અમદાવાદ : ભાજપ રાષ્ટ્રી મહિલા મોરચાના અધિવેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશભરમાંથી પહોંચેલી મહિલા કાર્યકરોને પ્રેરક માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. મોદીએ પોતાની સરકારની સિદ્ધિઓની વિસ્તારપૂર્વક વાત કરી હતી અને દેશના લોકો સુધી તમામ કામગીરીને લઈ જવા અને એક એક વ્યક્તિનો સંપર્ક કરવા ઉપસ્થિત કાર્યકરોને સૂચન કર્યું હતું.
- મેરા બુથ સબસે મજબૂત માટે સંકલ્પબદ્ધ થવા સૂચન
- દેશવાસીઓના સપના આપણા સપના છે તેમ સમજીને જવાબદારીને અદા કરવા સૂચન
- સરકારની સિદ્ધિઓને જન જન સુધી લઈ જવા લાગી જવા મહિલા કાર્યકરોને અપીલ
- પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૯૦ લાખ મહિલાઓ ઘરની માલિક બની ચુકી છે
- મુદ્રા યોજનામાં ૭૦ ટકાથી વધુ લાભાર્થી મહિલાઓ હોવાનો દાવો કર્યો
- જન ધન યોજના હેઠળ ૩૪ કરોડ બેન્ક ખાતા ખોલાયા છે જે પૈકી ૧૮ કરોડ બેન્ક ખાતા મહિલાઓના ખુલ્યા છે
- સુકન્યા સમૃદ્ધિ યોજના દ્વારા ૧.૫૦ કરોડ મહિલાઓના ખાતામાં ૩૦ હજાર કરોડ રૂપિયા જમા થઈ ચુક્યા છે
- મુદ્રા યોજનાના ૧૫ કરોડ લાભાર્થીઓમાં ૧૧ કરોડ મહિલાઓ હોવાનો પણ દાવો કર્યો
- મેટરનિટી લીવ ૧૨ સપ્તાહથી વધારીને ૩૬ સપ્તાહ સુધી તેમની સરકાર કરી શકી છે
- વિશ્વમાં કોઈપણ જગ્યાએ જ્યારે તેઓ વાત કરે છે ત્યારે વૈશ્વિક નેતાઓ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે
- ૨૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પોલીસમાં ૩૩ ટકા મહિલા અનામતની જાગવાઈ કરાઈ છે
- અગાઉની સરકારોની સ્કીમોને સુધારીને તેને વધુ વિસ્તૃત કરાઈ છે
- માતૃ વંદના યોજના દ્વારા પ્રસૂતિ માતાને પોષણક્ષમ આહાર મળે તે માટે છ હજાર રૂપિયા સુધીની સહાયતા ભાજપ સરકાર કરી રહી છે. આનાથી ૫૦ લાખ મહિલાઓને લાભ થયો છે
- પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ યોજના દ્વારા ૧.૫૦ કરોડ પ્રસૂતિ માતાઓની તપાસ કરાઈ છે
- સ્વચ્છ ભારત અભિયાન દ્વારા દેશમાં ૯૭ ટકા ઘરો સુધી સ્વચ્છતાના સંદેશ પહોંચ્યા છે
- સ્વચ્છ ભારત અભિયાનને લોકો એક આંદોલનની જેમ લઈ રહ્યા છે
- છ કરોડ મહિલાઓ ઉજ્જવલા યોજનાની લાભાર્થી બની છે
- તમામ ઘર સુધી ગેસ સિલિન્ડર પહોંચાડને સ્વચ્છ વાતાવરણ નિર્માણ કરવાનું સરકારનો ઈરાદો છે
- જીએસટીના અમલીકરણથી મોંઘવારી ઉપર બ્રેક મુકાઈ છે
- વીજળીના દર કે મોબાઈલ બિલ કે દવાઓ બેન્ક લોનના હપ્તા તમામ દર ભુતકાળની સરખામણીમાં ઘટી ગયા છે
- ત્રિપલ તલાકના કાયદા દ્વારા મુસ્લિમ મહિલાઓને સન્માન આપવાના પ્રયાસ થઈ રહ્યા છે
- વિરોધ પક્ષો દ્વારા વારંવાર અડચણો છતાં ભાજપ સરકાર ત્રિપલ તલાક માટે કટિબદ્ધ છે
- બળાત્કારના કેસમાં ફાંસીથી લઈને ૨૦ વર્ષ સુધીની જાગવાઈ ભાજપના શાસનમાં થઈ છે
- નારી શક્તિ માટે શ્રેણીબદ્ધ પ્રયાસો સરકારના ગાળામાં જ કરવામાં આવ્યા છે