ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ગાયના મુદ્દા પર તીખી પ્રતિક્રિયા આપનાર ભગવા નેતા તરીકે રહ્યા છે. પરંતુ હવે આ જ ગૌરક્ષા તેમના માટે સમસ્યારૂપ બની રહી છે. જે રીતે ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર સત્તામાં આવ્યા બાદ બિનઉપયોગી ગૌવંશ અને બીજા રખડતા પશુ ખેતી અને ખેડુતો માટે સમસ્યારૂપ બની રહ્યા છે તે જાતા યોગીની સમસ્યા વધી રહી છે. રખડતા ઢોર અને બિન ઉપયોગી ગોવંશના કારણે પરેશાન થયેલા પ્રદેશના ખેડુતો હવે એક સાથે આવી રહ્યા છે અને યોગી સરકારની સામે મુશ્કેલી ઉભી કરી રહ્યા છે. એકબાજુ ખેતરોમાં પરસેવા અને પૈસા વહાવડાનર ખેડુતોને પોતાની કૃષિ પેદાશો માટે વાજબી કિંમત મંડીમાં મળી રહી નથી. જે ગંભીર સમસ્યા બનેલી છે.
૧૯ મેટ્રિક ટન બટાકા વેચીને માત્ર ૪૯૦ રૂપિયાનો નફો મેળવનાર ખેડુતનો દાખલો તમામની સામે છે. બીજી બાજ ખેડુતોને હવે રાતે જાગી જાગીને રખડતા ઢોરને લઇને સાવધાન રહેવાની ફરજ પડી શકે છે. સ્થિતી એટલી હદ સુધી વિસ્ફોટક બની ચુકી છે કે અલીગઢ, ફિરોજપુર અને આગરા જેવા જિલ્લામાં તો ખેડુતો પરેશાન થઇને આવારા પ્રાણીઓેને ખદેડી મુકીને સરકારી આરોગ્ય કેન્દ્રોમાં પુરી દેવાની ઘટના સપાટી પર આવી છે. શહેરી ક્ષેત્રોમાં માર્ગ પર જેમ તેમ ઢોર રખડતા જાઇ શકાય છે. આવા ગૌવંશના કારણે સામાન્ય દિવસોમાં અકસ્માત સર્જે છે. રખડતા ઢોરને સરકારી આરોગ્ય કેન્દ્રોમાં પુરી દેવાની ઘટના એક બે જ બની રહી છે તેમ કહીને સરકાર આ સ્થિતીને નજર અંદાજ કરી શકે તેમ નથી.
કારણ કે હાલમાં યોજાયેલી પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને નુકસાન થયુ હતુ. ભાજપના સ્ટાર પ્રચારકને હાલમાં પરિણામથી નિરાશા હાથ લાગી છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સારી રીતે જાણે છે કે ચૂંટણી મોસમમાં ખેડુતોના પાકને નુકસાન કરી રહેલા ઢોરઅને ગૌવંશના કારણે જે સમસ્યા ઉભી થઇ છે તે જા દુર કરવામાં નહીં આવે તો ગૌ કેન્દ્રિત આક્રમક નીતિ યોગી માટે પણ સમસ્યા ઉભી કરી શકે છે. આવારા પશુઓના કારણે ઘેરા બની રહેલા સંકટને ધ્યાનમાલઇને નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં યોગીએ ઉતાવળમાં નિર્ણય કર્યો હતો કે રાજ્યભરમાં નિરાશ્રિત ગાયો માટે અસ્થાયી આશ્રય સ્થાન ચાલુ કરવામાં આવશે.ઉત્તરપ્રદેશ સરકારે હાલમાં સમગ્ર રાજ્યમાં ગૌશાળા બનાવવા માટે ગૌ કલ્યાણ સેસ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ હેઠળ હવે ૦.૫ ટકા સેસ શરાબ ઉપરાંત એવી તમામ ચીજા પર લાગુ કરવામાં આવનાર છે જે પેદાશો કરવેરાની હદમાં આવે છે.
આટલા જ પેટા ટેક્સ સરકારી એજન્સીઓ દ્વારા વસુલ કરવામાં આવતા ટોલ ટેક્સ પર જુદી જુદી સરકારી યુનિટોના નફા પર લાગુ થનાર છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ગયા મંગળવારના દિવસે મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યા બાદ તેને લઇને જુદી જુદી પ્રતિક્રિયા આવી રહી છે. કેબિનેટની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય મુજબ રાજ્ય સરકાર દરેક જિલ્લાના ગ્રામીણ અને નગરીય ક્ષેત્રમાં લઘુતમ ૧૦૦૦ પશુ માટે આશ્રય સ્થળ પર બનાવનાર છે. નિર્માણ કાર્ય માટે મનરેગા ઉપરાંત ધારાસભ્ય અને સાંસદ નિધીમાંથી પણ પૈસા આપવામાં આવનાર છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યભરમાંથી એવી ફરિયાદ ઉઠી રહી છે કે આવારા પ્રાણીઓ પાકને નુકસાન કરી રહ્યા છે. સાથે સાથે તેમના કારણે માર્ગ દુર્ઘટના વધી રહી છે.
જાહેરમાં ફરતા પ્રાણીઓથી પરેશાન થઇને પશ્ચિમ ઉત્તરપ્રદેશના લોકો તો હવે તેમને સ્કુલ અને પોલીસ સ્ટેશનમાં બંધ કરવા માટે વાત કરી રહ્યા છે. આ સમસ્યા એકાએક પશુના વેચાણની પ્રક્રિયા રોકાઇ જવાના કારણે સર્જાઇ ગઇ છે. સામાન્ય રીતે ખેડુતો ખેડુતો કેટલીક બાબતોને લઇને પરેશાન દેખાઇ રહ્યા હતા. હવે ખેતીના કામમાં મશીનરીનો ઉપયોગ સતત વધી રહ્યો છે જેથી પ્રાણીઓનો ઉપયોગ સતત ઘટી રહ્યો છે. યોગી સરકારના આ નિર્ણયને લઇને જુદી જુદી પ્રતિક્રિયા આવી રહી છે. ગૌવંશની સંખ્યાને મર્યાિદત કર્યા વગર તેમને ચોક્કસ વિસ્તારમાં રાખવાની બાબત યોગ્ય સાબિત થઇ શકે નહીં. પશુ ચિકિત્સક અને કૃષિ વૈજ્ઞાનિકોને પણ આ સંબંધમાં જરૂરી સુચન કરવા માટે કહેવામાં આવી શકે છે. આને લઇને દુરગામી યોજના પર કામ કરવાની તાકીદની જરૂરીયાત દેખાઇ રહી છે. કાયમી રીતે સમસ્યાને ઉકેલી દેવાની જરૂર છે. યોગીની સામે કેટલાક પડકારો રહેલા છે.