અમદાવાદ : ગુજરાતની પ્રથમ સાયન્ટિફિક ફિલ્મ શોર્ટ સર્કિટનું ટીઝર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું હતું. જેને યુ ટયુબ અને સોશ્યલ મીડિયામાં જોરદાર અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ફિલ્મના ટીઝરને આટલી હદના બહોળા પ્રતિસાદને લઇ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને ફિલ્મજગત સાથે સંકળાયેલ વર્તુળમાં ભારે ચર્ચા જગાવી છે. બીજીબાજુ, પ્રેક્ષકોએ ફિલ્મનું ટીઝર જોયા બાદ ફિલ્મના દ્રશ્યો, તેના નિર્માણ સહિતની વાતોને લઇ ભરપૂર વખાણ કર્યા છે. જે જાતાં હવે આગામી દિવસોમાં રિલીઝ થનારી શોર્ટ સર્કિટ ફિલ્મને બમ્પર ઓપનીંગ અને જોરદાર સફળતા મળવાની શકયતા બળવત્તર બની છે.
ગુજરાત રાજયની અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની સૌપ્રથમ સાયન્ટિફિક ફિલ્મ શોર્ટ સર્કિટ ફિલ્મને મળી રહેલા જારદાર પ્રતિસાદને લઇ ફિલ્મજગતની સાથે સાથે રાજયના ફિલ્મ પ્રેમીઓમાં કુતૂહલ જગાડી છે. ટીઝર બાથરૂમના ફ્લોર પર પડેલા ફિલ્મના મુખ્ય કલાકાર ધ્વનિત ઠાકર સાથે શરૂ થાય છે અને એમની જ ઊંડા અને શાંત અવાજમાં કહે છે કે ઘેલછા એક વસ્તુ વારંવાર કરાવે છે , અને દર વખતે કઈ જુદું જ રીઝલ્ટ એક્સપેક્ટ કરે છે, સાથે કેમેરો ઝૂમ આઉટ થાય છે. ટીઝરનું સંગીતથી ધ્રુજારી છુટી જાય છે.
અંતે કેમેરા અમદાવાદના અવકાશમાં નર્દન લાઈટ્સ એટલે ઔરોં બોરિયાલીસ પર ઝૂમ થાય છે. સાયન્ટિફિક ફિલ્મ શોર્ટ સર્કિટના ટીઝરને પ્રેક્ષકો તરફથી બોહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.- સોશિયલ મીડિયામાં એક પ્રેક્ષકે લખ્યું હતું કે, ફિલ્મની સિનેમેટોગ્રાફી જબરદસ્ત લાગે છે. તેથી આ જોવા માટે ઉત્સાહિત છું. અન્ય એક પ્રેક્ષકે યુટ્યુબ પર લખ્યું, આ ટીઝર જબરદસ્ત આકર્ષક છે. ફિલ્મને લઇ ખુબ જ મજા પડશે. શોર્ટ સર્કિટ ફિલ્ન્મના ટીઝરને આટલી બધી લોકપ્રિયતા મળ્યા બાદ હવે ફિલ્મની રિલીઝ અને તેને જોવાને લઇ લોકોની આતુરતા વધી ગઇ છે. જા કે, નિષ્ણાતોના મતે, ફિલ્મનું ટીઝર આટલુ સફળ થયું તો, ફિલ્મને પણ જોરદાર સફળતા મળશે તેવી શકયતા વર્તાય છે.