નવી દિલ્હી : ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં સીબીઆઈની ખાસ અદાલતે વચેટીયા ક્રિશ્ચિયન મિશેલની સીબીઆઈ રિમાન્ડની અરજીને પાંચ દિવસ માટે વધારી દીધી છે. પાંચ દિવસ સુધી કસ્ટડીમાં પૂછપરછ કરવામાં આવ્યા બાદ આજે ખાસ સીબીઆઈ જજ અરવિંદ કુમારની કોર્ટમાંતેને હાજર કરવામાં આવ્યો હતો અને કેન્દ્રિય તપાસ સંસ્થાએ કોર્ટમાંથી મિશેલની નવદિવસની રિમાન્ડની માંગ કરી હતી. તપાસ સંસ્થાએ કહ્યું હતું કે મિશેલ તપાસમાં સહકારકરી રહ્યા નથી. પોતાની દલીલમાં સીબીઆઈએ કહ્યું હતું કે અમને લેટર્સ રોગેટ્રીને લઈને પૂછપરછ કરવાની બાકી છે.
પાંચ દેશોમાંથી આ પ્રકારના પત્ર મળ્યા છે. કેસમાં મિશેલે ઈટાલિયન તપાસને સહકાર કર્યો નથી. બીજી બાજુ કોર્ટે પાંચ દિવસનારિમાન્ડ મંજુર કર્યા હતા. આની સાથે સાથે સીબીઆઈની ખાસ અદાલતે મિશેલના વકીલોનેસવારે અને સાંજે ૩૦ મિનિટ સુધી રોજ મળવાની મંજુરી આપી દીધી છે. સીબીઆઈ ઈચ્છે છે કેવકીલને એક દિવસમાં એક જ વખત મળવાની મંજુરી આપવામાં આવે પરંતુ કોર્ટે દરરોજ સવારેઅને સાંજે મળવાની મંજુરી આપી છે. ઓગસ્ટા વેસ્ટલેન્ડ મામલામાં કટકીના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા બ્રિટીશ નાગરિકે મિશેલે પૈસા લેવાની વાત કબુલી લીધી છે.
અલબત્ત, મિશેલે લાંચ લીધી નથી પરંતુ કન્સલ્ટન્સી ફી તરીકે લીધી છે. મિશેલપૂછપરછમાં યુપીએ નેતાઓ અને સંરક્ષણ મંત્રાલય પાસેથી પૈસા લેવાની વાતને સંપૂર્ણપણેફગાવી દીધી છે. મિશેલ એમ પણ કહ્યું છે કે યુપીએ સરકાર પાસેથી ક્યારેય પણ કોઈ લાંચલીધી ન હતી. ઓગસ્ટા વેસ્ટ લેન્ડ પાસેથી ફી તરીકેની રકમ લેવામાં આવી હતી. તેની પૂછપરછને લઈને પણ રાજકીય ગરમી વધી ગઈ છે. પાંચ દિવસ માટે રિમાન્ડની અવધિ વધારીદેવામાં આવ્યા બાદ કેટલીક નવી વિગતો ખુલીને સપાટી પર આવે તેવી શક્યતા દેખાઈ રહીછે.