અમદાવાદ : હાલ જ્યારે વાઇબ્રન્ટ એટલે કે નીત નવા ઉત્પાદનો અને ઉપયોગી ઉત્પાદનોના પ્રદર્શનની મોસમ ચાલી રહી છે ત્યારે ગ્રાહકોને પણ પોતાની મન પસંદ અને તેમના ઘરને અનુરૂપ ચીજ-વસ્તુઓ મળી રહે તેવા ઉમદા આશયથી આગામી તા.૧૧થી ૧૩ જાન્યુઆરી દરમ્યાન ગુજરાત યુનિવર્સિટી એકઝીબીશન અને કન્વેશન હોલ ખાતે વાઇબ્રન્ટ ઇન્ડિયા-૨૦૧૯નો આંતરરાષ્ટ્રીય કક્ષાનો અનોખો પ્રદર્શન મેળો યોજાવા જઇ રહ્યો છે. અમદાવાદીઓ માટે ખાસ કરીને ગૃહિણીઓ અને મહિલાઓ માટે આ પ્રદર્શન મેળો ખૂબ જ લાભકારી અને ફાયદાકારક બની રહેશે એમ અત્રે વાઇબ્રન્ટ ઇન્ડિયા-૨૦૧૯ના ઓર્ગેનાઇઝર નરેન્દ્ર દિવાકર અને પંકજ દિવાકરે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઘર વસાવ્યા પછી કેટલીય વસ્તુઓ જેવી કે કટલરી, કીચનવેર, ટેબલ વેર, ક્રોકરી, સ્ટેનલેસ્ટીલ, હોમ એપ્લાયન્સીસ, હાઉસ વેર, ગીફ્ટ, હોમ ડેકોર, થર્મોવેર સહિતના અનેકવિધ ઉત્પાદનો અને ચીજવસ્તુઓની જરૂર પડે છે. પ્રજાજનો ખાસ કરીને ગૃહિણીઓ અને મહિલાઓને આ બધી ચીજવસ્તુઓ ખરીદી કરવા જુદા જુદા સ્થળોએ કે બજારમાં ફરવું ના પડે તે હેતુથી એક જ છત હેઠળ એટલે કે, વાઇબ્રન્ટ ઇન્ડિયાના પ્રદર્શન મેળામાં તેમને જાઇતી તમામ ચીજવસ્તુઓ આકર્ષક દરે અને ડિસ્કાઉન્ટ ઓફર સાથે ઉપલબ્ધ બનાવવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રદર્શન યોજતી વાઇબ્રન્ટ ઇન્ડીયા ઇવેન્ટ સોલ્યુશન દ્વારા ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં તા.૧૧ થી ૧૩ મી જાન્યુઆરી દરમ્યાન યોજાનારા આ અનોખા પ્રદર્શનમાં દિલ્હી, મુંબઇ સહિત દેશભરમાંથી નામાંકિત અને જાણીતા ઉત્પાદકો, વેપારીઓ અને હોલસેલરો ભાગ લઇ રહ્યા છે. જેમની આકર્ષક, લોકપ્રિય અને નવી સંશોધન સાથેની પ્રોડક્ટ અને ચીજવસ્તુઓ નાગરિકોને અમદાવાદમાં હાથવગી બનાવવામાં આવશે.
વાઇબ્રન્ટ ઇન્ડિયા-૨૦૧૯ના ઓર્ગેનાઇઝર નરેન્દ્ર દિવાકર અને પંકજ દિવાકરે વધુમાં ઉમેર્યું કે, હાલ જ્યારે લોકો પોતાના વ્યાવસાય નોકરીમાં વ્યસ્ત હોય ત્યારે એક એક ચીજ માટે અલગ અલગ સ્થળે ભટક્વું પડે છે, તે આજની મોંધવારીમાં પરવડે તેમ નથી, તેના કારણે સમય અને નાણાંનો વઘુ ખર્ચ થાય છે તમામ ચીજા એક જ સ્થળેથી મેળવવા માટે આ પ્રદર્શન મેળો એક ઉતમ સ્થળ છે કે જ્યાં તમામ ઉત્પાદનોના સ્ટોલ હોય છે. દરમ્યાન આ મેળામાં ભાગ લેનાર યુનાઇટેડ મેટાલિક પ્રા.લિના રિજિનલ સેલ્સ મેનેજર અલ્પેશ રાવલે જણાવ્યુ હતું કે, મહિલાઓ-ગૃહિણીઓ માટે તો ખરીદીની આ સૌથી ઉત્તમ તક છે. કટલરી, કીચનવેર, ટેબલ વેર, ક્રોકરી, સ્ટેનલેસ્ટીલ, હોમ એપ્લાયન્સીસ, હાઉસ વેર, ગીફ્ટ, હોમ ડેકોર, થર્મોવેર સહિતની ચીજવસ્તુઓમાં કેટલીક પ્રોડક્ટ તો એવી છે જે નાગરિકોને સૌપ્રથમવાર જાવાની અને ખરીદવાની તક મળશે.