મુંબઈ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની છ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્ત રીતે ૧૦૮૨૭૪.૭૯ કરોડ રૂપિયાનો વધાર થયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન સૌથી વધારે વધારો થતા માર્કેટ મૂડીની દૃષ્ટીએ આ કંપની પ્રથમ સ્થાન ઉપર રહી છે. અન્ય જે કંપનીઓની માર્કેટ મૂડીમાં શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન વધારો થયો છે તેમાં ટીસીએસ, એચડીએફસી બેંક, એચડીએફસી, ઈન્ફોસિસ, કોટક મહિન્દ્રાનો સમાવેશ થાય છે. જ્યારે હિન્દુસ્તાન યુનિલિવર, આઈટીસી, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે.
ટોચની શુક્રવારના દિવસે પુરા થયેલા કારોબારી સપ્તાહમાં ઘણી કંપનીઓની માર્કેટ મૂડી નોંધપાત્ર રીતે ઘટી હતી. આરઆઈએલની માર્કેટ મૂડી આ ગાળા દરમિયાન ૫૩૯૧૮.૮૭ કરોડ રૂપિયા વધી જતા ૭૪૯૮૨૯.૫૮ કરોડ રૂપિયા થઈ છે. ટોચની ૧૦ કંપનીઓની અંદર સૌથી મોટો વધારે આરઆઈએલમાં થયો હતો. આવી જ રીતે ટીસીએસની માર્કેટ મૂડી ૨૧૯૩૨.૬૯ કરોડ રૂપિયા વધી જતા તેની માર્કેટ મૂડી ૭૧૩૧૦૩.૧૯ કરોડ રૂપિયા થઈ ગઈ છે. ઈન્ફોસીસે આ ગાળા દરમિયાન ૨૦૬૬૩.૭ કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. એચડીએફસી બેંક, એચડીએફસીની માર્કેટ મૂડી પણ વધી છે. કોટક મહિન્દ્રા બેંકની માર્કેટ મૂડી આ ગાળામાં ૩૦૭૧.૧૫ કરોડ રૂપિયા સુધી વધી ગઈ છે. આની બિલકુલ વિરૂદ્ધમાં એસબીઆઈની માર્કેટ મૂડીમાં ૬૫૫૯.૫૮ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. માર્કેટ મૂડીની દૃષ્ટીએ જંગી ઉછાળા સાથે આરઆઈએલ પ્રથમ સ્થાને પહોંચ ગઈ છે.