આસ્થા, વિશ્વાસ, સંસ્કૃતિ અને મિનલના મહાપર્વ તરીકે કુંભને ગણવામાં આવે છે. આની ભવ્ય શરૂઆત મંગળવારના દિવસે થઇ ચુકી છે. શાહી સ્નાનની સાથે તેની ભવ્ય શરૂઆત થઇ છે. આ કુંભ છે જે કરોડો લોકોના દિલમાં વસે છે. સદીઓથી આનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે અને શ્રદ્ધાળુઓ એટલા જ ઉત્સાહ અને શ્રદ્ધા સાથે અહીં પહોંચતા રહ્યા છે. આ વખતે યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપ સરકારે કુંભનુ ભવ્ય આયોજન કર્યુ છે. તમામ કુંભ કરતા આ વખતે આકર્ષણ અને ભવ્યતા વધારે જારદાર છે. સમયની સાથે સાથે કુંભ મેળામાં પણ સતત ફેરફારો થતા રહ્યા છે. જો કે તેના મુલ્યો આજે પણ અકબંધ રહ્યા છે. કુંભ સ્નાનના ખાસ મહત્વ રહેલા છે. કેટલાક લોકો તો એવા પણ દેશમાં મળી જશે જે શાહી સ્નાનને ક્યારેય ચુક્યા નથી. કુંભનુ આયોજન હમેંશા ભવ્ય ભલે રહ્યુ ન હોય પરંતુ વિશાલ અને વિરાટ તેમજ પ્રચંડ ચોક્કસપણે હોય છે.
કારણ કે આમાં શ્રદ્ધાળુઓની સંખ્યા તો કરોડોમાં પહોંચે છે. જે સમયમાં દુરસંચાર અને આવવા જવા માટેના પુરતા સાધન ન હતા ત્યારે પણ કુંભમાં પવિત્ર સ્નાન કરવા માટે લાખો લોકો પહોંચતા હતા. સંગમના ઘાટ પર એ વખતે પણ ભરચક ભીડ રહેતી હતી. સમગ્ર ભારતમાંથી કુંભમાં લોકો પહોંચે છે. પહેલા લોકો ઓછા ભણેલા હતા છતાં દુર દુર સુધીના ગામોમાં રહેનાર લોકોને પણ ખબર પડતી હતી કે પવિત્ર સ્નાનની તારીખ કઇ કઇ રાખવામાં આવી છે. સેંકડો કિલોમીટર સુધી ચાલતા આવીને પણ લોકો પવિત્ર સ્નાનની વિધીમાં ભાગ લેતા હતા. લોકો નિર્ધાિરત દિવસ કરતા જ પહેલા ઘાટ પર પહોંચી જતા હતા. સંગમના ઘાટ પર પુરતી સુવિધા પહેલા ન હતી જેથી લોકો પહેલા પોતાની સાથે અનાજ અને બીજી તમામ ચીજા સાથે લઇને આવતા હતા. સાથે સાથે સમુહમાં લોકો આવતા હતા. સપ્તાહ સુધી લોકો સફરમાંમ રહેતા હતા. પુણ્ય અને ભક્તિના રસના આકર્ષણ તેમને ત્યાં ખેંચીને લઇ જતા હતા. ચોક્કસપણે સમયની સાથે સાથે કુંભ અને ભક્તિના સ્વરૂપમાં ફેરફારની સ્થિતી જાવા મળી છે.
જેથી તેના સ્વરૂપમાં ફેરફારો પણ થયા છે. કેટલાક લોકો જે કુંભમાં શાહી સ્નાન કરી ચુક્યા છે તે લોકોનુ કહેવુ છે કે પહેલા તે સમયમાં બે પૈસામાં મળનાર પંચાગથી શાહી સ્નાન અંગે માહિતી મળતી હતી. ૧૯૫૪ના મહા કુંભની યાદ કરતા પ્રયાગરાજના ૮૦ વર્ષીય પતિરાજી દેવીએ કહ્યુ છે કે કુંભ અંગે માહિતી પંચાગથી મળી જશે. સમયની સાથે સાથે જે રીતે કુંભની ભવ્યતા વધી છે તેમાં કેટલાક લોકો જુની યાદોને ભુલી ગયા છે.એ વખતે કેટલાક લોકો કલ્પવાસ કરતા હતા. કલ્પવાસમાં સંગમ કાઠે ઝુંપડીમાં રહીને લોકો દર રોજ સ્નાન અને પુજા અર્ચના કરતા હતા. પોતે ભોજન બનાવીને જમતા હતા. એ વખતે સરકારની તરફથી કોઇ વ્યવસ્થા કરવામાં આવતી ન હતી. દેશભરમાંથી લોકો સેંકડો કિલોમીટર ચાલીને આવતા હતા. રેલગાડીઓ અને બસની સુવિધા નહીંવત જેવી હતી. પોતે પોતાની ઝુંપડી બનાવતા હતા અને સપ્તાહ સુધી ચાલે તે પ્રમાણમાં રેશનિંગ સામાન લાવતા હતા. દેશને સ્વતંત્રતા મળ્યા બાદ કુંભ મેળાને મહત્વ આપવા માટે સતત વધુને વધુ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ વખતે તો યોગી સરકારે તેને ભવ્ય બનાવવા માટે કોઇ કસર બાકી રાખી નથી. રેલવે અને પરિવહનની ખાસ વ્યવસ્થા દેશના જુદા જુદા ભાગોથી આવતા લોકો માટે કરવામાં આવી છે. ઘાટ પર તમામ નવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કોઇને કોઇ તકલીફ ન પડે તે માટે દરેક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વિતેલા વર્ષોમાં તો કેટલાક લોકો ઠંડીના કારણે અવસાન પામી જતા હતા. એ વખતે તેમની સાથે આવેલા લોકો અહીં જ તેમના અંતિમસંસ્કાર કરી દેતા હતા. હવે તો કેટલીક સુવિધા વધી ગઇ છે. જેથી તેની ભવ્યતા વધી ગઇ છે. કુંભના ઇતિહાસ સાથે કેટલીક માન્યતા જાડાયેલી રહેલી છે. કુંભની આજે શરૂઆત થયા બાદ સાધુ સંતો દ્વારા સ્નાનની પ્રક્રિયા શરૂ થઇ હતી. સાધુ સંતો બાદ શ્રદ્ધાળુઓ દ્વારા પવિત્ર ડુબકી લગાવીને ધન્યતા અનુભવી હતી. કુંભ હવે કેટાલાક દિવસ સુધી ચાલનાર છે. જેમાં કરોડો લોકો દેશના જુદા જુદા ભાગોમાંથી પહોંચાનાર છે. કુંભ મેળાનુ ભારતમાં ખાસ મહત્વ રહેલુ છે. સદીઓથી તેનુ મહત્વ હોવા છતાં આજે પણ તેના મહત્વમાં અને શ્રદ્ધામાં કોઇ કમી આવી નથી.