દેશમાં ખેડુતોની હાલત દિન પ્રતિદિન ખરાબ થઇ રહી છે. ખેડુતો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ એક એવા ક્ષેત્ર તરીકે હવે છે જેમાં ખર્ચ તો સતત વધી રહ્યા છે પરંતુ આવક નોંધપાત્ર રીતે ઘટી રહી છે. ખેતી હવે નુકસાનના સૌદા તરીકે છે. ખેડુત તક મળતાની સાથે જ આને છોડીને મુશ્કેલીમાંથી બહાર આવવા માટે ઇચ્છુક છે. વર્ષ ૨૦૧૧ના આંકડાને ધ્યાનમાં લેવામાં આવે તો દેશમાં ૨૦૦૦ ખેડુતો દરરોજ ખેતી છોડી રહ્યા છે. છેલ્લા સાત વર્ષના ગાળામાં આ સંખ્યા વધારે ઝડપથી વધી ગઇ છે. અભ્યાસ કહે છે કે માત્ર બે ટકા ખેડુતોના બાળકો જ ખેતીને પ્રોફેશન તરીકે જાળવી રાખવા માટે હવે ઇચ્છુક છે. બાકી ખર્ચને એકબાજુ રાખીને પણ માત્ર ખેતીના ખર્ચ પર ધ્યાન આપવામાં આવે તો તે પણ નોંધપાત્ર રીતે વધે છે.જ્યારે આવક તો ઘટી રહી છે.
અત્રે નોંધનીય છે કે ખેડુતોને પણ સામાન્ય વ્યક્તિની જેમ જ બાળકોના અભ્યાસ, લગ્ન પ્રસંગ અને અન્ય આયોજન માટે પૈસાની જરૂર હોય છે. આજે દેશના કેટલા ખેડુતો દર વર્ષે ખેતીમાંથી પાંચ લાખ રૂપિયા કાઢી શકે છે. ભાજપે ચૂંટણી પહેલા સ્વામીનાથન રિપોર્ટ લાગુ કરવાની વાત કરી હતી જેમાં પાકના લઘુતમ સમર્થન મુલ્યને ખર્ચ કરતા દોઢ ગણુ કરવાની વાત કરવામાં આવી હતી. જા કે સરકાર ખર્ચના મુલ્યાંકનના આંકડામાં જ રમી રહી છે. પોતાની સાથે સતત થઇ રહેલા વિશ્વાસઘાત પર લોકોને જાગૃત કરવા માટે ખેડુતો ખાસ સત્ર સંસદનુ બોલાવવા માટેની માંગ કરે તે જરૂરી છે. કૃષિ સંકટના કારણે આજે ખેડુતો ખુબ મુશ્કેલ સ્થિતીનો સામનો કરી રહ્યા છે. રાજકીય પક્ષો દ્વારા માત્ર ખેડુતોની વાત કરવાથી તેમની સમસ્યા ઉકેલાશે નહી.