ગાંધીનગર : વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત સૌ પ્રથમ વખત આફ્રિકા ડેની ઉજવણી કરાઇ રહી છે. આજે ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરરાજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં આફ્રિકા ડેની ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો. આફ્રિકા ખંડના ૫૪ રાષ્ટ્રો પૈકી ૫૦ રાષ્ટ્રોના પ્રતિનિધિઓ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા ગુજરાત પધાર્યા છે. મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી અને નેલ્સેન મન્ડેલાની ૧૦૦મી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં ગુજરાતની પાવનભૂમિ પર આફ્રિકા ડેની ઉજવણી થઇ રહી છે, તે માટે આનંદ અનુભવતાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, ગુજરાતે-ભારતે મોહનદાસ ગાંધી આપ્યા હતા, એ આફ્રિકાએ ભારતને મહાત્મા પાછા આપ્યા આફ્રિકા નિઝમનો પાયો આફ્રિકાના પિતામહ વ્યક્તિત્વોએ નાખ્યો છે, આફ્રિકાની એકતાએ એનું ઘડતર કર્યું છે અને આફ્રિકન યુનિયન તેને વધુ સુદૃઢ કર્યું છે.
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, માર્ચ-ર૦૧૭માં આફ્રિકન દેશોએ પરસ્પરના આર્થિક-વ્યાપારિક સંબંધો વધુ સુદૃઢ કરવા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટે કર્યા, આ ઐતિહાસિક કરારને અનુલક્ષીને ભારતે એજન્ડા-ર૦૬૩ વિઝન ડોકયુમેન્ટડ તૈયાર કર્યું છે. આફ્રિકન દેશો સાથેના ભારતના સુખદ સંભારણાના પ્રિઝમથી અમે ભારત- આફ્રિકન જોડાણને વધુ મજબૂતાઇ બક્ષવા જઇ રહ્યા છીએ. આફ્રિકન દેશો અત્યારે આફ્રિકાને સ્વીકૃત આફ્રિકન નેતૃત્વન આધારિત વિકાસને આગળ ધપાવવા પ્રતિબદ્ધ છે ત્યાફરે ભારત સમાનતા અને પરસ્પર સન્માન સાથેનું નેતૃત્વ સંભાળવા સંકલ્પવબદ્ધ છે. આફ્રિકાની જરૂરિયાતો અને અગ્રતા અનુસાર સહકાર આપવા ભારતે સંવાદસભર, ક્ષમતા નિર્દિષ્ટ અને માંગ મુજબનું ‘સહકાર મોડેલ’ તૈયાર કર્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની વિદેશ અને આર્થિક નીતિમાં આફ્રિકાને ‘ટોપ પ્રાયોરિટી’ આપવાની જાહેરાત કરી છે, તેનો ઉલ્લેખ કરતાં મંત્રી સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે, યુગાન્ડારની મુલાકાત દરમિયાન પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ ૧૦ વ્યાપક માર્ગદર્શક સિદ્ધાંતો આધારિત આફ્રિકા પોલીસીની જાહેરાત કરતી વખતે જ જણાવ્યું હતું કે, બન્ને દેશો વચ્ચે વિકાસ માટેની ભાગીદારીના મૂળમાં આફ્રિકાની જરૂરિયાતો-આવશ્યકતાઓને અગ્રતા આપવામાં આવશે. છેલ્લા ચાર વર્ષોમાં આફ્રિકા સાથેના ભારતના સંબંધોએ નવી ગતિશીલતા અને ધબકારની અનુભૂતિ કરી છે. ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી કક્ષાએથી આ ચાર વર્ષેમાં ર૯ આફ્રિકન રાષ્ટ્રોની મુલાકાત લેવામાં આવી છે. એટલું જ નહીં, સામે પક્ષે આફ્રિકાના ૩૫ રાષ્ટ્રર નેતાઓ ભારત પધાર્યા હતા. સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે, આફ્રિકા સાથેના વધુ સુદૃઢ થતા જતા સંબંધોને અનુલક્ષીને ભારતે આફ્રિકન દેશોમાં આગામી વર્ષોમાં ૧૮ નવા દૂતાવાસ અને ઉચ્ચા યુકત કાર્યાલયો ખોલવાનો નિર્ણય કર્યો છે. આ સાથે આફ્રિકન દેશોમાં ૪૭ એલચી કચેરીઓ થશે. ગત વર્ષે રવાન્ડામાં દૂતાવાસના શુભારંભ સાથે આ મિશનનો આરંભ પણ થઇ ગયો છે. આફ્રિકા એક મહત્વના વ્યાપાર અને મૂડીરોકાણ ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે, એમ કહીને સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે, વર્ષ ર૦૧૭-૧૮માં ભારત-આફ્રિકા વચ્ચે ૬ર.૬૬ બિલિયન ડોલરનો દ્વિપક્ષીય વ્યાપાર થયો છે.
જે અગાઉના વર્ષની સરખામણીમાં રર ટકા વધારે છે. ભારતે અલ્પવિકસીત રાષ્ટ્રો માટે ‘ડયુટી ફ્રી ટેરિફ પ્રેફરન્સ નીતિ’ની જાહેરાત કરી છે, જેનો લાભ ૩૮ આફ્રિકન દેશો લઇ રહ્યા છે. તાજેતરમાં આફ્રિકન કોન્ટી નેન્ટનલ ફ્રી ટ્રેડ એરિયા સુધી થઇ છે, તે પણ આફ્રિકાના આર્થિક અને વ્યાપારિક વિકાસ માટે મહત્વનો આયામ બની રહેશે. આફ્રિકન દેશો સાથેનું સંગઠન વધુ સુદૃઢ બનાવવા સપ્ટેરમ્બર-ર૦૧૮માં ઇ-વિદ્યાભારતી અને ઇ-આરોગ્ય ભારતી અંતર્ગત આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે કરારો કરવામાં આવ્યા છે તેનો ઉલ્લેખ કરીને સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે, પૂ. મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ભારતે આફ્રિકામાં મહાત્મા ગાંધી કન્વેન્શન સેન્ટરના નિર્માણથી દરખાસ્તો કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત- આફ્રિકા સંબંધો લાંબાગાળાના અને વધુ સુદૃઢ થાય એ દિશામાં વ્યપક પ્રયત્નો થઇ રહ્યા છે. આફ્રિકાની સલામતી અને સમૃદ્ધિ પ્રતિની સફરમાં ભારત હંમેશા વિશ્વાસપાત્ર સાથી બની રહેશે. ભારત- આફ્રિકાની મિત્રતા અખંડ-અમર રહે એવી ભાવના તેમણે વ્યક્ત કરી હતી.