અમદાવાદ : ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીની સાથે સાથે ગુજરાતમાં પણ તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતમાં કોલ્ડવેવની સ્થિતિ વચ્ચે લોકોની હાલત કફોડી બનેલી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે હાલત કફોડી બની છે. સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં પારો ૬ ડિગ્રીથી પણ નીચે પહોંચી ગયો છે. અમરેલીમાં આજે પારો ગગડીને ૬.૮ ડિગ્રી સુધી નીચે પહોંચી ગયો હતો. અમદાવાદમાં આજે પારો ૯ ડિગ્રી રહ્યો હતો જ્યારે ડિસાતમાં ૭.૬, ગાંધીનગરમાં ૮.૬, વડોદરામાં ૯, ભાવનગરમાં ૮.૬, કંડલા એરપોર્ટ ખાતે ૭.૫, નલિયામાં ૭, મહુવામાં ૭.૧ ડિગ્રી પારો રહ્યો હતો. બીજી બાજુ ઉત્તર ભારતમાં પહાડો પર થઇ રહેલી ભારે હિમ વર્ષાને કારણે ઠંડીનું જાર વધ્યું છે.
જેને લઇને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં માવઠા થાય છે ત્યારે રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ પર ઠંડીએ સતત ચોથા દિવસે ઠંડીનો પારો જમાવબિંદુ પર ર્યો હતો જેને લઇને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી ર્યો છે. ઠંડીને કારણે હિલ સ્ટેશનના લોકો ઠુઠવાઈ રહ્યા છે તો શાળાએ જતા વિદ્યાર્થીઓ ને પણ બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઠંડીને લીધે હિલ સ્ટેશનના નક્કી લેકના નૌકાવીહાર સ્થળે બોટ પર, ખુલ્લા મેદાનોમાં, ઘરની બહાર રાખેલ વાસણો અને પાર્ક થયેલી કારો પર બરફની ચાદર જામી ગઈ છે. ઉત્તર ભરાતમાં થયેલી હિમવર્ષાની અસરને કારણે ઠંડીનું જાર વધ્યું છે જેને લઇને બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં આજે છેલ્લા ચાર દિવસથી તાપમાનમાં સતત ઘટાડો નોંધાયો હતો જેન લઇને હિલ સ્ટેશનના મેદાની વિસ્તારોમાં ઘાસ પર, નાળાઓમાં, ઘરોની બહાર રાખેલા વાસણો અને કારની ઉપરના ભાગે બરફની ચાદરો જામેલી જાવા મળી હતી જેન કારણે લોકો ઠુઠવતા હોઈ બહુજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો ચે અને લોકોના જનજીવન પર પણ અસર જાવા મળી રહી છે. તો બીજી બાજુ ઠંડીના કારણે શાળાએ જતા બાળકોએ પણ ઠંડીમાં ઠુઠવાતા શાળાએ જવું પડે છે.
ઠંડીમાં શાળા પ્રશાસન દ્વારા સમયમાં કોઇ જ ફેરફાર ન કરાતા બાળકોને ઠુઠવાતા શાળાએ જવું પડે છે ત્યારે લોકો ઠંડીથી બચવા તાપણાનો સહારો લઇ રહ્યા ચે તો પર્યટકો મોડે સુધી હોટલ્સમાં જ રોકાઈ રહ્યા છે તો બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા ઉપરી વિસ્તારોમાં પહાડો પર થતી હિમવર્ષા ને કારણે હિલ સ્ટેશન પર ઠંડીનું પ્રમાણ હજુ વધવાની આગાહી કરી છે. આગામી ૨૪ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ વધારો થશે નહીં પરંતુ ત્યારબાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં ઉત્તર ભારતની સાથે સાથે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના જુદા જુદા ભાગોમાં કમોસમી વરસાદના પરિણામ સ્વરૂપે ફરી એકવાર ખેડુતો અને સામાન્ય લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા અને ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું પરંતુ હવે કમોસમી વરસાદમાં બ્રેકની સ્થિતિ છે પરંતુ ઠંડીનો ચમકારો જાવા મળી રહ્યો છે. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન ૯ ડિગ્રી રહ્યું હતું.અમદાવાદ શહેરમાં આજે વહેલીસવારથી જ ઠંડા પવનો ફુંકાયા હતા. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે પારો ૧૧ ડિગ્રી રહી શકે છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ગઇકાલની સરખામણીમાં ઘટ્યું હતું.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાતિલ ઠંડીનો ચમકારો લોકો અનુભવી રહ્યા છે. બીજી બાજુ રાજસ્થાનના ઘણા ભાગોમાં ભારે કમોસમી વરસાદ પડતા જારદાર ઠંડી પ્રવર્તી રહી છે જેની અસર અહીં પણ જાવા મળી રહી છે. સવારમાં અને મોડી રાત્રે જારદાર ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. કોલ્ડવેવની કોઇ ચેતવણી તંત્ર દ્વારા જારી કરવામાં આવી નથી જેથી આંશિક રાહત મળી છે. દિવસ દરમિયાન ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો. વહેલી સવારે કામ ઉપર જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી ફરી એકવાર લોકો ગરમ વ†ોમાં સજ્જ થઇ ગયા છે. સવારમાં અને મોડી સાંજે ઠંડીના ચમકારા વચ્ચે બપોરના ગાળામાં લોકોને આંશિક રાહત મળી રહી છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો ૧૦થી નીચે પહોંચ્યો હતો. લોકોને હાલ ઠંડીનો અનુભવ કરવો પડશે.