રાજકોટઃ શ્રી દ્વારકેશલાલજી મહારાજના કંઠે ૩૧મી સુધી ચાલનારી કથામાં મોટી સંખ્યામાં વૃજવાસીઓ ભ્રમરગીતનું રસપાન કરી રહયા છે. શ્યામસુંદરના સખા ભ્રમર દ્વારા ગોપીઓ સાથે શ્રીકૃષ્ણના વિવિધ રૂપના ગુણગાન અને તેની મહત્તા વિશે. શ્રીદ્વારકેશલાલજી મહારાજ દ્વારા સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું હતું.
આ કથામાં શ્રી વૃજરાજકુમારજીએ કહયુ હતું કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત વિકાસની એક નવી ઉંચાઇ પ્રાપ્ત કરશે. જયારે મુખ્યમંત્રીશ્રી રાજકોટના હોય ત્યારે તેમને રાજકોટ માટે સહજ પ્રેમ ભાવ હોવાનું અને તેનો લાભ રાજકોટની જનતાને ચોકકસ પ્રાપ્ત થશે.
રાજકોટ ખાતે શ્રી દ્વારકેશ ગૃપ તથા સમન્વય ફાઉન્ડેશન દ્વારા આયોજીત ભ્રમરગીત રસામૃતમ કથામાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ ઉપસ્થિત રહી ભ્રમરગીત કથા શ્રવણનું રસપાન કર્યુ હતું
આપણા શ્રેષ્ઠ સંસ્કારો એ જ આપણી સાંસ્કૃતિક વીરાસત જાળવી રાખેલ છે. તે માટે સત્સંગ ખુબજ અનિવાર્ય છે તેમ રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ ખાતે ભ્રમરગીત રસામૃતમ મહોત્સવમાં જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, ધર્મનો અર્થ સત્સ છે અને એટલે જ હંમેશા રાજદંડની ઉપર ધર્મદંડ હોય છે આપણે દેશને માનાં સ્વરૂપે સ્વિકાર કરેલ છે તેવી જ રીતે તમામ નદીઓને માતા સ્વરૂપે આપણે સ્વિકાર કરેલ છે તે આપણી મહાન પરંપરાની ગવાહી આપે છે.
આ પ્રસંગે સાંસદસભ્ય, ધારાસભ્યો, મેયર, સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યા માં વૈશ્નવજનો ઉપસ્થિત રહયા હતા.