અમદાવાદ: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના કથાનુસાર, આયુર્વેદ શાસ્ત્રમાં વાસ્તવિક રુપથી આખી દુનિયાને પ્રભાવિત કરવાની શક્તિ છે. આયુર્વેદની આ ક્ષમતાનો વધારેમાં વધારે ઉપયોગ કરીને હૃદયરોગ, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, ઓબેસિટી તથા માનસિક તણાવ એવા, જીવનશૈલી સાથે સંબંધિત વિભિન્ન રોગોને નાબૂદ કરવા માટે માધવબાગ છેલ્લાં ૧૫ વર્ષોથી કામ કરી રહી છે. આજે ભારતમાં આ રોગોનું પરિણામ ભય રીતે વધી રહ્યું છે. વિશ્વના ૧૪ કરોડ ડાયાબિટીસ લોકોમાંથી લગભગ ૭.૨ કરોડ રોગી ભારતમાં છે. ભારતની જનસંખ્યા પાંચ ટકા ડાયાબિટીસથી ગ્રસ્ત છે. આ એક્સપોમાં યોગેશ વલવલકર (હેડ-સ્ટ્રેટ્જી એન્ડ માર્કેટિંગ), ડૉ.ગુરુદત્તા આમીન (ચીફમેડિકલ ઓફિસર) અને ડૉ.પ્રવીણ ઘાડિગાવકર (હેડ મેડિકલ ઓપરેશન) ઉપસ્થિત રહ્યાં હતાં.
માધવબાગના સીઇઓ ડૉ.રોહિત માધવ સાનેએ જણાવ્યું કે, “અયોગ્ય આહાર, અનુચિત જીવન શૈલી, ઓબેસિટી તથા માનસિક તણાવ આ કારણોથી સંખ્યા વધતી જ જઇ રહી છે અને હવે ઘર-ઘરમાં ડાયાબિટીસ વ્યકિત મળી રહ્યાં છે. આ સ્થિતિ હૃદય રોગના સંબંધમાં પણ છે. આવી રહેલ કેટલાંક વર્ષોમાં વિશ્વના સૌથી વધુ હૃદય રોગી ભારતમાં જ હશે, એવીભવિષ્યવાણી વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા કરવામાં આવી હતી. ગુજરાતમાં પણ આ બિમારીઓ ઝડપથી વધી રહી છે. હૃદય રોગના શલ્યક્રિયા તથા સારવારના કારણે ભારતીયોના કરોડો રુપિયા અનાવશ્યક રુપથી ખર્ચ થઇ રહ્યાં છે. આ બિમારીઓના કારણે ભારતીય લોકોની કાર્યક્ષમતા તથા ઉત્પાદન ક્ષમતા પણ ઓછી થઇ રહી છે, જેનાથી થતાં નુક્શાન એટલું વધારે છે કે, તે ગણી શકાય છે.
જીવન શૈલીમાં સુધાર, યોગ્ય આહાર અને આયુર્વેદમાં આપેલ જ્ઞાનની સહાયતાથી હૃદય રોગ અને એવી અન્ય આપત્તિજનક બીમારીયોનો મુકાબલો કરીને વર્ષ ૨૦૨૫ સુધી ભારતમાં હૃદયરોગીયોનામૃત્યુદર ઓછો કરવાનો સંદેશ વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડવું માધવબાગનું લક્ષ્ય છે. આ ઉદ્દેશ્યથી અમદાવાદમાં આયોજિત વર્લ્ડ આયુર્વેદ કોગ્રેંસ ૨૦૧૮નું પ્રોયાજન મુખ્ય પ્રાયોજકના રુપમાં માધવબાગે સ્વીકૃત કર્યા છે.
આ અવસર પર આયોજિત ભવ્ય વૈધ્યક પ્રદર્શનીનું ઉદ્ઘાટન ગુજરાત માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. માધવબાગના વિશાળ હોલમાં, સારવાર માટે માધવબાગ દ્વારાચલાવામાં આવી રહેલ હોસ્પિટલ, ક્લિનિક, ગ્રામીણ ઓ.પી.ડી તથા ઘરે વૈધ્યક સેવા એવા વિવિધ ઉપક્રમોની જાણકારી પ્રત્યક્ષરુપમાં પ્રાપ્ત કરવામાં આવી રહી છે. મેડિકલ કોલેજના વિદ્યાર્થી, વૈધ્યક વ્યવસાયિક તથા સામાન્ય નાગરિક મોટી સંખ્યામાં માધવબાગના હોલ પર ભેટ આપી રહ્યાં છે. આયુર્વેદની મદદથી સ્વાસ્થ્ય સંપન્ન જીવન કેવી રીતે મેળવી શકાય છે તે જાણવા માટે આ હોલમાં લોકોની ખૂબ જ ભીડ લાગી છે.