અમદાવાદ : સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાના મામલામાં ગુજરાત દેશમાં નંબર વન છે. છ કેટેગરીમાં કરવામાં આવેલા રેંકિંગમાં ગુજરાતે ૧૦૦ ટકા સ્કોર સાથે શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. આ યાદીમાં કર્ણાટક, કેરળ, ઓરિસ્સા અને રાજસ્થાન પણ અન્ય ટોપ પરફોર્મર તરીકે રહ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશન દ્વારા કરવામાં આવેલા રાજ્યોના રેંકિંગ મુજબ ગુજરાત સૌથી આગળ રહ્યું છે. આ કેટેગરીમાં ૮૫ ટકાથી વધુ પરંતુ ૧૦૦ ટકાથી ઓછા સ્કોરવાળા રાજ્યો સામેલ કરવામાં આવ્યા છે. ડીઆઈપીપી દ્વારા રેંકિંગ જારી કરવામાં આવ્યું છે. આ વિભાગ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કામ કરે છે. ગુજરાત ૧૦૦ ટકા સ્કોર સાથે પ્રથમ છે. કર્ણાટક ૮૫ ટકાથી વધુ છે પરંતુ ૧૦૦ ટકાથી ઓછા સ્કોર સાથે બીજા સ્થાને છે.
રમેશ અભિષેક દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. ડીઆઈપીપીના સેક્રેટરી અભિષેકે કહ્યું હતું કે, આ કવાતથી સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે ઇકો સિસ્ટમને સુધારવા રાજ્યોને મદદ મળશે. ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ વિકસિત કરવા લેવામાં આવેલા પગલાના આધાર પર આ રેંકિંગ તૈયાર છે.
આ કવાયતમાં ૨૭ રાજ્યો અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશોએ ભાગ લીધો હતો. રેંકિંગમાં સાત ક્ષેત્રો અને ૩૮ એક્શન પોઇન્ટને આવરી લેવામાં આવ્યા તા. સરકારે ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા જાન્યુઆરી મહિનામાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા એક્શન પ્લાનની શરૂઆત કરી હતી. ત્યારબાદથી એક પછી એક પગલા લેવામાં આવી રહ્યા છે. ગુજરાતે પ્રથમ સ્થાન મેળવતા રાહતનું મોજુ રહ્યું છે. કર્ણાટકે પણ સારો દેખાવ કર્યો છે.