અમદાવાદ : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંલઘુત્તમ તાપમાનમાં નજીવા ફેરફારની Âસ્થતિ આજે પણ જોવા મળી હતી. જાકે હવેરાત્રિ ગાળામાં તીવ્ર ઠંડીનો અનુભવ થવા લાગી ગયો છે. અમદાવાદમાં પણ રાત્રિ ગાળામાંલોકો હવે ગરમ વસ્ત્રો વગર બહાર નિકળી રહ્યા નથી. ઠંડીનોઅનુભવ વધુ થઈ રહ્યો છે. સવારમાં પણ લોકો કામે જતી વેળા ગરમ વ†ોમાં સજ્જ દેખાઈ રહ્યા છે.
રાજ્યમાં અનેક ભાગોમાં પારો ૧૩થી પણનીચે પહોંચી ગયો હતો. જે વિસ્તારમાં પારો ૧૩થી નીચે પહોંચ્યો છે તેમાં પોરબંદરમાં ૧૨.૫, મહુવામાં ૧૨.૫, નલિયામાં ૧૧.૭નો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં પારો હજુ પણ ગગડી શકેછે. સૌથી વધારે ઠંડીનો અનુભવ નલિયામાં થયો હતો જ્યાં લઘુત્તમ તાપમાન ૧૧.૭નોંધાયું હતું. હજુ નલિયામાં પારો ગગડે તેવા સંકેત છે. હવામાન વિભાગ દ્વારાજણાવવામાં આવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદાવિસ્તારોમાં નિચલી સપાટી ઉપર ઉત્તરીય પૂર્વથી પૂર્વીય પવાનો ફુંકાવાથી તાપમાનમાંનજીવા ફેરફારની Âસ્થતિ રહેશે. આજે સવારે અમદાવાદમાંવાતાવરણ ધુમ્મસવાળું રહ્યું હતું અને ઠંડી અનુભવાઈ હતી. હવે ધીરેધીરે ઠંડી પોતાનીઅસર દેખાડતી જઇ રહી છે.
ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડીપ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે. મોટાભાગના લોકો મોડી રાત્રે ગરમ વસ્ત્રોમાં પણ નજરે પડવા લાગી ગયા છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકોગરમ વસ્ત્રોમાં નજરે પડે છે. ફુલગુલાબી ઠંડીમાં વહેલીસવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. હાલમાં મિશ્રસિઝન હોવાના લીધે નાના બાળકોઅને મોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે.હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગનાકેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે.
લઘુતમ અને મહત્તમ તાપમાનમાં હાલ ફેરફાર નહીં થાય તેમ માનવામાં આવે છે. આજે સવારે પણ ઠંડી નોંધાઇ હતી. જા કે બપોરના ગાળામાં સુર્યપ્રકાશ રહેતા લોકો મિશ્ર સિઝનનો અનુભવ કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હવે ઠંડીનો અનુભવ થવા લાગી ગયો છે. વિશેષકરીને સવારમાં વધુ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે નહીં. જા કે, નલિયામાં ગઇકાલની સરખામણીમાં તાપમાનમાં ઉલ્લેખનીય રીતે ઘટ્યો હતો.