મુંબઇ : મહારાષ્ટ્રની આતંકવાદ વિરોધી ટીમ (એટીએસ)ને મોટી સફળતા હાથ લાગી છે. આ ટીમે નવ શખ્સોની ધરપકડ કરીને પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં કેમિકલ હુમલાની યોજનાને નિષ્ફળ કરી લીધી છે. એટીએસે કહ્યુ છે કે ધરપકડ કરવામા આવેલા કુખ્યાત શખ્સો પ્રજાસત્તાક દિવસ પહેલા જ કુંભમાં કેટલીક જગ્યાએ ખાવા પીવાની ચીજામાં ઝેર ભેળવીને સામુહિક નરસંહારના કાવતરાને નિષ્ફળ બનાવી દીધુ છે. એટીએસને શંકા છે કે ધરપકડ કરવામા ંઆવેલા શખ્સો ત્રાસવાદી સંગઠન આઇએસઆઇએસના સ્લીપર સેલના સભ્યો હોઇ શકે છે.
સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે આ પૈકી ચાર લોકોની ધરપકડ મુંબઇ નજીક મુબ્રા શહેરમાં કેરળના લોકપ્રિય ફ્રન્ટ ઓફ ઇÂન્ડયા દ્વારા આયોજિત કરવામાં આવેલા સેમિનારમાં ભાગ લેતવા માટે જતી વેળા કરવામાં આવી હતી. ઔરંગાબાદ જતી વેળા તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. ઠાણેની મુબ્રા ટાઉનશીપમાં જુદા જુદા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ચાર લોકોની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેમની પુછપરછ પછી બીજા પાંચ લોકોની માહિતી મળી હતી. આ પાંચેય લોકોને પણ મોડેથી પકડી પાડવામાં આવ્યા હતા. તમામની વય ૧૮-૨૨ વર્ષની હોવાની માહિતી મળી રહી છે.
મહારાષ્ટ્ર એટીએસના કહેવા મુજબ પકડી પાડવામાં આવેલા નવ શખ્સોમાં એક દાઉદના નજીકના સાથી રાશિદ મલ્બારીનો પુત્ર છે. મલ્બારી હાલમાં અબુ ધાબીમાં પકડી પાડવામાં આવ્યો હતો. તે હાલમાં ઔરંગાબાદ જેલમાં છે. પકડી પાડવામાં આવેલા તમામ શકમંદો ભણેલા લોકો છે. જે પૈકી બે એન્જિનિયર છે. અન્ય એક એન્જિનિયરિંગમાં અભ્યાસ કરી રહ્યો છે. તમામની સામે કેસ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. નવી વિગત ખુલી શકે છે.