સત્પ્રેરણા ટ્રસ્ટ દ્વારા ગીતા જયંતી નિમિતે “શ્રીમદ ભાગવત ગીતા”નું આયોજન
સત્પ્રેરણા ટ્રસ્ટ આ માટે “લિમ્કા બુક ઓફ રેકોર્ડ”માં સ્થાન માટે પ્રયત્ન કર્યો છે
ગાંધીનગરઃ ૧૯ ડીસેમ્બર ૨૦૧૮ના રોજ ગીતા જયંતી છે, તે અંતર્ગત પ્રેરણા મૂર્તિ ભારતીશ્રીજીની ઉપસ્થિતિમાં તેમના પવન માર્ગદર્શન દ્વારા સત્પ્રેરણા ટ્રસ્ટ દ્વારા 15 ડિસેમ્બર, 2018- શનિવાર રંગ મંચ પાર્ટીપ્લોટ, ગાંધીનગર ખાતે સવારે 8 કલાકથી “ગીતા પ્રેરણા મહોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 4000થી વધુ વિદ્યાર્થીઓએ એકસાથે શ્રીમદ ભાગવત ગીતાનું પઠન કર્યું હતું. સત્પ્રેરણા ટ્રસ્ટ આ માટે “લિમ્કા બુક ઓફ રેકોર્ડ”માં સ્થાન માટે પ્રયત્ન કર્યો છે.
આ ઓથર ભગવાન કૃષ્ણ અને તેમના સંદેશ માટે, આપણા મહાન ગ્રંથો માટે સમાજને જાગૃત કરવાનું એક પગલું છે, જે કોઈ એક વિશિષ્ટ ધર્મ માટે નહિ પરંતુ સંપૂર્ણ માનવતા માટે છે. આજના વિદ્યાર્થીઓ આવતીકાલનું ભવિષ્ય છે અને તેથી જ સત્પ્રેરણા ટ્રસ્ટે તેમને આ ભવ્ય પવિત્ર આયોજન માટે એક માધ્યમ બનાવ્યાં છે.
ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાજીએ પણ ગીતા પ્રેરણા મહોત્સવના આ ભવ્ય આયોજન માટે સતપ્રેરણા ટ્રસ્ટની ખુબ-ખુબ પ્રશંસા કરી શુભકામના સાથે શુભેચ્છા સંદેશ પત્ર દ્વારા પાઠવી તેમની હૃદયની ભાવના વ્યક્ત કરેલ છે જે નોંધનીય છે. સાથે-સાથે વડોદરા શહેરના શિક્ષણ અધિકારી દ્વારા સરકારી સ્કૂલોમાં ભગવદ્ ગીતાના પંદરમાં અધ્યાયનું પઠન લગભગ ૧૦૫ સ્કુલોમાં ગોઠવવાની મંજુરી આપી છે.
આ દૈવી કાર્યમાં ૧૯ ડીસેમ્બર ૨૦૧૮ શ્રીમદ ભગવદ્ ગીતા જયંતી નિમિત્ત બધી જ સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ગીતાજીનો પાઠ કરાવવામાં આવશે તથા ગીતા જ્ઞાનનો સંદેશ આપવામાં આવશે. આ માટે જ સત્પ્રેરણા ટ્રસ્ટ દ્વારા “ગીતા જયંતી”નું આયોજન કરવામાં આવ્યું છે. સત્પ્રેરણા ટ્રસ્ટ “લિમ્કા બુક ઓફ રેકોર્ડ 2014″માં વિજેતા છે અને ગુજરાત શિક્ષા મંત્રી દ્વારા આની પ્રશંસા કરવામાં પણ આવી છે, ગીતા જયંતીના દિવસને હરિયાણા સરકાર દ્વારા “રાજ્ય દિવસ” ઘોષિત કરવામાં આવેલ છે.
ભારતીય સમાજ માં આપણી પવિત્ર સંસ્કૃતિ વિશે જાગરૂકતા ફેલાવવા અને તેઓને આપણાં વાસ્તવિક હીરો અને શ્રીમદ ભાગવત ગીતાના ઓથર- શ્રી કૃષ્ણના સંદેશથી જાગૃત કરવા માટેનો આ અનોખો પ્રયત્ન છે.
સાર્વજનિક પાર્ક, હોસ્પિટલ, મુખ્ય મંદિરો, બેંકો, કોર્પોરેટર કંપનીઓ, BSF, CRPF, પોલીસ ચોકી, ONGC HO જેવા ક્ષેત્રો માં શ્રીમદ ભગવદ્ ગીતા ANSWER TO LIFE આન્સર ટુ લાઈફ પુસ્તિકાનું વિતરણ કરી નિર્ભયતા, સાહસ અને દરેક ક્ષેત્રમાં સફળતા દેવા વાળી ગીતાનું દરરોજ પઠન કરવાનો સંકલ્પ કરાવવામાં આવે છે. સંસ્થાની વિનંતીથી દેશના કેટલાય રાજ્યોમાં ગીતા જયંતીના દિવસે ગીતાજીના શ્લોકોનું સામુહિક ઉચ્ચારણ કરાવવામાં આવશે. ગીતાજી જેવા પવિત્ર ગ્રંથથી સંપૂર્ણ વિશ્વના માનવ માત્રને સત પ્રેરણા મળતી રહે છે. આ ગીતા ગ્રંથ કોઈ પણ વર્ગ, જાતી કે દેશની સીમાથી પર છે.
સત પ્રેરણા ટ્રસ્ટ દ્વારા શ્રી ગીતા પ્રેરણા મહોત્સવમાં દેશના હજારો કાર્યકર્તાઓ આ દૈવી કાર્યને સફળ બનાવવા એક જુટ થઈને સંસ્કૃતિનું અપ્રતિમ કાર્ય કરી રહ્યા છે. જે ધન્યવાદને પાત્ર છે.
દેશભરના વિવિધ ક્ષેત્રો ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ઊંઝા, પાટણ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, મોલેઠા વગેરે રાજસ્થાનના કોટા, ઉદયપુર, સાગવાડા, કાંકરોલી વગેરે મહારાષ્ટ્રના મુંબઈ, પુના, થાના, ઉલ્હાસનગર, કલ્યાણ વગેરે તથા જમશેદપુર, રાયપુર,કાનપુર, દિલ્લી, ગુડગાવ, ચંડીગઢ, કુરુક્ષેત્ર, સોલન, હિમાચલ વગેરે ક્ષેત્રમાં ખુબ જ ઉત્સાહથી ગીતાજીના શ્લોકોનું ઉચ્ચારણ કરાવી ગીતા જયંતી મનાવવામાં આવે છે.