ગુજરાતમાં દર વર્ષે ૨૦૦થી પણ વધારે નાના મોટા તહેવારોની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવે છે. જો કે ગુજરાતના સૌથી મોટા તહેવારો પૈકી એક તરીકે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટીવલને ગણવામાં આવે છે. જેમાં કરોડો લોકો ઉત્સાહ સાથે ભાગ લેતા હોય છે. દર વર્ષે ૧૪મી જાન્યુઆરીના દિવસે ઉતરાયણ પર્વની ઉજવણી ગુજરાતમાં કરવામાં આવે છે. જે એક જાવાલાયક પર્વ હોય છે. આ દિવસે પતંગ રસિકોની સાથે સાથે પરિવારના અન્ય સભ્યો પણ સક્રિય રીતે ભાગ લેતા હોય છે. વહેલી સવારથી જ બાળકોની સાથે સાથે પરિવારના મોટા સભ્યો પણ પતંગબાજી માટે પોતાની છત પર નજરે પડે છે.
ચારેબાજુ નાના મોટા મકાનોની છત લોકોની ભરાઇ જાય છે. આકાશ રંગ બિરંગી પતંગોથી ભરાઇ જાય છે. એક અલગ આકર્ષણ જામે છે. ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની ખાસ વિશેષતા રહેલી છે. જેમાં દુનિયાના દેશોના પતંગબાજા તેમની કુશળતા દર્શાવવા માટે પહોંચે છે. તેમની ખાસ પ્રકારની પતંગોને જાવા માટે લાખો લોકો કાઇટ ફેસ્ટીવલમાં પહોંચે છે. તહેવાર પહેલા પતંગો બનાવવા માટે લોકોના ઘરમાં કામ શરૂ થઇ જાય છે. ગુજરાતમાં પતંગબાજી ઉત્સવનુ કદ કેટલુ મોટુ છે તેનુ અંદાજ આનાથી જ લગાવી શકાય છે કે મહિનાઓ પહેલા માંગને પહોંચી વળવા માટે લોકોના ઘરમાં પતંગ બનાવવા માટે કામ ચાલે છે. ઉત્તરાયણ તહેવાર એ દિવસથી શરૂ થાય છે જ્યારે શિયાળાના દિવસે ઉનાળામાં ફેરવાઇ જવાની શરૂઆત થાય છે. ઉત્તરાયણને મકર સંક્રાન્તિ પર્વ તરીકે પણ ગણવામાં આવે છે. વર્ષ ૨૦૧૨માં ટ્યુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાતે ઉલ્લેખ કર્યો હતો કે ગુજરાતમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલે ગિનિશ વર્લ્ડ રેકોર્ડ બુકમાં સ્થાન મેળવી લીધુ છે. એ વર્ષે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટીવલમાં ૪૨ દેશોના પતંગબાજા પહોંચી ગયા હતા.
ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટીવલનુ દર વર્ષે ગુજરાતમાં આયોજન કરવામાં આવે છે. ઉત્તરાયણ પર્વની ઉજવણી દેશના જુદા જુદા રાજ્યોમાં પણ કરવામાં આવે છે પરંતુ ગુજરાતની ઉજવણી ખાસ પ્રકારની હોય છે. આ તહેવારની ઉજવણી માટે સાબરમતી રિવર ફ્રન્ટ આદર્શ સ્થળ તરીકે છે. ખુબસુરત આ સ્થળ પર ૫૦૦૦૦૦ લોકોની ક્ષમતા રહેલી છે. અથવા તો કેટલીક વખત આનુ આયોજન અમદાવાદ પોલીસ સ્ટેડિયમ ખાતે પણ કરવામાં આવ્યુ છે. જા કે છેલ્લા કેટલાક વર્ષોમાં રિવર ફ્રન્ટ વધારે આકર્ષણનુ કેન્દ્ર રહ્યુ છે. કાઇટ ફેસ્ટીવલ દરમિયાન અમદાવાદ અને ગુજરાતના બજારો પતંગ અને દોરીથી ભરાઇ જાય છે. દિવસો પહેલાથી જ ખરીદ શરૂ કરવામાં આવે છે. પંતગના કેટલાક જાણીતા બજારો છે. જે ૨૪ કલાક આ દિવસોમાં ખુલ્લા રહે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તો અમદાવાદમાં ઘણા પરિવારો પતંગ બનાવવાના કારોબારમાં લાગી ગયા છે અને સારી કમાણ કરી રહ્યા છે. અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં સંસ્કાર કેન્દ્રમાં Âસ્થત કાઇટ મ્યુઝિયમ પણ તમામનુ ધ્યાન ખેંચે છે. વર્ષ ૧૯૮૫માં આન સ્થાપના કરવામાં આવી હતી. આમાં અસામાન્ય પ્રકારની પતંગો પ્રદર્શન માટે મુકવામાં આવી છે. ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટીવલની વાત કરવામાં આવે તો તેન શરૂઆત ૧૯૮૯મા કરવામાં આવી હતી.
ગુજરાતમાં પતંગબાજની શરૂઆત સામાન્ય રીતે સવારે પાંચ વાગે થઇ જાય છે અને અડધી રાત બાદ પણ તેની ઉજવણી જારી રહે છે. સમગ્ર તહેવારમાં એક કરોડથી પણ વધારે લોકો ઉત્સાહ સાથે ભાગ લેતા રહે છે. ઉત્તરાયણનો પતંગઉત્સવ ખૂબ જ અનોખો જાવા મળે છે. અહીં પોલના લોકો ખૂબ જ સદભાવના વાળા, ભાઈચારા અને લાગણીશીલ લોકો જાવા મળે છે. અમદાવાદમાં પતંગ બજારની વાત કરવામાં આવે તો ૮૪ની સાલ પહેલા પતંગ બજાર ટંકશાળમાં ભરાતું હતું પણ ત્યાર બાદથી હાલ સુધી રાયપુરમાં આ બજાર ભરાય છે. અહીંયા સીઝનેબલ વેપાર કરવામાં આવે છે. આમા પોળોમાં રહેતા બાળકો આમા કામકાજ કરે છે અને ૩થી ચાર મહિનાની આજીવીકા આમાથી મેળવે છે. ઉત્તરાયણની અસલ મજા શહેરમાં આવેલી પોળોમાં રહે છે. વિશેષતા એ છે કે મોટાભાગે એક જ જાતિના લોકો વસવાટ કરે છે અને તેઓ પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે ભેગા મળીને ઉજવણી કરે છે.