અમદાવાદમાં બન્યું અનોખા કોન્સેપ્ટ પર કેલેન્ડર. આ કોન્સેપ્ટ છે ગૌ રક્ષાનો. ગૌરક્ષા તથા ગૌવંશ માટે જાગૃતિ ફેલાવવાનાં હેતુથી અમદાવાદનાં એક ગૌ પ્રેમી વિજય પરસાણાએ આ કેલેન્ડર બનાવવાનું વિચાર્યું. તેમનાં આ વિચારને અમદાવાદનાં જાણિતા પત્રકાર હાર્દિક ભટ્ટે ઓપ આપ્યો.
આ કેલેન્ડરમાં ૧૨ મહીનાનાં ૧૨ ફોટામાં વિવિધ ગામઠી મોડલ સાથે ગાયને હાઈલાઈટ કરવામાં આવી. આ દરેક ફોટા ગૌરક્ષાનાં સંદેશ હેતુથી બનાવવામાં આવ્યા. મહત્વની વાત એ છે કે આ કેલેન્ડરને ૨૦૦ જેટલાં ઋષીકુમારોએ મંત્રોચ્ચાર કરીને ભાગવદ વિદ્યાપીઠમાં સંતો મહંતોનાં હસ્તે લોન્ચ કરાયુ. આ લોન્ચિંગમાં બંસી ગૌશાળાનાં ગોપાલભાઈ સુતરીયા, સોલાભાગવદનાં અનંત ઋષી તથા નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોનાં હરીઓમ ગાંધી પણ ઉપસ્થિત રહ્યાં હતા.
આ વિશે વાત કરતાં કેલેન્ડર કોન્સેપ્ટ મેકર અને વરિષ્ઠ પત્રકાર એવા હાર્દિક ભટ્ટે ખબરપત્રીને જણાવ્યું કે નવા વર્ષનાં કેલેન્ડર ઘણાં બનતા હોય છે, પરંતુ જ્યારે મિત્ર વિજયભાઈ પરસાણાએ ગૌરક્ષા થીમ પર કેલેન્ડર બનાવવાનું વિચાર્યું, તો મેં તરત જ તેમનાં આ વિચારને વાચા આપી. આ એક સારું સામાજીક કાર્ય હોવાથી આવા કાર્ય કરીને મને ખુશી મળે છે.