અમદાવાદ : રાજ્ય સરકારના કોઈપણ પ્રકારના પરિપત્ર કે જાહેરાત વગર આરટીઓ વિભાગે ઓનલાઇન પેમેન્ટ ફરજિયાત કરી દેતાં વાહન લાઇસન્સ માટે અરજદારોને વધુ ખર્ચ ભોગવવો પડે છે. લાઇસન્સ માટે ઈ-પેમેન્ટના થાય તેવા કિસ્સામાં અરજદારને એરર દૂર કરવા માટે આરટીઓમાં લાંબા થવું પડે છે. આ પછી ફરી ઘરે જઇ ઓનલાઇન પેમેન્ટ કરવું પડે છે ત્યારે લાઇન્સ વિભાગમાં સર્વરનાંધાંધિયાંના કારણે અરજદારોને પરેશાન થવું પડે છે.
આ અંગે અમદાવાદ મોટર ડ્રાઇવીંગસ્કૂલ ઓનર્સ એસોસીએશનના મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ આરટીઓ તંત્ર અને રાજય સરકારનેઆ સમસ્યાનું તાકીદે નિવારણ કરવા અને આમજનતાને પૈસા, સમય અને શકિત ના વેડફાય તેવું યોગ્ય વ્યવસ્થાતંત્ર ગોઠવવા ઉગ્ર માંગણી કરી છે. ખુદવાહનવ્યવહાર વિભાગના સચિવ અને કમિશનર સમક્ષ કરાયેલી આરટીઆઇમાં આ પ્રકારનું ઓનલાઇન પેમેન્ટ ફરજિયાત નહી હોવા છતાં આરટીઓ સત્તાવાળાઓ ફરજિયાત ઓનલાઇન પેમેન્ટનો આગ્રહ રાખી રહ્યા હોવાની નાગરિકોમાં વ્યાપક ફરિયાદ ઉઠવા પામી છે, જેને લઇ લોકોમાં હવે તંત્ર પરત્વે ઉગ્ર આક્રોશ જાવા મળી રહ્યો છે.
દરમ્યાન આ અંગે અમદાવાદ મોટરડ્રાઇવીંગ સ્કૂલ ઓનર્સ એસોસીએશનના મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ જણાવ્યું હતું કે, ઓનલાઇન પેમેન્ટમાંઅરજદાર નાગરિકો પેમેન્ટ કરે ત્યારે રિસીપ્ટ આવતી નથી અને તેનું ટ્રાન્ઝેકશન ઓકેબતાવે છે. બીજીબાજુ, બેંકમાંથીતેના પૈસા કપાયાનો મેસેજ આવી જાય છે પંરતુ ટ્રાન્ઝેકશનના પૈસા આરટીઓ તંત્ર સુધીપહોંચ્યા હોવાની સ્પષ્ટતા થતી નથી. ઘણીવાર બે કે ત્રણ દિવસ પછી આરટીઓ તંત્રમાં પેમેન્ટ થયાનું કલીઅર થતું હોય છે આ સંજાગોમાં નાગરિકો પેમેન્ટ થઇ જવા છતાં તેઓને આરટીઓ સત્તાવાળાઓ એમ કહે છે કે, અમને કયાં મળ્યું છે હજુ સુધી. કારણ કે, તેમના ત્યાં પેમેન્ટસ્ટેટસ પેન્ડીંગ બતાવતું હોય છે. આ જ પ્રકારે અરજન્ટ કે ઇન્ટરનેશનલ લાઇસન્સ લઇ તાત્કાલિક વિદેશ જવું હોય તેવા કિસ્સામાં અરજદાર પાસે ગણતરીના કલાકો અને દિવસો હોયછે અને તેવા સમયમાં આવા ઓનલાઇન પેમેન્ટના ધાંધિયાથી ઘણીવાર પેમેન્ટ કરવા છતાં ઉપરોકત સમસ્યાના કારણે લાઇસન્સનું કામ નહી થતાં રિફંડ લીધા વિના જ વિદેશ જતા રહેવાનો વારો આવે છે. તો નામ કે જન્મતારીખ સહિતની બાબતમાં ભૂલ હોય તો અરજદારને મોબાઇલ એÂપ્લકેશનરદ કરી નવેસરથી ડાઉનલોડ કરી ફરીથી પેમેન્ટ ભરવુ પડે છે, તેમાં અરજદારોને રિફંડ મળતું નથી અને જવા દેવુ પડે છે, જે બિલકુલ ગેરવાજબી અને અન્યાયી વાત કહી શકાય.
નાગરિકોને તેમનું કામ ના થયું હોય તો રિફંડ તો મળવુ જ જાઇએ. આરટીઓ સત્તાધીશો આપ્રકારે કામ થયા વિના પૈસા લઇ શકે નહી. વળી, અરજદાર જયારે આરટીઓનો સંપર્ક કરે તો તેઓને એવો જવાબ અપાય છે કે, તમેઅરજીમાં ભૂલથી જે નામ લખ્યું છે હવે તે જ તમારા ડોકયુમેન્ટ્સમાં સુધરાવીને લાવો, પછી જ સ્વીકારાશે.આમ નાગરિકો ભયંકર હાલાકીનો ભોગ બની રહ્યા છે. સુભાષબ્રિજ આરટીઓમાં ઇ-પેમેન્ટસિસ્ટમમાં એરરના કારણે લોકોને ઓનલાઇન ટ્રાન્ઝેકશનમાં તકલીફ પડે છે. તો ખુદ આરટીઓઅધિકારીઓ ઓનલાઇન પેમેન્ટની ફરજ પાડે છે. એરરના કારણે ઘણા અરજદારોનાં નાણાં ફસાઇપડ્યાં છે અને લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠયા છે. આ સંજાગોમાં આરટીઓમાં ઈ-પેમેન્ટ મરજિયાત કરવામાં આવે તેવી માંગણી પણઅમદાવાદ મોટર ડ્રાઇવીંગ સ્કૂલ ઓનર્સ એસોસીએશનના મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ કરી હતી.