ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

          ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે અમદાવાદ વિમાની મથકે આવી પહોંચતા રાજ્યપાલ ઓ.પી.કોહલી તથા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પુષ્પગુચ્છથી તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિશ્રીના ધર્મપત્ની પણ આ પ્રવાસમાં તેમની સાથે જોડાયા છે.

KP.com POI02

         રાષ્ટ્રપતિશ્રી ભારતીય વાયુસેનાના ખાસ વિમાનમાં અમદાવાદ વિમાની મથકે આવી પહોંચ્યા ત્યારે વિમાની મથકે ગૃહ રાજ્યમંત્રી અને પ્રોટોકોલ મંત્રી પ્રદિપસિંહ જાડેજા તથા મેયર ગૌતમભાઇ શાહે પણ રાષ્ટ્રપતિશ્રીનું સ્વાગત કરી આવકાર્યા હતા.

આ પ્રસંગે મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘ, પ્રોટોકોલ સચિવ  એલ.ચુઆંગો, રાજ્યના પોલીસ મહાનિદેશક  પ્રમોદકુમાર ઝા, જિલ્લા કલેકટર અવંતિકાસિંઘ, શહેર પોલીસ કમિશનર  એ.કે.સિંઘ સહિત ઉચ્ચ અધિકારીઓએ પુષ્પગુચ્છથી રાષ્ટ્રપતિશ્રીને આવકાર્યા હતા.

Share This Article