અમદાવાદ: હોમ ઑટોમેશન સ્ટાર્ટઅપ પિકોસ્ટોન ટેક્નોલોજી ગુજરાતમાં એવા ઉત્પાદન લઇને આવી રહી છે, જે લોકોને તમામ ઘરેલૂ ઉપકરણોનું રિમોટ કંટ્રોલ પ્રદાન કરશે. આ સ્ટાર્ટઅપ ગુજરાતના 6 શહેરોને કેન્દ્રમાં રાખી કામ કરી રહ્યું છે, જેમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, બોટાદ, રાજકોટ અને સૂરત સમાવેશ થાય છે અને તે માટે ગુજરાતના પ્રમુખ વિતરકોની સાથે કંપનીના વિસ્તારની યોજના તૈયાર કરવા તથા ઉત્પાદનોને સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ ઉપયોગકર્તાઓ સુધી પહોંચડાવા માટે કાર્ય શરૂ કરી દીધું છે.
પિકોસ્ટોનના સીઈઓ વિરાંગ ઝવેરીએ જણાવ્યું કે “મુંબઇ અને ચેન્નઇ બાદ ગુજરાત અમારા વિસ્તારની યોજનામાં જોડાનાર ત્રીજુ સ્થળ છે. ઉચ્ચ સ્માર્ટફોન પ્રવેશ, વધતી પ્રાપ્ય આવક, જીવનશૈલીમાં સુધાર અને વધતી જાગરૂકતા અને તકનીકી આધારિત ઉત્પાદનનોની આવશ્યકતા, અમારા માટે અહિં વિકાસની એક વિશાળ તક પ્રદાન કરે છે.”
ગુજરાત પિકોસ્ટોન જેવા નવા યુગના હોમ ઑટોમેશન સ્ટાર્ટઅપ માટે એક વિશેષ રણનીતિક મહત્વ રાખે છે, કારણ કે અહિં સ્માર્ટફોન્સની પહોંચ ઊંડી છે અને તેની સાથેસાથે વધતી યુવા વસ્તી પણ છે અને અહિં બેરોજગારી દર ભારતના તમામ રાજ્યોમાં સૌથી ઓછો છે.
ઝવેરીએ જણાવ્યું કે “અમે અમદાવાદ અને વડોદરામાં મુખ્ય રિયલ એસ્ટેટ ડેવલપરની સાથે પણ વાતચીત કરી રહ્યાં છીએ, જેથી અમે અમારા હોમ ઑટોમેશન ઉત્પાદનોને તેમના ઘર ખરીદદારો માટે એક મૂલ્ય વર્ધિત પ્રસ્તાવના રૂપમાં સમાવેશ કરી શકીયે.”
પિકોસ્ટોન હોમ ઑટોમેશન ઉત્પાદન લગભગ તમામ ઘરેલૂ ઉપકરણો જેવા કે, લાઇટ, પંખા, એર-કંડીશનર, વોટર હિટર, પડદા અને મોશન સેંસરને નિયંત્રિત કરી શકે છે. આ ઉત્પાદનના ઉપકરણોના વ્યવસ્થાપન અને નિયંત્રણમાં સરળતા પ્રદાન કરવા, ખરાબીની ચેતાવણી આપવા અને પૈસાની બચત માટે ઉર્જા ઉપયોગને નિયંત્રિત કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.
પિકોસ્ટોનના સીઓઓ અને સહ-સંસ્થાપક નિકેત સરવૈયા જણાવે છે કે “હોમ ઑટોમેશન ઉત્પાદન ઉપયોગકર્તાઓને મૂલ્ય આધારિત સેવાઓ પ્રદાન કરવા માટે વ્યવસ્થાપનની સરળતાના પોતાના પારંપરિક કાર્યથી આગળ વધી ગયા છે, જેમાં પૈસાની બચત થઇ શકે છે અને કેટલીક બાબતોમાં એઆઇ (AI)ના એકીકરણના કારણે જિંદગી પણ બચાવી શકાય છે.”
પિકોસ્ટોન ટેક્નોલોજીએ ભારતમાં નિલેશ જૈનની અધ્યક્ષતામાં અમેરિકા આધારિત રોકાણકાર જૂથ ‘મેટાફોર્મ વેંચર્સ’ પાસેથી લગભગ 5 કરોડ રૂપિયા એકઠા કર્યા છે.