સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સૂરતના હજીરા સ્થિત એલ એન્ડ ટી કંપનીના આર્મર્ડ સીસ્ટમ કોમ્પલેક્ષ ખાતે મેક ઈન ઇન્ડિયાને પ્રોત્સાહન આપતી આર્મી માટેની કે૯-વ્રજ ટેન્કનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાનએ યુધ્ધ ટેન્ક બનાવતા વર્કશોપની મુલાકાત લીધી હતી. આ વેળાએ સંરક્ષણમંત્રી નિર્મલા સિતારામન, રીપ્બીક ઓફ કોરીયાના રક્ષામંત્રી વાન્ગ જુગ હોન્ગ તથા એલ એન્ડ ટી કંપનીના ચેરમેન એએમ નાઈક હાજર રહ્યા હતા. વડાપ્રધાનએ નવસારીની એએમ નાયક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નિરાલી કેન્સર હોસ્પિટલની ઈ-તકતી દ્વારા ખાતમુહૂર્ત કર્યું હતું.
પ્રધાનમંત્રીના મેક ઈન ઈન્ડિયાને આગળ વધારતા કંપનીના સંકુલમાં પ્રતિષ્ઠિત કે૯-વ્રજ ટેન્ક ૧૫૫ એમએમ ૫૨ કેલિબર ટ્રેકડ, સેલ્ફ-પ્રોપેલ્ડ હોવિત્ઝર ગન્સ પ્રોગામનો અમલ થયો છે. જે આંતરરાષ્ટ્રીય સ્તરે મેક ઈન ઈન્ડિયાની પહેલ હેઠળ ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા ખાનગી કંપનીને અપાયેલો સૌથી મોટો કોન્ટ્રાકટ છે. ભારતીય સેનાના મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ ૧૦૦ જેટલી કે૯-વ્રજ ટેન્ક ૧૫૫ એમએમ ૫૨ કેલ સેલ્ફ પ્રોપેલ્ડ ટ્રેકડ હોવિત્ઝર્સનું ઉત્પાદન કરશે. એએસસી સેલ્ડ-પ્રોપેલ્ડ આર્ટિલરી હોવિત્ઝર્સ, ફયુચર ઈન્ફેન્ટ્રી કોમ્બાટ વ્હિકલ્સ, ફયુચર રેડી કોમ્બાટ વ્હિકલ્સ તેમજ ફયુચર મેઈન બેટલ ટેંકનું ઉત્પાદન કરવાની અત્યાધુનિક સુવિધા અને સંકલિત આર્મર્ડ પ્લેટફોર્મ છે. દેશની નવી એરોસ્પેસ અને સંરક્ષણ નીતિમાં મહત્વના ક્ષેત્રોને સુસગત એએસસી ગુજરાતમાં આર્મર્ડ સિસ્ટમ્સનું ઉત્પાદન કરે છે. જેમાં એલ એન્ડ ટી ડિફેન્સ ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવે છે. હજીરામાં સંરક્ષણ ક્ષેત્રમાં ઉપયોગિતા માટે સબમરીન હલ્સ અને ચોક્કસ ઈક્વિપમેન્ટ અને સબ સિસ્ટમ્સની રેન્જનું ઉત્પાદન કરે છે.
વડોદરાના રાનોલીમાં એડવાન્સ કમ્પોઝિટસ ફેસિલિટીમાં બ્રહ્મોસ અને આકાશ મિસાઈલ્સ માટે ભારતના સ્પેસ લોંચ વ્હિકલ્સ માટે મહત્વપૂર્ણ કમ્પોઝીટ સબસિસ્ટમ પણ બનાવે છે. અત્યાધુનિક ઉત્પાદન સુવિધાઓ ધરાવતા કંપનીના કોમ્પલેક્ષમાં પ્રતિષ્ઠિત કે૯-વ્રજ ટેન્કનું ઉત્પાદન થઈ રહ્યું છે. જેમાં લાઈફ સપોર્ટ મારફતે વાજબી ખર્ચ, ઈન-હાઉસ ડેવલપમેન્ટ ટેકનોલોજીના હસ્તાંતરણ તથા ટાયરાઈઝ સપ્લાય ચેઈનના ઉચિત ચેઈનના ઉચિત મિશ્રણ મારફતે વિવિધ ઉપકરણ અને સિસ્ટમના વ્યાપક સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ડિફેન્સ પાર્ટનર્સની ઈકોસિસ્ટમ વિકસાવવા પ્રેરક ભૂમિકા ભજવે છે. મુખ્યત્વે એમએસએમઈ ક્ષેત્રની કંપનીઓ સામેલ છે. એલ એન્ડ ટી સાઉથ કોરિયન હાન્વ્હા સાથે ટેકનોલોજીના હસ્તાંતરણ સમજુતી કરી છે.
જેમાં હાન્વ્હા સુવિધાઓમાં એન્જિનીયર્સ અને નિષ્ણાતોની ટીમ તથા તાલીમ સામેલ છે. પરિણામે આ તાલીમ બધ્ધ ટીમ ટ્રેનિંગ સપ્લાયર્સ તેમજ એની ટીમો દ્વારા ભારતમાં કૌશલ્ય વિકાસમાં માળખાગત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મેક-ઇન ઇન્ડિયા હેઠળ હન્વા ટેક વિન (દક્ષિણ કોરિયા) સાથે કરાર કર્યો છે. જે અનુસાર સુરત હજીરા ખાતે એલ એન્ડ ટી પ્લાન્ટમાં કે-૯ વ્રર્જ આર્ટિલરી સિસ્ટમ્સની ટેન્કનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. એલ એન્ડ ટી ૧૫૫ મીમી / ૫૨ કેલિબર ટ્રેકવાળી સ્વ-સંચાલિત બંદૂક સિસ્ટમ્સને ૪૨ મહિનાની અંદર ભારતીય સેનાને સુપરત કરશે.