લોકસભા ચૂંટણીને લઇને તમામ પાર્ટીઓ પોત પોતાની રણનિતી નક્કી કરવામાં હાલમાં વ્યસ્ત છે. ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળની જેમ જ મહારાષ્ટ્રની પણ લોકસભા ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા રહી શકે છે. મહારાષ્ટ્રમાં શાનદાર સફળતા હાંસલ કરવાની બાબત પણ કેન્દ્રમાં સત્તા મેળવી લેનાર પાર્ટી માટે ઉપયોગી રહેનાર છે. મહારાષ્ટ્માં કેટલાક મુદ્દા પર મુખ્ય રીતે ચૂંટણી યોજાનાર છે. મહારાષ્ટ્રમાં લોકસભાની ૪૮ સીટ રહેલી છે. જેથી તમામ પાર્ટી આ ૪૮ સીટો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટએ મોદી લહેર વચ્ચે જારદાર સપાટો બોલાવ્યો હતો અને કુલ ૨૩ સીટો જીતી લીધી હતી. ભાજપને ૨૭.૬ ટકા મત હિસ્સેદારી મળી હતી.
આવી જ રીતે શિવસેનાને ૧૮ સીટો મળી હતી. તેની મત હિસ્સેદારી ૨૦.૮ ટકા રહી હતી. કોંગ્રેસ પાર્ટીને બે સીટો મળી હતી. તેની મત હિસ્સેદારી ૧૮.૩ ટકા રહી હતી. જ્યારે વર્ષ ૨૦૦૯માં કોંગ્રેસ પાર્ટીને ૧૭ સીટો, શિવસેનાને ૧૧ સીટો અને ભાજપને નવ સીટો મળી હતી.આવી સ્થિતીમાં કહેવામાં આવી શકે છે કે મહારાષ્ટ્રમાં કોઇ પણ પાર્ટી શાનદાર દેખાવ કરી શકે છે. કોંગ્રેસ પાર્ટીન સ્થિતી પણ એટલી ખરાબ રહેલી નથી. ચાર મહિના બાદ હવે લોકસભા અને નવ મહિના બાદ વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. આવી સ્થિતીમાં મહારાષ્ટ્રમાં હવે રાજકીય ગરમી રહી શકે છે. દિલ્હીમાં પણ હાલમાં ભાજપ સરકાર છે. રાજ્યમાં પણ ભાજપ સરકાર છે. રાજનેતાઓને ચિંતા સતાવી રહી છે કે પોતાની સીટો તેઓ જાળવી શકશે કે કેમ. કારણ કે ગઠબંધનના લોકો એકબીજાની સામે કાદવ ઉછાળી રહ્યા છે. આવી સ્થિતીમાં ખેડુતો તેમની વોટબેંક તરીકે છે.
ભાજપે છેલ્લી ચૂંટણીમાં તેના સાથી પક્ષ શિવસેનાની સાથે મળીને ૪૮ પૈકી ૪૨ સીટો પર કબજા જમાવ્યો હતો. ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીમાં એકલા હાથે મેદાનમાં ઉતરેલી ભારતીય જનતા પાર્ટીએ સૌથી મોટી પાર્ટી બની જવામાં સફળતા મેળવી હતી. ભાજપ અને શિવ સેનાની વચ્ચે સંબંધ ક્યારેય એકદમ મજબુત રહ્યા નથી. શિવ સેના દ્વારા ભાજપ પર વારંવાર પ્રહારો કરવામાં આવ્યા છે. અનેક વખત લાગતુ હતુ કે સરકાર જતી રહેશે પરંતુ સરકાર હજુ પણ ચાલી રહી છે. મહિનાના ગાળા જ ચૂંટણી માટેનુ રણશિંગુ ફુંકાઇ જશે. ઉત્તરપ્રદેશ બાદ લોકસભાની સૌથી વધારે સીટ મહારાષ્ટ્રમાં રહેલી છે. મહારાષ્ટ્માં અનેક મુદ્દા પર આધારિત ચૂંટણી રહેનાર છે. ભાજપમાં હવે અટલ અને અડવાણીની જગ્યાએ મદી-શાહ યુગની શરૂઆત થઇ ચુકી છે. શિવસેનામાં પણ બાલ ઠાકરેના યુગની જગ્યાએ ઉદ્ધવ ઠાકરે હવે પક્ષ પ્રમુખ બની ચુક્યા ચે. ૩૦ વર્ષ સુધી મોટા ભાઇની ભૂમિકા અદા કરનાર શિવસેના હવે નાના ભાઇની ભૂમિકામાં છે. ખાસ બાબત એ છે કે બંને પાર્ટી વચ્ચે હનુમાનની ભૂમિકા અદા કરનાર પ્રમોદ મહાજન હવે આ દુનિયામાં રહ્યા નથી. શરદ પવાર હજુ મહારાષ્ટ્રમાં શÂક્તશાળી નેતા તરીકેની છાપ ધરાવે છે.
કોંગ્રેસ અને એનસીપીમાં પણ મતભેદોના અહેવાલ વારંવાર આવતા રહે છે. જો કે બંને પાર્ટી દ્વારા હાથ મિલાવી લેવામાં આવ્યા છે. જે તેમની રાજકીય મજબુરી છે. લોકસભા ચૂંટણીમાં પરિણામ શુ આવશે તે બાબત અંગે વાત કરવી મુશ્કેલ છે પરંતુ એક બાબત તો નક્કી છે કે ૪૨ સીટ છેલ્લી ચૂંટણીમાં હાંસલ કરનાર ભાજપ અને શિવસેના માટે મેળવવા માટે કઇ નથી. જ્યારે છ સીટો પર રહેલા કોંગ્રેસ અને એનસીપી માટે ગુમાવવા જેવી કોઇ ચીજ નથી. જેથી તે વધારે તાકાત સાથે મેદાનમાં ઉતરી શકે છે. મહારાષ્ટ્રમાં તમામ સીટો પર ભારતીય જનતા પાર્ટી અને શિવ સેના જારદાર તાકાત લગાવી દેવા માટે તૈયાર છે. આવી સ્થિતીમાં જા આ ગઠબંધનને નુકસાન થશે તો કેન્દ્રમાં બનનાર સરકાર પર તેની સીધી અસર જાવા મળશે.મહારાષ્ટ્રની ચૂંટણી પર તમામની નજર રહેશે. મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઇની સીટો પર જારદાર સ્પર્ધા રહેશે. શહેરી વિસ્તારોમાં કોણ કેવો દેખાવ કરે છે તે બાબત પણ તમામની નજર રહેશે. કોંગ્રેસ અને એનસીપી ગઠબંધન અને બીજી બાજુ ભાજપ-શિવ સેના ગઠબંધનન કસૌટી થનાર છે. લોકો નિર્ણાયક રહેશે.