અમદાવાદ : અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં પાર્કિગ અને તેના કારણે ટ્રાફિક જામ, પ્રદૂષણ સહિતની અનેક સમસ્યાઓ સરકાર સહિતના સત્તાવાળાઓ માટે માથાનાદુઃખાવા સમાન બની રહી છે ત્યારે અમદાવાદ શહેરના શુભમ શર્મા નામના યુવકે સ્ટાર્ટ અપબિઝનેસ તરીકે વેલેટાઇઝ પાર્કિગ એપ લોન્ચ કરીછે, જેને પગલે પાર્કિગ માટે અમદાવાદમાં નગરજનોને હવે વન સ્ટેપ સોલ્યુશન પ્રાપ્ત થયું છે.
આગામી માર્ચ-૨૦૧૯ સુધીમાં આ વેલેટાઇઝ એપ થ્રુ સમગ્ર અમદાવાદ શહેરને પાર્કિગના સોલ્યુશન હેઠળ આવરી લેવાશે અને ત્યારબાદ રાજયના અન્ય શહેરો વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોને આ વેલેટાઇઝ એપ હેઠળ આવરી લેવાશે. પાર્કિગની સમસ્યાનું વન સ્ટેપ સોલ્યુશન પૂરું પાડતી આ વેલેટાઇઝ એપનો સૌથી મોટો ફાયદો એ છે કે, નાગરિકો તેમનું ટુ વ્હીલર કે ફોરવ્હીલર લઇને ગમે તે વિસ્તારમાં પાર્ક કરવા ઇચ્છતા હશે તો તે એપના વેલેટ્સને જાણકરી દેવાની રહેશે, આ વેલેટ્સ નાગરિકો પાસેથી તેમનાવાહનની ચાવી લઇ યોગ્ય જગ્યાએ તેમના વાહન પાર્ક કરી દેશે.
ત્યારબાદ નાગરિકો તેમનીખરીદી કે કોઇપણ કામ પૂર્ણ થાય એટલે પંદર મિનિટ પહેલા ફરી વેલેટ્સને જાણ કરે એટલે તેઓ કહે ત્યાં ગણતરીની મિનિટમાં તેમનું વાહન તેમની પાસે પહોંચતુ કરી દેવાશે. આઅંગે વેલેટાઇઝ પાર્કિગ એપના ફાઉન્ડરશુભમ શર્મા અને સ્ટ્રેટેજીક પાર્ટનર એન્ટરપ્રાઇઝીંગ ઇન્ડિયનના ભાવેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, પાર્કિગની વિકટસમસ્યાનું નિવારણ કરતી આ દેશની અનોખી એપ છે, જે વન સ્ટેપ સોલ્યુશન નાગરિકોને પૂરું પાડે છે. પાર્કિગ સંબંધિત આંકડાકીય માહિતી જાઇએ તો, દેશના સર્વે મુજબ, એક વ્યકિત સરેરાશ પાર્કિગ માટે ૨૦થી ૨૫ મિનિટ દિવસમાં બગાડે છે, એટલે કે, એક વર્ષમાં તેના ૭૦ કલાક બગાડે છે. વળી,પાર્કિગ શોધવા રસ્તા પર વાહન લઇને ફરવાના કારણે ટ્રાફિકની ગીચતા, પ્રદૂષણ સહિતની અનેક સમસ્યાને તે પ્રોત્સાહન આપે છે.
આ સંજાગોમાં તેના બદલે જા આ વેલેટાઇઝ પાર્કિગ એપનો ઉપયોગ કરે તો વ્યકિત ઘેરથી નીકળે ત્યારે જ તેના ઇચ્છિત વિસ્તારમાં એ સ્થળના પાર્કિગની માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ હોય અને તે એપના વેલેટ્સ(કંપનીનામાણસ)ને ત્યાં પહોંચી કાર કે વાહનની ચાવી આપી દે એટલે એ માણસો તે વ્યકિતનું વાહનસુરક્ષિત પાર્કિગ વ્યવસ્થામાંપાર્ક કરી દે. બીજીબાજુ, આ વ્યકિત તેનું જરૂરી કામ પૂર્ણ કરી વાહન માટે તે માણસને ઇન્ફોર્મ કરે એટલે તરત જ તે વ્યકિત કહે ત્યાં તેને તેનું વાહન પહોંચાડી દેવામાં આવે.
આમ, પાર્કિગની સમસ્યાનું આસાનીથી નિરાકરણ શકય બનાવાયું છે. આ અનોખી એપ અને તેનાફાયદાને લઇ શુભમ શર્મા અને ભાવેશ ઉપાધ્યાય દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનસહિતના સત્તાવાળાઓ સાથે પણ તેને લાગુ કરવાની દિશામાં ચર્ચા વિચારણા હાથ ધરાઇ છે.જા અમ્યુકો સહિતના સત્તાવાળાઓ તેમના પે એન્ડ પાર્કિગ સહિતની જગ્યાઓ આ વેલેટાઇઝને સોંપે તો પાર્કિગની આ અનોખી એપ અને મેનેજમેન્ટ થ્રુ પાર્કિગની જટિલ સમસ્યા હલ થઇ શકે તેમ છે. આ એપથી માત્ર પાર્કિંગ જ નહીપરંતુ વ્યકિત પાર્કિગમાં વાહન આપેત્યારે તેના ફયુઅલ પુરાવવા, વોશીંગ સહિતની વિવિધ સેવાઓ પણ ઉપલબ્ધબનશે, જે બહુ મોટી સુવિધા નાગરિકોને નજીવા ચાર્જમાંમળશે.