સામાન્ય ચૂંટણી નજીક આવી ગઇ છે ત્યાકે કેટલાક અસંતુષ્ટ સભ્યો અને સિનિયર નેતાઓ જ ભાજપની પ્રતિષ્ઠાને સૌથી વધારે નુકસાન પહોંચાડી રહ્યા છે. આ સિનિયર અને અસંતુષ્ટ નેતાઓની ભાજપને લઇને રહેલી નારાજગ સમજાઇ રહી નથી પરંતુ આ લોકો પાર્ટીને નુકસાન કરી રહ્યા છે. કોઇ સમય પાર્ટી માટે ઉપયોગી રહેલા આ લોકો આજે સૌથી મોટા કટ્ટર વિરોધી તરીકે છે. ભાજપના ચાર નારાજ નેતાઓ પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. આ લોકો સરકારની ટિકા કરીને મોરચા ખોલી ચુક્યા છે. જા કે પોતાની રમતના આગામી પત્તા આ લોકો ખોલી રહ્યા નથી. સામે ભાજપે પણ છેલ્લા કેટલાક સમયથી આ લોકો દ્વારા વ્યાપક ટિકા થઇ રહી હોવા છતાં કોઇ પગલા લીધા નથી. યશવંતસિંહાની વાત કરવામાં આવે તો તેઓ ભાજપના સૌથી સિનિયર નેતા પૈકીના એક તરીકે રહ્યા છે. અટલ બિહારી વાજપેયીની સરકાર હતી ત્યારે તેમની પાસે મોટી જવાબદાર હતી.
સિંહા એક વખતે નાણાં પ્રધાન તરીકે હતા. કેટલાક બજેટ પણ રજૂ કર્યા હતા. જા કે હાલના દિવસોમાં સરકારના સૌથી મોટા કટ્ટર વિરોધી તરીકે સિંહા રહેલા છે. તેમના પુત્ર જયંત સિંહા મોદી સરકારમાં પ્રધાન હોવા છતાં સરકારની ટિકા કરી રહ્યા છે. સામાન્ય ચૂંટણી બાદ તેમના આગામી પગલાને લઇને ચર્ચા છે. જા કે તેમની લોકસભા ચૂંટણી લડવાની શક્યતા ઓછી દેખાઇ રહી છે. વિપક્ષની કોઇ ટીમ તેમને રાજ્યસભા મોકલી શકે છે. સિંહા દ્વારા વિપક્ષી ગઠબંધનને દરેક રીતે મદદ કરવા માટેના પ્રયાસ કરી રહ્યા છથે. જા કે સામાન્ય ચૂંટણી પહેલા તેમના કોઇ પાર્ટીમાં જવાની શક્યતા ઓછી છે. બીજી બાજુ બોલિવુડમાં લાંબા સમય સુધી એક્ટિંગ કરી ચુકેલા લોકપ્રિય સ્ટાર શત્રુઘ્ન સિંહા બિહારની પટણા સિટીમાંથી લોકસભાના સાંસદ તરીકે છે. સિંહા વર્ષ ૨૦૧૪માં સામાન્ય ચૂંટણી જત્યા બાદ એક વર્ષ પછી જ અસંતુષ્ટ થઇ ગયા હતા. સિંહા સતત ભાજપ વિરોધી નિવેદન કરી રહ્યા છે. વિરોધી છાવણીમાં હાજરી આપી રહ્યા છે. હાલમાં બંગાળમાં મહારેલી વેળા પણ હાજર રહ્યા હતા. જા કે સિંહાએ હજુ સુધી પાર્ટીમાંથ રાજીનામુ આપ્યુ નથી. સાથે સાથે પાર્ટી દ્વારા તેમની હકાલપટ્ટી પણ કરવામાં આવી નથી. અલબત્ત આ નેતાઓને પાર્ટીમાંથી કાઢી મુકવા માટેની માંગ સતત ઉઠી રહી છે. હાલમાં ૧૯મી જાન્યુઆરીના દિવસે મમતાની રેલીમાં શત્રુ હાજર રહ્યા હતા.
સરકારની ટિકા પણ કરી હતી. રેલીમાં મંચ પર દેખાયા બાદ પાર્ટીએ સંકેત આપ્યા છે કે તેમની સામે કોઇ પણ સમય કાર્યવાહી કરવામાં આવી શકે છે. શત્રુÎન સિંહાએ તેમના પત્તા હજુ સુધી ખોલ્યા નથી પરંતુ એમ માનવામાં આવે છે કે તેઓ કોંગ્રેસના સંપર્કમાં છે. તેઓ પોતાની જુની સીટ પરથી મહાગઠબંધનના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરી શકે છે. જા કે હાલમાં આમ આદમી પાર્ટીની પાર્ટીની ટિકિટ પર તેઓ ચૂંટણી લડે તેવી સંભાવના વધારે છે. ભાજપમાંથી હકાલપટ્ટી કરવામાં આવેલા સાંસદ કિર્તિ આઝાદ હજુ સુધી પોતાની દિશા નક્કી કરી શક્યા નથી. સુત્રોના કહેવા મુજબ તેઓ પણ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના સંપર્કમાં છે. તેમની મુલાકાત કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીની સાથે પણ થઇ ચુકી છે. જા કે હાલમાં તેઓ ભાજપના હિસ્સા તરીકે રહ્યા છે. આજાદ બિહારમાં દરભંગા બેઠક પરથી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવાની સંભાવના વધારે છે. વર્ષ ૨૦૧૪માં સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા બાદ આજાદ અસંતુષ્ટ થઇ ગયા હતા. આઝાદે કેન્દ્રિય પ્રધાન જેટલી પર પ્રહારો કર્યા હતા.
અરૂણ શૌરી પણ એવા નેતામાં સામેલ રહ્યા છે. જે મોદીને વડાપ્રધાન બનાવવાને લઇને વર્ષ ૨૦૧૦માં આગળ આવ્યા હતા. આજે મોદીના સૌથી મોટા કટ્ટર વિરોધી નેતા તરીકે છે. વિપક્ષી ગઠબંધનના મંચ પર શૌરી પર નજરે પડી રહ્યા છે. બિન કોંગ્રેસી પાર્ટીના સંપર્કમાં હોવાની જાણકારી મળી રહી છે.