નવીદિલ્હી : ઉત્તરપ્રદેશમાં ૨૦૧૯ જાન્યુઆરીના અંત સુધી રાજ્ય સરકાર ઉત્તરપ્રદેશમાં ૭૫૭૦૦૦ ટન યુરિયા સપ્લાય કરવાની યોજના ધરાવે છે. હાલમાં રાજ્યની સંસ્થાઓ પાસે ૫૮૪૦૦૦ ટન યુરિયાનો જથ્થો ઉપલબ્દ છે. જ્યારે ૨૬૮૦૦૦ ટન ડીએપી અને ૧૨૪૦૦૦ ટન એનકેપીનો જથ્થો રહેલો છે. લોકસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે સરકાર કોઇપણરીતે ખેડૂતોને નારાજ કરવા માટે તૈયાર નથી. આજ કારણસર ખેડૂતોના હિતમાં એક પછી એક નિર્ણય લેવાઈ રહ્યા છે.