મુંબઈ : શેરબજારમાં શરૂ થતાં નવા કારોબારી સેશનમાં ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા સહિત છ મુખ્ય પરિબળો દલાલસ્ટ્રીટમાં કારોબારની દિશા નક્કી કરવામાં ભૂમિકા અદા કરશે. વચગાળાના બજેટમાં આપવામાં આવેલા બુસ્ટર ડોઝ અને ફેડ પોલિસીમાં લેવામાં આવેલા પગલાના પરિણામ સ્વરુપે શેરબજારમાં તેજીનો માહોલ રહેવાની શક્યતા છે. વચગાળાના બજેટના દિવસે ઉછાળો નોંધાયા બાદ આ તેજીનો સિલસિલો જારી રહી શકે છે. ત્રીજા ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા હવે જારી કરવામાં આવનાર છે. જાન્યુઆરી એફએન્ડઓ સિરિઝની પૂર્ણાહૂતિની અસર પણ જાવા મળશે. બજેટમાં લેવામાં આવેલા પગલાના લીધે માર્કેટમાં તેજી આવવાની શક્યતા દેખાઈ રહી છે. આવતીકાલે કારોબાર શરૂ થયા બાદ અનેક શેરોમાં લેવાલી જામી શકે છે. છેલ્લા સપ્તાહમાં સેંસેંક્સ ૪૪૪ પોઇન્ટ અને નિફ્ટી ૧૧૩ પોઇન્ટ ઉછલીને બંધ રહ્યા હતા.
ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. બીજી બાજુ અમેરિકા અને ચીન વચ્ચે વેપાર મંત્રણા અસરકારક સાબિત થઇ નથી. તેના સારા પરિણામ મળી રહ્યા નથી. આવી સ્થિતિમાં શેરબજારમાં છ પરિબળો ઉપર તમામની નજર રહેશે. આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષા, ત્રિમાસિક કમાણીના આંકડા અને વૈશ્વિક ઘટનાક્રમ બજારની દિશા નક્કી કરશે. કેટલાક હેવીવેઇટ દ્વારા પોતાના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. માર્કેટનું ધ્યાન ખેંચી શકે તેવા જે કંપનીના આંકડા જારી કરવામાં આવનાર છે તેમાં તાતા મોટર્સ, તાતા સ્ટીલ, ટેક મહિન્દ્રા, લ્યુપિન, પંજાબ નેશનલ બેંક, એચપીસીએલ, બીપીસીએલ, એસીસી અને એપોલો ટાયરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જાન્યુઆરી મહિના માટે માઇક્રો મોરચા ઉપર પીએમઆઈના આંકડા મંગળવારના દિવસે જારી કરવામાં આવનાર છે. સર્વિસ સેક્ટર માટે ડિસેમ્બર સર્વિસ પીએમઆઈનો આંકડો ૫૩.૨ રહ્યો હતો જે નવેમ્બર મહિનામાં ૫૩.૭ રહ્યો હતો.
વૈÂસ્વક મોરચે માર્કેટમાં ચીનના પીએમઆઈ આંકડા જાન્યુઆરીમાં જારી કરવામાં આવ્યા ન હતા જે હવે જારી કરવામાં આવનાર છે. બેંક ઓફ ઇન્ડિયાની બેઠકમાં ગુરુવારના દિવસે વ્યાજદરના સંદર્ભમાં નિર્ણય લેવામાં આવનાર છે જેમાં બ્રેકઝીટની બાદબાકીને લઇને ચર્ચા કરવામાં આવનાર છે. બેંક ઓફ ઇંગ્લેન્ડની ગણતરી ઉપર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. ગવર્નર માર્ક કાર્ને અને તેમના સાથીઓ વ્યાજદરની સ્થિતિ હાલ યથાવત રાખી શકે છે. ચીની બજારમાં સ્પ્રિંગ ફેસ્ટિવલને લઇને સપ્તાહ માટે રજા આવનાર છે જેથી મુખ્ય ધ્યાન અમેરિકી માર્કેટ ઉપર કેન્દ્રિત થશે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ સંકેત આપી રહ્યા છે. આવી સ્થિતિમાં કમાણીના આંકડા અને માઇક્રો મોરચા ઉપર પીએમઆઈના આંકડા મુખ્ય ભૂમિકા અદા કરશે. ફિસ્કલ ડેફિસિટના આંકડા બજેટમાં જારી કરવામાં આવી ચુક્યા છે. શેરબજાર દ્વારા પણ બજેટનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં શરૂ થતાં કારોબારમાં કેવી સ્થિતિ રહે છે તેના ઉપરક તમામની નજર રહેશે.