નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલે હાલમાં કહ્યું હતું કે, અમેરિકામાં રેટમાં વધારો અને અન્ય લેવામાં આવેલા વિવિધ પગલાના પરિણામ સ્વરુપે વૈશ્વિક બજારો અને ખાસ કરીને ઉભરતા બજારો ઉપર ખુબ જ માઠી અસર થઇ શકે છે. આગામી દિવસો પણ ભારતીય બજાર અને અન્ય વૈશ્વિક બજારો માટે ચિંતાજનક રહી શકે છે. ઉર્જિત પટેલની આ પ્રકારની વાત બાદ તમામ કારોબારીઓ સાવધાન થઇ ગયા છે. ફિસ્કલ પોલિસીના અમેરિકામાં લેવામાં આવેલા વિવિધ પગલાની સીધી અસર જાવા મળી રહી છે. તેમણે કહ્યું હતું કે, લેટિન અમેરિકન ડેબ્ટ કટોકટી સહિત અન્ય પગલાઓ પણ જવાબદાર દેખાઈ રહ્યા છે.
યુએસ ફેડ રિઝર્વ બેંક દ્વારા વ્યાજદરમાં કરવામાં આવેલા વધારાની અસર આગામી દિવસોમાં જાવા મળશે. હાલમાં જ અમેરિકી બજારમાં ચાર ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યા બાદ વૈશ્વિક બજારો કડડભુસ થઇ ગયા હતા. આની સીધી અસર ભારતીય બજાર ઉપર પણ થઇ હતી બીજી બાજુ રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર એમ પણ કહી ચુક્યા છે કે, ઉથલપાથલનો દોર આગળ વધી શકે છે. આરબીઆઈ સેન્ટ્રલ બોર્ડની હાલમાં બેઠક મળી હતી તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે જોખમી પરિબળો ઉભા થાય છે ત્યારે ઉથલપાથલ ચોક્કસપણે થાય છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી ફિસ્કલ પોલિસીના પરિણામ સ્વરુપે વૈશ્વિક બજારો હચમચી ઉઠ્યા છે. ઉભરતા બજારો પણ તેની અસર કરી રહ્યા છે. આ તમામ બાબતો ચિંતાજનક દેખાઈ રહી છે. વૈશ્વિક બજારોમાં આજે સ્થિર સ્થિતી સર્જવા માટેના પ્રયાસો થઇ રહ્યા છે.