નવી દિલ્હી : સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આજે તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવના ક્ષેત્રિય પક્ષોની સાથે એક મોરચો બનાવવાના વલણને ટેકો આપ્યો છે. અખિલેશ યાદવે કહ્યું છે કે, તેઓ પોતે ચંદ્રશેખર રાવને મળવા માટે હૈદરાબાદ જશે. બીજી બાજુ મધ્યપ્રદેશમાં પોતાના ધારાસભ્યને મંત્રી ન બનાવવાને લઇને અખિલેશ યાદવ નારાજ પણ દેખાયા હતા. કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા અખિલેશ યાદવે કહ્યું હતું કે, તેઓએ સમાજવાદીઓનો રસ્તો સાફ કરી દીધો છે.
ભાજપનો પણ તેઓ આભાર માનવા માંગે છે. કારણ કે, ભાજપના લોકોએ સમાજવાદીઓને પછાત સમજ્યા છે. અખિલેશે કહ્યું હતું કે, દેશમાં મહાગઠબંધન થાય તેને લઇને વ્યાપક પ્રયાસો થઇ રહ્યા છે. આને લઇને તેઓ ટેકો આપે છે. તેલંગાણાના મુખ્યમંત્રીના પ્રયાસોને તેઓ ટેકો આપે છે. રાવને મળવા માટે તેઓ હૈદરાબાદ જશે. રાવના પ્રયાસ છે કે, ક્ષેત્રિય પક્ષોને સાથે રાખીને એક મંચ બનાવવામાં આવે જેથી તેઓ આમા જવા ઇચ્છુક છે. ભાજપે જાતિ અને ધર્મના આધાર પર મત માંગ્યા છે.
જ્યારે કોંગ્રેસ પાર્ટીએ પણ વિભાજનની રણનીતિ અપનાવી છે. વિધાનસભા ચૂંટણીથી પહેલા સમાજવાદીઓને ભાજપે પછાત તરીકે ગણ્યા છે અને તેમનો તેઓ આભાર માનવા માંગે છે. કોંગ્રેસીઓનો પણ આભાર માનવા માંગે છે. મધ્યપ્રદેશમાં અમારા ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા નથી. અખિલેશ યાદવે સંકેત આપ્યો છે કે, કોંગ્રેસ અને ભાજપથી અલગ થઇને જે મોરચો બનશે તેમાં સમાજવાદી પાર્ટી જશે. લોકસભા ચૂંટણી પહેલા અખિલેશ યાદવ પણ ચંદ્રશેખર રાવ સાથે રહીને આગળ વધવા ઇચ્છુક છે. રાવ ટીએમસી સાથે બેઠક યોજી ચુક્યા છે. બિનભાજપ અને બિન કોંગ્રેસ ગઠબંધન બનાવવાના પ્રયાસ સતત ચાલુ રહ્યા છે. ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક પણ વાતચીતમાં વ્યસ્ત બનેલા છે.