નવી દિલ્હી : હુંડાઈ કોર્પોરેશને સ્માર્ટ એલઈડી, એર કંડિશનર્સ, વોશિંગ મશીન્સ અને રેફ્રિજરેટર્સ જેવી ઈલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસની પ્રોડક્ટ શ્રેણીની વ્યાપક રેન્જ સાથે ભારતીય બજારમાં સાહસ ખેડ્યું છે.
સ્માર્ટ ટીવી ઈમેજિંગ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, પ્રોડક્ટ મોનિટરિંગ, લોજિસ્ટિક્સ અને ટેકનોલોજી ઈન્ફોમેટિક્સમાં આગેવાન અને અવ્વલ કંપની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ટેકનોલોજી અને ઊર્જા- કાર્યક્ષમતા જેવાં ક્ષેત્રોમાં કામ માટે ભારતમાં બજાર સંશોધન, પ્રોડક્ટ ઈનોવેશન અને ટેલેન્ટ પ્રાપ્તિ પર કેન્દ્રિત છે.
હુંડાઈ ઈલેક્ટ્રોનિક્સના સીઈઓ શ્રી અક્ષય ધૂતે આ અવસરે બોલતાં જણાવ્યું હતું કે દરેક પરિવારને આસાન અખંડ ટેકનોલોજી પ્રદાન કરવાના ધ્યેય સાથે અમે હુંડાઈનાં ઈલેક્ટ્રોનિક્સ અને એપ્લાયન્સીસની વ્યાપક રેન્જ બારતમાં લાવ્યા છીએ. ભારત ફૂલતાફાલતા કન્ઝયુમર ડ્યુરેબલ સેગમેન્ટ સાથે મુખ્ય ઊભરતી બજારમાંથી એક છે અને હુંડાઈના પ્રવેશ સાથે અમે ભારતીય ગ્રાહકોને સ્માર્ટ ગૂડ્સ ટેકનોલોજી અને પ્રોડક્ટ ડાઈવર્સિફિકેશન પદ્ધતિઓને સન્મુખતા આપવા, અત્યાધુનિક માલોનું ઉત્પાદન કરવા માટે વચનબદ્ધ છીએ. અમારા ગ્રાહકોને વધુ સારી રીતે સમજવાના ધ્યેય સાથે અને તેમની જરૂરતોને ધ્યાનમાં લેતાં અમે એવી પ્રોડક્ટ્સ પ્રદાન કરવા માટે પ્રયત્નશીલ છીએ, જે વધુ સમૃદ્ધ અનુભવ આપવામાં અર્થપૂર્ણ યોગદાન આપી શકે.
આ અવસરે બોલતાં હુંડાઈ ઈલેક્ટ્રોનિક્સના સીઓઓ શ્રી અભિષેક માલપાનીએ જણાવ્યું હતું કે હુંડાઈ ઈલેક્ટ્રોનિક્સ લોકો આજે જે રીતે કામ કરે, રમે અને જીવે તે પદ્ધતિમાં આમૂલ પરિવર્તન લાવવા માટે સતત કામ કરી રહી છે. આ વર્ષે અમે પ્રોડક્ટોની અમારી વૈવિધ્યપૂર્ણ રેન્જ સાથે ભારતીય બજારમાં અમારી પહોંચનું વિસ્તરણ કરવા માટે વધુ એક છલાંગ લગાવી રહ્યા છીએ. આ પ્રોડક્ટો હુંડાઈ ઓળખ ધરાવે છે તે ઈનોવેશન અને નિપુણતાની સંપૂર્ણ ખૂબીઓ પ્રદર્શિત કરે છે અને અમે ભારતીય બજાર માટે વધુ સ્માર્ટ પ્રોડક્ટો ઓફર કરવા માટે કટિબદ્ધ રહીશું.
હુંડાઈ કોર્પોરેશન સાઉથ કોરિયાના સિયુલમાં સાઉથ કોરિયન બહુરાષ્ટ્રીય વડામથક છે અને ૧૯૭૬માં હુંડાઈ ગ્રુપના આયાત અને નિકાસ વેપાર ગૃહ તરીકે તેની સ્થાપના કરવામાં આવી હતી. તે વિવિધ ક્ષિતિજોમાં લોકોની જીવનશૈલી અને પરિણામોમાં પરિવર્તન લાવવા પર કેન્દ્રિત અગ્રણી ટેકનોલોજી કંપની તરીકે વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવે છે અને દુનિયાભરમાં તેનાં ૪૦ વૈશ્વિક વેપાર નેટવર્કસ છે.
હુંડાઈ ઈલેક્ટ્રોનિક્સ સાઉથ કોરિયાના સિઉલમાં સાઉથ કોરિયન બહુરાષ્ટ્રીય વડામથક હુંડાઈ કોર્પોરેશનની વિસ્તારિત પાંખ છે. હુંડાઈ ઈલેક્ટ્રોનિક્સે દરેક પરિવારમાં સરળ અખંડ ટેકનોલોજી પ્રદાન કરવાના ધ્યેય સાથે કામગીરી શરૂ કરી હતી. કંપનીએ સ્માર્ટ ગૂડ્સ ટેકનોલોજી અને પ્રોડક્ટ ડાઈવર્સિફિકેશન પદ્ધતિઓ સાથે સુમેળ સાધવાથી અત્યાધુનિક માલોના ઉત્પાદન સુધી પોતાનો વિસ્તાર કર્યો છે. કંપની તેના સમૃદ્ધ અનુભવ અને તેના કટિબદ્ધ પીઢો દ્વારા અમલ કરાતા મજબૂત સંશોધનનો લાભ લે છે. કંપનીનું મેનેજમેન્ટ ગ્રાહકોના અધિકારોનું સંપૂર્ણ ધ્યાન રાખે છે અને કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં અમુક અસાધારણ અખંડ નિવારણો પ્રદાન કરવા માટે ઊંડાઈથી બજારમાં ડોકિયું કરે છે. કંપનીએ સ્માર્ટ એલઈડી, એર કંડિશનર્સ, વોશિંગ મશીન્સ અને રેફ્રિજરેટર્સ જેવાં ઈલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસની તેની વ્યાપક રેન્જ સાથે ભારતમાં સાહસ ખેડ્યું છે. કંપની ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ટેકનોલોજી, લોજિસ્ટિક્સ અને ઊર્જા- કાર્યક્ષમતા જેવા ક્ષેત્રોમાં કામ કરવા માટે ભારતમાં બજાર સંશોધન, પ્રોડક્ટ ઈનોવેશન અને પ્રતિભા હસ્તગત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.