નવીદિલ્હી : દેશના તમામ વર્ગના લોકોની જોરદાર અપેક્ષા વચ્ચે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર તેની વર્તમાન અવધિમાં અંતિમ બજેટ રજૂ કરનાર છે. લોકસભાની ચૂંટણી પહેલા રજૂ કરવામાં આવનાર આ વચગાળાના બજેટમાં નાણાં પ્રધાન પિયુષ ગોયલ તમામ વર્ગને પ્રભાવિત કરવાના પ્રયાસ કરી શકે છે. ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો માટે અનેક ટેક્સ રાહતો જાહેર કરવામાં આવી શકે છે. સાથે સાથે ખેડુતોની નારાજગીને દુર કરવા માટે પણ વિવિધ પગલા જાહેર કરવામાં આવી શકે છે. કૃષિ કટોકટી અંગે પગલાની સંભાવના દેખાઇ રહી છે. બજેટના સૂચિત પગલા નીચે મુજબ છે.
- નોટબંધી, જીએસટી બાદ બજેટમાં મધ્યમવર્ગને ઘણી બધી રાહતો મળી શકે છે
- ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા પ્રબળ દેખાઇ રહી છે
- ત્રણ લાખ સુધીની આવક ટેક્સ મુક્ત કરવામાં આવી શકે છે
- ઇ-વોલિટને ટેક્સ છુટ સ્કીમની હદમાં લાવવાની જાહેરાત કરવામાં આવી શકે
- બચત સાધનોમાં મૂડીરોકાણની મર્યાદાને વધારવામાં આવી શકે
- વ્યક્તિગત કરદાતાઓને રાહતો આપવામાં આવી શકે છે
- કૃષિ કટોકટીના સંબંધમાં કેટલીક નવી પહેલ કરીને ખેડુત સમુદાયને સંતુષ્ટ કરવાના પ્રયાસ કરવામાં આવી શકે છે.
- આવકવેરા મુક્તિ મર્યાદામાં ૫૦ હજાર સુધીનો વધારો કરવામાં આવી શકે છે
- આરોગ્ય વીમામાં મૂડીરોકાણ મર્યાદામાં મુક્તિ વધી શકે છે
- કોરસેક્ટરના ભાગરૂપે ટેક્સ બચત માળખામાં સુધારો કરાશે
- હાઉસિંગ લોનની ફેર ચુકવણી ઉપર ટેક્સ મુક્તિ મર્યાદામાં વધુ સુધારો કરવામાં આવી શકે છે
- સંરક્ષણ ક્ષેત્રની ફાળવણીમાં ૧૦ ટકા સુધીનો વધારો થઇ શકે છે
- જીએસટીના અમલીકરણ બાદ પડેલી તકલીફોને લઇને કેટલીક જાહેરાત થઇ શકે છે
- મોટી વયના લોકો ઉપર પણ યુવાનોની સાથે-સાથે ધ્યાન આપવાની જરૂર છે
- બજેટમાં વધુ ફાળવણી મોટી વયના લોકો માટે કરવા રજુઆત કરવામાં આવી
- મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા બજેટમાં જાહેરાત થઇ શકે છે
- મેક ઇન ઇન્ડિયાને વધુ ઝડપી બનાવાશે
- માઇક્રો અને નાના ઉદ્યોગો દ્વારા લેધર શૂઝ બનાવવામાં આવે છે જેથી રાહત આપી શકાય છે
- બજેટમાં ટ્યુરિઝમને પ્રોત્સાહન આપવા ઘણી પહેલ થશે
- ખેડુતો અને મધ્યમ વર્ગની જંગી વસ્તીને ધ્યાનમાં લઇને કેટલીક પહેલ કરાશે
- નરેન્દ્ર મોદી ટ્યુરિઝમને પ્રોત્સાહન આપવા ઇચ્છુક દેખાઈ રહ્યા
- જુદા જુદા પ્રદેશોમાં વિકાસની ગતિને ઝડપી કરાશે
- ભારતીય યુનિવર્સિટી અને રિસર્ચ સંસ્થાઓમાં એડવાન્સ અભ્યાસક્રમ તૈયાર કરવા ઉદ્યોગ-શૈક્ષણિક સહકારને મહત્વ
- મજબૂત ટેલેન્ટપુલ વિકસિત કરવાની જરૂરીયાત પર ભાર મુકવામાં આવી શકે
- કુશળતાને અપગ્રેડ કરવા વિદેશ જવાથી વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને રોકવા માટે પ્રયાસ
- ઇનોવેટિવ ટેલેન્ટ સો‹સગ તરફ ધ્યાન આપવામાં આવે તેવી શક્યતા
- સ્થાનિક બજારને ટેકો આપવા માટે પીસી અને મોબાઇલ કંપનીઓ તેમની માંગ કરી ચુકી છે
- સેક્ટરમાંથી શિપમેન્ટને પ્રોત્સાહન આપવા માટે મનેરગામાં રહેલા લોકોને રાહત આપવાની માંગ
- હેન્ડીક્રાફ્ટ નિકાસને સ્પર્ધા વચ્ચે રાહત મળે તેવી માંગ કરવામાં આવી
- માર્કેટ ડેવલપમેન્ટ સહાય સ્કીમ અને એમએાઇ હેઠળ ફાળવણીને વધારી દેવાની માંગ કરાઇ
- સ્ટાર્ટ અપને ટેક્સ રાહત આપવાની માંગ કરાઇ
- સ્ટીલ સેક્ટરમાં મેન્યુફેકચરિંગને પ્રોત્સાહન આપવાની માંગ
- કૃષિમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવાની માગ
- ઇ-વોલિટને ટેક્સ છુટછાટની સ્કીમ હેઠળ લાવવા માટેની તૈયારી કરાઇ
- આયુશ્માન ભારત જેવી મહાકાય યોજના માટે જંગી રકમની પણ જરૂરિયાત દેખાઇ રહી છે
- જીએસટી કલેક્શનના ટાર્ગેટને હાંસલ કરવામાં હજુ સુધી સફળતા મળી નથી જે સમસ્યારૂપ છે
- બજેટમાં વચન આપવામા આવી શકે છે કે જા મોદી સરકાર ફરી આવશે તો રાહતની અવધિ ટેક્સ મામલે વધારી શકાય છે
- સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા ૪૦ જાર રૂપિયાથી વધારી દેવાની જાહેરાત કરવામાં આવી શકે