નવમી જાન્યુઆરી ૨૦૧૮ના દિવસે દેશની સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદાને બદલી નાંખીને સિનેમાઘરમાં રાષ્ટ્રગીત દર્શાવવાની ફરજિયાત વ્યવસ્થાને ખતમ કરી દીધી હતી. આ ચુકાદાની તારીખથી બે વર્ષ પહેલા સુધી દેશભરમાં દરેક ફિલ્મથી પહેલા રાષ્ટ્રગીત વગાડવાની બાબત ફરજિયાત કરેલી હતી. સાથે સાથે જ્યારે રાષ્ટ્રગીત વાગે ત્યારે ફિલ્મ નિહાળવા માટે આવેલા તમામ લોકોને તેમન સીટ પર ઉભા થવાની ફરજ પડતી હતી. એટલુ જ નહીં આ નિયમોના કારણે દેશના લોકોમાં સતત ચર્ચા પણ રહેતી હતી. વિવાદો પણ થતા હતા. કેટલીક વખત તો રાષ્ટ્રગીત વેળા ઉભા ન થવાની ગંભીર નોંધ લેવામાં આવતી હતી.
ઉભા ન થનારને દેશદ્રોહી સુધી કહેવામાં આવતા હતા. જા કે આ વ્યવસ્થાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા દુર કરી દેવામાં આવી છે. જાણકાર લોકો કહે છે કે દેશભક્તિની ભાવના તો વ્યક્તિના મનમાં હોવી જાઇએ. થિયેટરમાં રાષ્ટ્રગીત રજૂ કરવાને લઇને કોઇ રાષ્ટ્રભક્તિ જન્મ લેતી નથી. કેટલાક કેસોમાં તો રાષ્ટ્રગીત વેળા ઉભા ન થનાર વ્યક્તિને થિયેટરમાંથી માર મારીને બહાર કરી દેવામાં આવતા હતા. એકંદરે દેશભક્તિના નામ પર ગુંડાગીરી પણ થઇ રહી હતી. જા કે હવે વિવાદાસ્પદ નિયમને દુર કરી દેવામાં આવ્યા બાદ કેટલાક લોકો આને યોગ્ય ગણી રહ્યા છે. કોર્ટે હવે રાષ્ટ્રગીત વગાડવામાં આવે કે કેમ તે નિર્ણય સિનેમા માલિકો પર છોડી દીધો છે. સાથે સાથે રાષ્ટ્રગીત વાગે ત્યારે ચાહકે ઉભા થવુ જાઇએ કે કેમ તે નિર્ણય પણ ચાહકો પર છોડી દેવામાં આવ્યો છે. જા કે હજુ પણ મોટા ભાગના થિયેટરોમાં ફિમ પહેલા રાષ્ટ્રગીત વગાડવા અને તે ગાળા દરમિયાન ઉભા થવાની બાબત સાથે સંબંધિત નિયમો અમલી છે. છેલ્લા કેટલાક સમયથી આ મુદ્દાને લઇને કોઇ વિવાદ થયો નથી. મોટા ભાગના થિયેટરોમાં રાષ્ટ્રગીત હજુ પણ વગાડવામાં આવે છે. લોકો પણ તેના સન્માનમાં ઉભા થાય છે. જેથી એમ કહેવુ યોગ્ય ન હશે કે દેશભક્તિ લોકોના દિલમાં હોય છે. સાથે સાથે દેશના લોકોમાં દેશભક્તિ દેખાય પણ છે. તેને બળજબરપૂર્વક લાદી શકાય નહીં. આને લઇને દેખાવા કરવાની કોઇ જરૂર નથી.
આ માનવી પ્રકૃતિ છે. સામાન્ય રીતે માનવીને કોઇ ચીજ માટે જેટલી વખત વધારે ફરજ પાડશો તે વ્યક્તિ એ ચીજથી એટલી જ દુર જાય છે. કોઇ બાળકને પણ દાખલા તરીકે જાઇ શકાય છે. બાળકને જે રીતે કોઇ ચીજ માટે ઇન્કાર કરવામાં આવે છે ત્યારે તે ચીજ વધારે કરે છે. દેશપ્રેમ અને ભક્તિ તો એક ભાવ છે. આ ભાવને બળજબરીપૂર્વક જગાવી શકાય નહીં. આ પ્રેમ દર્શનના તમામના તરીકા પણ જુદા જુદા રહ્યા છે. થિયેટરમાં કોઇ રાષ્ટ્રગીત વગાડવામાં આવે અને તે ગાળામાં કોઇ વ્યક્તિ અથવા તો બાળક ઉભા ન થાય તો તેનો અર્થ એ નથી કે કે દેશપ્રેમી નથી. સામાન્ય કિસ્સ્માં દરેક વ્યક્તિ દેશપ્રેમની ભાવનાને જુદી જુદી રીતે વ્યક્ત કરે છે. કેટલાક બાળકો સવારમાં ઉઠીને માતા પિતાના ચરણ સ્પર્શ કરે છે અથવા તો તેમને ગળે મળે છે. જ્યારે કેટલાક બાળકો આવુ કરતા નથી. પરંતુ જે બાળકો આવુ કરતા નથી તે બાળકો પોતાના માતાપિતાને પસંદ કરતા નથી અને તેમને માન આપતા નથી તેમ માની લેવા માટેનુ કોઇ કારણ નથી. જા કે છેલ્લા કેટલાક સમયથી સિનેમાના સંબંધમાં આવી ચીજા અને બાબતો ખુબ જાવા મળી રહી છે. ઉરીમાં જે રીતે વિકી કોશલની ભૂમિકાની પ્રશંસા કરવામાં આવી રહી છે. આવી જ રીતે મણિકર્ણિકા ફિલ્મ મારફતે કંગના રાણાવતે પણ પોતાની કુશળતાની સાબિતી ફરી એકવાર આપી દીધી છે. ફિલ્મમાં તે રાની લક્ષ્મીબાઇની ભૂમિકા અદા કરી રહી છે.
લક્ષ્મીબાઇ ઇતિહાસના પાનામાં અમર છે. સાહસી રાનીએ જે રીતે અગ્રેજા સામે જંગ ખેલ્યો હતો તેને જાઇને અંગ્રજા પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. તેની પ્રશંસા કર્યા વગર દુશ્મનો પણ રહી શક્યા ન હતા. જ્યારે થોડાક સમય પહેલા ઉરીમાં સેનાના કેમ્પ પર ભીષણ હુમલો કરીને મોટી સંખ્યામાં જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા પછી ભારતીય જવાનોએ બદલો લેવા માટે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં હુમલો કર્યો હતો. જેમાં અનેક પાકિસ્તાની ત્રાસવાદીઓને કલાકોના ગાળામાં જ ઠાર કરી દેવામાં આવ્યા હતા. ત્રાસવાદીઓના લોન્ચિંગ પેડ ફુંકી મારવામાં આવ્યા હતા. રાતોરાત કાર્યવાહી કરવામાં આવી હતી….