઓરિસ્સા સરકારે ખેડુતો માટે કૃષક યોજના શરૂ કરી હતી. આ યોજનાના ભાગરૂપે ખેડુતોના ખાતામાં વર્ષમાં બે વખત પાંચ પાંચ હજાર રૂપિયા જમા કરવામાં આવે છે. આયોજના તેલંગણા કરતા વધારે સારી યોજના હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. કારણ કે આ સ્કીમ વધારે સરળ રાખવામાં આવી છે. સૌથી જોવાલાયક બાબત એ છે કે બજેટમાં જાહેર કરવામાં આવેલી સ્કીમ પહેલી ડિસેમ્બર ૨૦૧૮થી અમલી કરવામાં આવનાર છે. પહેલી ઇન્સ્ટોલમેન્ટની રકમ ૩૧મી માર્ચ પહેલા જમા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓછા સમયમાં આ યોજનાને અમલી કરવાની બાબત સરકારની સામે પડકારો ઉભા કરે છે. કેટલાક રાજ્યોમાં તો વર્ષ ૧૯૩૦ બાદના જમીન રેકોર્ડ પણ ખેડુતોના નથી. અથવા તો રેકોર્ડ અપડેટ કરવામાં આવ્યા નથી.