નવી દિલ્હી : દેશમાં પાકની કાપણી પહેલા હવે ખેડુતોને કિંમત દર્શાવવા માટેની તૈયારી ચાલી રહી છે. આવા જ એક પ્રોજેક્ટ પર અંતિમ કામ ચાલી રહ્યુ છે. એવુ જાણવા મળી રહ્યુ છે કે ખરીફ સત્રથી આ યોજના અમલી કરવામાં આવનાર છે. અમેરિકામાં પહેલાથી જ આ યોજના અમલી બનેલી છે. મોદી સરકાર આઇસીએઆર તેમજ એનઆઇએપીની સાથે મળીને આ યોજના પર કામ શરૂ કરી ચુકી છે. ખેડુતોને સીધી રીતે આના કારણે ફાયદો થનાર છે.
માંગના મુલ્યાંકન અને આંતરરાષ્ટ્રીય બજારના પ્રવાહના આધાર પર સરકાર હવે ખેડુતોને તેમના પાકના ભાવ કાપણી પહેલા જ દર્શાવી દેશે. અમેરિકાની જેમ આ રણનિતી પર કામ ચાલી રહ્યુ છે. અમેરિકાની જેમ દેશમાં પણ આ વ્યવસ્થા અમલી કરવામાં આવી રહી છે. આગામી ખરીફ સિઝનથી પ્રાયોગિક રીતે તેને અમલી કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે પસંદ કરવામાં આવેલા કૃષિ પાક માટે કિંમતો અંગે પહેલાથી જ વાત કરવામાં આવનાર છે.
આ પાયલોટ પ્રોજેક્ટની સફળતાના આધાર પર તેની હદના સંબંધમાં નિર્ણય કરવામાં આવનાર છે. મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આના માટે ટેકનિકલ સલાહકાર સમિતીની રચના કરી દેવામાં આવી છે. આના ભાગરૂપે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ અને રાષ્ટ્રીય કૃષિ આર્થિક તેમજ નીતિ અનુસંધાન સંસ્થાને નોલેજ પાર્ટનર બનાવી દેવામાં આવ્યા , પ્રાપ્ત માહિતી મુજબ એનએઆઇપી કૃષિ પેદાશની માંગ, મંડીમાં આવકના પ્રમાણ અને આંતરાષ્ટ્રીય ભાવના સંબંધમાં યોગ્ય આગાહી માટે એક મોડલ તૈયાર કરનાર છે. અમેરિકામાં આ પ્રકારની વ્યવસ્થા પહેલાથી જ અમલી છે. જેના કારણે ખેડુતોને લાભ થઇ રહ્યો છે. હવે ભારત સરકાર પણ પ્રાયોગિક ધોરણે આ દિશામાં આગળ વધી રહી છે.